________________
१४० શ્લોક-૫૧ : પ્રશસ્તિ
इष्टोपदेशः निरुपमाम् - साक्षाच्छ्रियाऽप्युपमातुमशक्याम्, मुक्तिश्रियम् - मोक्ष-लक्ष्मीम्, उपयाति - प्राप्नोति, तथाविधस्य वनादिनिवाससापेक्षत्वाभावात्, तथा च पारमर्षम् - किमु दंतस्सऽरण्णेण-इति (ऋषिभाषिते ३८-१४) । अतोऽप्रतिज्ञभावमालम्ब्य माध्यस्थमास्थाय समतासमालिङ्गितेनात्मारामेण भाव्यमित्येतदिष्टोपदेशसर्वस्वम् । मिथ्याऽस्तु दुःसन्दृब्धं मम, शोधयन्तु बहुश्रुताः।
इति
નિરુપમ = સાક્ષાત્ લક્ષ્મીથી પણ જેને સરખાવી ન શકાય તેવી, મુક્તિશ્રીને = મોક્ષલક્ષ્મીને, પામે છે = પ્રાપ્ત કરે છે. કારણ કે તેવા સમભાવી આગ્રહરહિત આત્માને વનવાસ કરવો કે ગામમાં જ રહેવું, એવી સાપેક્ષતા હોતી નથી. તેવું પરમર્ષિનું વચન પણ છે કે – જે દાંત છે, તેને જંગલનું શું કામ છે? (ઋષિભાષિત ૩૮-૧૪)
માટે અપ્રતિજ્ઞભાવ (કોઈપણ જાતના આગ્રહથી રહિતપણું)નો આશ્રય કરીને, માધ્યશ્મ કેળવીને, સમતાને પરિણમાવીને આત્મરણ કરવું જોઈએ, એ આ ઈબ્દોપદેશનું સર્વસ્વ છે. મેં અહીં ઉત્સુત્રાદિદોષયુક્ત લેખન કર્યું હોય, તો તે મિથ્યા થાઓ. બહુશ્રુતો કૃપા કરીને તેનું સંશોધન કરે.
ઈતિ