________________
१२
શ્લોક-૪ઃ વ્રતની સુસમર્થતા રૂછોવેશ: ननु च दुरनुष्ठेयानि व्रतानीति प्रोक्तफलसंशये कस्तानि विदध्यादिति चेत् ? न, फलस्य सुनिश्चितत्वेन संशयगन्धस्याप्यभावात्, एतदेव निदर्शयति - यत्र भावः शिवं दत्ते द्यौः कियद्दूरवर्तिनी ? । यो नयत्याशु गव्यूतिं क्रपेशार्धे किं स सीदति ? ॥४॥
यत्र श्रामण्यपरिणामविशेषे भावः - व्यवस्थितिः, शिवम् - मोक्षं दत्ते - तथासामर्थ्यण हेलयैव वितरति, तदुक्तम्-भावत्थवेण पावइ अंतोमुहत्तेण णिव्वाणं - इति
શંકા - વ્રતોનું પાલન કરવું તો દુષ્કર હોય છે. માટે જ્યાં સુધી તમે કહેલા (સ્વર્ગરૂપી) ફળમાં શંકા હશે, ત્યાં સુધી કોણ બતાચરણ કરશે ?
સમાધાન - વ્રતોનું ફળ તો સારી રીતે નિશ્ચિત છે. માટે તેમાં સંશયનો કોઈ અવકાશ નથી. એ જ વાત ઉદાહરણ સાથે જણાવે છે -
જ્યાં ભાવ મોક્ષ આપે છે, ત્યાં સ્વર્ગ કેટલો દૂર છે? જે શીઘ્રતાથી ગાઉ સુધી લઈ જાય છે, તે શું અડધા કોશમાં સદાય ? I૪
જેમાં = શ્રમણ્યના પરિણામવિશેષમાં ભાવ = સારી રીતે પ્રતિષ્ઠિતપણું, શિવ = મોક્ષ, આપે છે = તેવા પ્રકારના સામર્થ્યથી રમતવારમાં દઈ દે છે, તે કહ્યું પણ