________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧૫
૨૨૫
પ્રમાણે બોલીને સમભાવના પરિણામથી વધતા પરિણામવાળો શ્રાવક ષકાયના પાલનના પરિણામને ઉલ્લસિત કરવા અર્થે મુહપત્તિનું અને કાયાનું પ્રતિલેખન કરે છે. જેથી કોઈ સૂક્ષ્મ જીવ મુહપત્તિમાં હોય કે પોતાની કાયા ઉપર હોય તેની વિરાધના વંદનાદિ ક્રિયા દ્વારા થાય નહિ તેથી વિવેકી શ્રાવક મુહપત્તિના પડિલેહણ દ્વારા જીવરક્ષાના સૂક્ષ્મભાવોથી આત્માને તે રીતે વાસિત કરે છે, જેથી આત્મામાં સર્વ જીવોની પીડાના પરિવારને અનુકૂળ નિર્મળ પરિણતિ ઉલ્લસિત થાય છે. આ રીતે પડિલેહણ કર્યા પછી ગુણવાન ગુરુને વંદન કરીને સંબુદ્ધ એવા ગુર્નાદિને ખમાવવા માટે “અભુઠિઓમિ' સૂત્ર બોલે છે. જેનાથી ગુણવાન એવા ગુરુ પ્રત્યે પોતાની ભક્તિનો અતિશય થાય છે. આ રીતે ખમાવ્યા પછી પાક્ષિક આલોચના કરવા અર્થે આદેશ માંગે છે અને “જો મે પખો અઈઆરો' ઇત્યાદિ સૂત્ર બોલીને સંક્ષેપથી પાક્ષિક અતિચારોનું આલોચન કરે છે. ત્યારપછી વિસ્તારથી પાક્ષિક અતિચારોનું આલોચન કરે છે. જે અતિચારના આલોચનથી પક્ષ સંબંધી કોઈ સૂક્ષ્મ અતિચારો શોધન કરવાના અવશેષ હોય તેની શુદ્ધિ થાય છે અને અતિચાર રહિત પંચાચારના પાલનને અનુકૂળ બળનો સંચય થાય છે. ત્યારપછી “સવસવિ પMિઅં...” ઇત્યાદિ સૂત્ર બોલીને આલોચન કરાયેલ અતિચારની વિશેષ શુદ્ધિ અર્થે પ્રાયશ્ચિત્ત માંગે છે અને ગુરુ ‘પડિક્કમ' શબ્દ દ્વારા તે પ્રતિક્રમણ કરવાની અનુજ્ઞા આપે છે. ત્યારપછી “ચઉત્થણ” ઇત્યાદિ દ્વારા ગુરુ વડે અપાયેલ ઉપવાસ આદિ પ્રાયશ્ચિત્તને સ્વીકાર કરે છે. આ સર્વ ક્રિયા આત્માના શોધનને અનુરૂપ સમ્યકુ વ્યાપારની ક્રિયા છે. તેથી તે ક્રિયામાં કુશળતા પામેલ શ્રાવક સર્વ ક્રિયાઓ નિપુણતાપૂર્વક કરી અનેક ભવોનાં સંચિત પાપોનો તે તે ક્રિયાથી નાશ કરે છે.
વળી, સાધુ પાક્ષિક પ્રતિક્રમણમાં દિવસ સંબંધી આલોચના અને પ્રતિક્રમણ કર્યું છે તેનું નિવેદન કરીને પષ્મીસૂત્ર બોલવાનો આદેશ માંગે છે. પમ્પસૂત્રમાં પાંચ મહાવ્રતો પાળીને મહાત્માઓ કઈ રીતે આ સંસારસાગરથી તર્યા છે, તે પાંચ મહાવ્રતો કેવા પરિણામથી સંપન્ન છે અને તે પાંચ મહાવ્રતોમાં પોતાના પરિણામ દઢ કરવા અર્થે કેવા પ્રકારના ભાવોથી આત્માને વાસિત કરવો જોઈએ ઇત્યાદિનું વિસ્તારથી વર્ણન છે. તેથી જે સાધુ પદેપદમાં ઉપયુક્ત થઈ પખ્રીસૂત્ર બોલે અને સાંભળે તો અવશ્ય ગુણસ્થાનકની પરિણતિની વૃદ્ધિ તે સૂત્રના શ્રવણ કે ભાવનથી થાય છે. જે શ્રાવક પાકિસૂત્ર કેવા ભાવોથી સંભૂત છે તેના પરમાર્થને જાણે છે તે શ્રાવક દઢ ઉપયોગપૂર્વક પમ્પસૂત્ર સાંભળે તો તે શ્રાવકને પાંચ મહાવ્રતોના સ્વરૂપ પ્રત્યે અને તેના ઉપાયો પ્રત્યે પ્રવર્ધમાન પરિણામ થાય છે. તેનાથી શ્રાવકમાં પણ સર્વવિરતિને અનુકૂળ મહાબલ સંચય થાય છે અને જેઓ મુગ્ધતાથી આ સૂત્ર સુંદર છે પરંતુ વિશેષથી તે સૂત્રનો કોઈ બોધ નથી તેઓ પણ પોતાના ઓઘથી જે બહુમાન છે તે અનુસાર કંઈક શુભભાવ કરે છે તેટલું તેને ફળ મળે છે અને જેઓને તે સૂત્રમાં કોઈ પ્રકારનો રસ નથી તેથી અનાદરપૂર્વક માત્ર શ્રવણ કરે છે તેઓને તે સૂત્ર પ્રત્યેના અનાદરને અનુસાર પાપબંધ પણ થાય છે. માટે કલ્યાણના અર્થી શ્રાવકે શક્તિ અનુસાર પખ્રીસૂત્રના અર્થને જાણીને તેના શ્રવણથી ઉત્તમભાવો થાય તે પ્રકારે સાંભળવું જોઈએ અને બોલનાર સાધુએ પણ દઢ પ્રણિધાનપૂર્વક પોતાના સંવેગની વૃદ્ધિ થાય અને અન્યને સંવેગની વૃદ્ધિ થાય એ રીતે સૂત્ર બોલવું જોઈએ.