________________
રિક પ્રસ્તાવના જૈન ધર્મમાં કેટલાક પુસ્તકો અને પ્રકરણો નાના હોવા છતાં ઘણા ઉપકારક છે, આવશ્યક છે, અસરકારક છે. તે જીવન ઉપયોગી હોવાથી સાધુ સાધ્વીજી ભ. અને મુમુક્ષુઓ તેમજ શ્રાવક-શ્રાવિકાઓ તેનું અનિશ પઠન-પાઠન, ચિંતન-મનન કરે છે. આવાં સૂત્રો પ્રકરણો અથવા શતકો નામે પ્રસિદ્ધ છે.
આવાં પાંચ સૂત્રોના મૂળ શ્લોક, સંસ્કૃત છાયા તથા તેનું ગુજરાતી ભાષાંતર છપાવેલ છે. કહેવાય છે કે “અર્થ વગરનો શ્લોક લૂણ વિનાના ભોજન જેવો છે. જો સૂત્રના અર્થ બરાબર રીતે સમજણપૂર્વક મનમાં ઠસાવવામાં આવે તો ઘણો લાભ થઈ શકે આ ઉદેશને વાચક વર્ગ સાર્થક કરશે જ આ પુસ્તક મહાપુરુષોએ વર્ષો પહેલાં છપાવેલ પરંતુ હાલમાં અલભ્ય હોવાથી અમો એ પુનઃ છપાવેલ છે. વૈરાગ્યશતક અને ઈદ્રિય પરાજય શતમાં કેટલી મહાન બાબતો પ્રતિપાદનકરવામાં આવી છે.
આ જગતના તમામ પદાર્થો નાશવંત છે. દુઃખમય છે અને અનેક પ્રકારે પીડા કરનારા છે. માટે તે વસ્તુઓમાં નહિ રાચતાં મનુષ્ય શાશ્વત સુખ આપી શકે તેવી વસ્તુઓમાં રમણતા કરવી. આયુષ્યનો વિશ્વાસ નથી. યૌવન સદા ટકતું નથી લક્ષ્મી વીજળીની માફક ચપળ છે. ખરી રીતે વાસ્તવમાં આપણે કોઈ સ્વજન નથી, આપણે મરણને આધીન છીએ.
જગતના પદાર્થોમાં જ મનુષ્યો રાચ્યા માચ્યા રહે છે આસક્ત રહે છે તે અનેક રીતે દુઃખી થાય છે. તથા પોતાનું શાશ્વત અને રીયલ (Real) સ્વરૂપ ભૂલી જાય છે. તેમને આ જગતના પદાર્થોની અસારતાનો ખ્યાલ આપી સત્યમાર્ગ તરફ દોરવા એ ઈષ્ટ અને આદરણીય છે.
પ્રત્યેક ભૌતિકસુખમાં ત્રણ અવગુણ છે. (૧) તે ક્ષણિક છે, અસ્થિર છે દુઃખગર્ભિત છે. (૨) તે મેળવ્યા પછી બીજા સુખની આકાંક્ષા રહે છે.
(૩) તેની પ્રાપ્તિને અર્થે જીવ રાતદિન તલપે છે. પરંતુ તે વસ્તુ મળતાં તેની મોહકતા ચાલી જાય છે અને જીવ બીજી વસ્તુ કે જેમાંથી સુખ મળે તે માટે પ્રયત્નશીલ બને છે. આથી જ જગતના તમામ પદાર્થો પ્રત્યે વૈરાગ્યભાવ ખીલવવાનો છે. અને સાથે સાથે ઈન્દ્રિયોના વિષયો પ્રત્યે વૈરાગ્યભાવ ધારણ કરી ઈન્દ્રિયો ઉપર જય