________________
શ્લોક-૨૨ : આત્મધ્યાનોપદેશ સુણોપવેશ: लम्बनं यस्य तत् एकाग्रम्, तत्त्वेन - तद्भावेन चेतसः - चित्तस्य, एतेन व्यग्रस्यात्मध्यानासम्भव आवेदितः । ततः किं कुर्यादित्याह - आत्मवान् - शुद्धात्मस्वरूपानुभूतिशाली, आत्मनि स्थितम् - स्वरूपैकप्रतिष्ठितम् आत्मानम् - पूर्ववृत्तप्रतिपादितविशेषणविशिष्टं जीवम्, आत्मनैव - ध्यानपरिणामपरिणतस्वपरिणामेनैव, तदितरस्यानैकान्तिकत्वेन
તે એકાગ્ર, મનના તેવા ભાવથી = એકાગ્રભાવથી, આમ કહેવા દ્વારા સૂચિત કર્યું છે કે વ્યગ્ર = ડામાડોળ – ભટકતું મન આત્મધ્યાન કરી શકે, એ સંભવિત નથી.
આ રીતે ઈન્દ્રિયોનો વિરોધ કરીને શું કરે ? એ કહે છે. આત્મવાન્ = શુદ્ધ આત્મસ્વરૂપની અનુભૂતિથી શોભતો, આત્મામાં રહેલા = માત્ર પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત એવા આત્માને = પૂર્વના શ્લોકમાં કહેલા વિશેષણોથી વિશિષ્ટ જીવને, આત્માથી જ = ધ્યાનના પરિણામથી પરિણત પોતાના પરિણામથી જ.
શંકા - ધ્યાનનું સાધન તો બાહ્ય વસ્તુ પણ બને છે, તો “આત્માથી જ આવું કેમ કહ્યું ?
સમાધાન - આત્મા સિવાયની બાહા વસ્તુ અનેકાન્તિક છે. અર્થાત્ તે હોય તો ધ્યાન થાય જ એવો કોઈ નિયમ નથી. માટે વાસ્તવમાં તેને ધ્યાનનું સાધન