SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ શ્લોક-૪૬ ઃ પુદ્ગલપ્રીતિનું પરિણામ इष्टोपदेशः ___अथ परत्वमेव परस्योपपादयति - अविद्वान् पुद्गलद्रव्यं, योऽभिनन्दति तस्य तत् । न जातु जन्तोः सान्निध्यं, चतुर्गतिषु मुञ्चति ॥४६॥ अविद्वान् - स्वपरविवेकवञ्चितः, विवेकस्त्वयम् - यस्मै त्वं यतसे बिभेषि च यतो यत्रानिशं मोदसे, यद्यच्छोचसि यद्यदीच्छसि हृदा तरां यत् प्राप्य प्रेपीयसे । स्निग्धो येषु निजस्वभावममलं निर्लोठ्य लालप्यसे, तत् सर्वं परकीयमेव भगवन्नात्मन्न किञ्चित्तव - इति (शान्तसुधारसे ५-३) પુદ્ગલ દ્રવ્ય પર (શત્રુ) છે. એ જ વાતને હવે પ્રમાણિત કરે છે - જે અજ્ઞાની પુદ્ગલદ્રવ્ય પ્રત્યે આદરવાળો બને છે, તે જીવનું સાનિધ્ય તે ચાર ગતિમાં કદી છોડતું નથી. ૪૬ll અવિદ્વાન્ = સ્વ-પરના વિવેકજ્ઞાનથી રહિત. વિવેક તો આ છે – હે આત્મા ! તું જેના માટે પ્રયત્ન કરે છે, જેનાથી ડરે છે, જેના વિષે હંમેશા આનંદ પામે છે. જેની જેની પાછળ શોક કરે છે, જેને ખૂબ ઈચ્છે છે. જેને પામીને ગાંડો-ઘેલો થઈ જાય છે. જેમના પ્રત્યેના પ્રેમથી તું તારા નિર્મળ સ્વભાવને કલુષિત કરીને બબડાટ કરે છે, ઓ ભગવાન આત્મા ! એ બધું ય પારકું છે, એમાંથી કશું ય તારું નથી. (શાંતસુધારસ ૫-૩)
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy