________________
૨૨૪ -
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬પ પ્રમાણે ત્રીજા ખામણાના અંતમાં, નિત્થારપારગા હોય એ પ્રમાણે ચોથા ખામણાના અંતમાં શ્રી ગુરુ કહે છતે શિષ્ય ઈચ્છે એ પ્રમાણે બોલે છે. વળી શ્રાવકો એક-એક નવકાર બોલે છે.
ત્યારપછી=પાક્ષિક ખામણાં કર્યા પછી ‘ઈચ્છામો અણુસદ્ધિ એ પ્રમાણે બોલીને વંદન, દૈવસિક ખામણાં, વંદનાદિ દેવસિક પ્રતિક્રમણ કરે. શ્રુતદેવતાનું પાક્ષિક સૂત્રના અંતમાં મૃતપણું હોવાને કારણે તે દિવસે તે કાયોત્સર્ગના સ્થાને=શ્રુતદેવતાના કાયોત્સર્ગના સ્થાને, ભુવનદેવતાનો કાયોત્સર્ગ કરાય છે. પ્રતિદિવસ ભુવનદેવતાની સ્મૃતિ હોતે છતે ક્ષેત્ર અંતર્ગતપણાને કારણે તત્વથી ભુવનદેવી પણ મૃત કરાયેલી થાય જ છે. તોપણ પર્વદિવસોમાં=પાક્ષિકાદિ પ્રતિક્રમણના દિવસોમાં, તેનું પણ=ભુવનદેવીનું પણ, બહુમાનયોગ્યપણું હોવાથી સાક્ષાત્ કાયોત્સર્ગ કરાય છે. અને સ્તવનના સ્થાને મંગલ અર્થે ‘અજિતશાંતિ તવ બોલાય છે. ભાવાર્થ :
સાધુ કે શ્રાવક ષઆવશ્યકમય દેવસી પ્રતિક્રમણ અને રાઈ પ્રતિક્રમણ કરી અતિચારોના શોધન દ્વારા પંચાચારની શુદ્ધિ કરે છે છતાં પણ કોઈ સૂક્ષ્મ પ્રમાદને કારણે દેવસી પ્રતિક્રમણ દ્વારા કે રાઈ પ્રતિક્રમણ દ્વારા અતિચારોની શુદ્ધિ થઈ ન હોય તેના શોધન અર્થે પાક્ષિક આદિ પ્રતિક્રમણ કરે છે અર્થાત્ પખી, ચૌમાસી, સંવચ્છરી પ્રતિક્રમણ કરે છે. જેથી કંઈક પ્રતિદિનના પ્રતિક્રમણ દ્વારા શુદ્ધિ ન થઈ હોય અને અશુદ્ધિ રહી હોય તે અશુદ્ધિ પાક્ષિક પ્રતિક્રમણથી શુદ્ધ થાય છે. આમ છતાં ચાર માસના અંતે ફરી ચાર માસ દરમિયાન કોઈક સૂક્ષ્મ અશુદ્ધિ રહેલી હોય તેનું શોધન કરે. આ રીતે ત્રણ વખત ચૌમાસી પ્રતિક્રમણ દ્વારા શુદ્ધિ થયે છતે પણ બાર માસમાં કોઈક સૂક્ષ્મ અશુદ્ધિ રહેલી હોય તેના શોધન માટે સંવર્ચ્યુરી પ્રતિક્રમણ કરે.
વળી જે શ્રાવક મુગ્ધતાથી પાક્ષિક, ચૌમાસી કે સંવચ્છરી પ્રતિક્રમણ કરે છે તેઓને માત્ર ઓઘથી પ્રતિક્રમણનો રાગ હોય છે. તેથી તેનું ફળ તેટલું જ મળે છે. જ્યારે નિપુણ પ્રજ્ઞાવાળા શ્રાવકો દેવસી-રાઈ પ્રતિક્રમણ દ્વારા પ્રતિદિન થયેલાં પાપોની શુદ્ધિ કરે છે, એટલું જ નહિ પણ ઘણા ભવોનાં સંચિત પાપોનો પંચાચારના પાલનથી, દેવસી અને રાઈ પ્રતિક્રમણથી તથા પાક્ષિક આદિ પ્રતિક્રમણથી નાશ કરે છે. તેથી નિપુણતાપૂર્વક પ્રતિક્રમણ કરવામાં કુશળ શ્રાવકો જેમ શુદ્ધ સાધુસામાચારીના શ્રવણથી ઘણા ભવોનાં સંચિત પાપનો નાશ કરે છે તેમ સ્વભૂમિકાનુસાર પંચાચારના પાલનથી, પ્રતિદિન ઘણા ભવોનાં પાપોનો નાશ કરે છે અને વિશેષથી દેવસી-રાઈ પ્રતિક્રમણ દ્વારા, પાક્ષિકાદિના પ્રતિક્રમણ દ્વારા ઉલ્લસિત થયેલા વીર્યવાળા શ્રાવકો ઘણા ભવોનાં પાપોનો નાશ કરે છે.
વળી, પાક્ષિક પ્રતિક્રમણમાં દેવસી પ્રતિક્રમણની જેમ વંદિત્તા સુધીની ક્રિયા વિવેકી શ્રાવકો દૃઢ પ્રણિધાનપૂર્વક કરે છે. જેથી દિવસ દરમિયાન પંચાચારના પાલનમાં થયેલા અતિચારોનું શોધન દેવસી પ્રતિક્રમણની જેમ વંદિત્તાસૂત્ર સુધી થાય છે. ત્યારપછી ખમાસમણપૂર્વક કહે છે કે દેવસિક અતિચારોનું આલોચન અને પ્રતિક્રમણ મેં કર્યું છે. “હે ભગવન્! ઇચ્છાપૂર્વક મને આજ્ઞા આપો. પકખી મુહપત્તિનું પડિલેહણ કરું.” આ