________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | ોક-કપ
૧૯૧ સેવ્યા હોય તો વિચારે કે લેશ પણ પ્રમાદ વગર પંચાચારનું મેં શુદ્ધ પાલન કર્યું છે અને શક્તિ હોવા છતાં પ્રમાદને વશ જે જે આચારો સેવવામાં ઉપેક્ષા કરી હોય જેના કારણે સર્વવિરતિને અનુકૂળ શક્તિના સંચયમાં ખૂલનાઓ થઈ હોય અથવા તે તે આચારોને સેવતી વખતે પણ મન-વચન-કાયાની યથાતથા પ્રવૃત્તિ કરી હોય તે સર્વ અતિચારોને સ્મૃતિમાં લાવીને ફરી પંચાચારનું પાલન પ્રમાદ વગર થાય જેથી સર્વવિરતિને અનુકૂળ પોતાની દેશવિરતિનું પાલન બને તેવા સુવિશુદ્ધ પરિણામપૂર્વક તે અતિચારોને સ્મૃતિમાં રાખે. જેથી આગળમાં આલોચનાકાળમાં તેની શુદ્ધિ સુખપૂર્વક થઈ શકે. સામાન્યથી શ્રાવકો અતિચારના આલોચનકાળમાં તે પ્રકારની કુશળતા અર્થે કોઈ પ્રયત્ન કરતા નથી તેથી અતિચારોનું આલોચન કઈ રીતે કરવું તેમાં કોઈ કુશળતાની પ્રાપ્તિ થતી નથી. પરંતુ જેમ શ્રાવકો વેપારના ક્ષેત્રમાં નિપુણતાપૂર્વકના અભ્યાસના બળથી પોતાના ક્ષેત્રમાં કુશળ બને છે તેમ તે શ્રાવકો પંચાચારના પાલન માટે શ્રાવકજીવનમાં કેવા પ્રકારના અતિચારો સંભવી શકે અને કેવા પ્રકારના પંચાચારના પાલનથી સર્વવિરતિને અનુકૂળ બળસંચય થાય છે તેનો સમ્યકુ ઊહાપોહ કરે અને પ્રતિદિન કઈ રીતે પંચાચારનું સેવન કરવાથી ભાવથી સર્વવિરતિના પરિણામને અનુકૂળ વીર્ય સંચય થાય તેને જાણવા માટે યત્ન કરે તેમજ પુનઃ પુનઃ તેના પરમાર્થને જાણી સ્થિર કરવા યત્ન કરે તો દિવસ દરમિયાન પોતાના પંચાચારના પાલનમાં ક્યા પ્રકારની સ્કૂલનાઓથી પોતે સર્વવિરતિને અનુકૂળ ધનસંચયરૂપ અંતરંગ સંપત્તિને પ્રાપ્ત કરી શકતા નથી તેનો માર્ગાનુસારી બોધ થાય છે. તેથી દિવસ દરમિયાન પંચાચારના પાલનમાં થયેલી સ્કૂલનાઓ સ્મૃતિમાં રહે છે, છતાં પ્રસ્તુત આઠ ગાથાના સ્મરણ દ્વારા ફરી પંચાચારનું સ્મરણ થવાથી અલ્પકાળમાં સુખપૂર્વક તે અતિચારોને પણ શ્રાવક સ્મૃતિમાં લાવી શકે છે. જેમ અભ્યાસસાધ્યભાવો અભ્યાસથી જ પ્રગટે છે અર્થાત્ ચિત્રકલા આદિ અભ્યાસિક ભાવો અભ્યાસથી જ પ્રગટે છે તેમ મોક્ષના અર્થી શ્રાવક સુભટની જેમ મોહની સામે લડનાર કંટક આકીર્ણ ભૂમિમાં ગમન કરનારા સુસાધુનું સ્મરણ કરીને તેમના જેવા નિર્મલ ચિત્તના અર્થી થઈને તેનું નિર્મલચિત્ત પોતાને પ્રગટ થાય તે રીતે પંચાચાર સેવું એ પ્રકારના પ્રણિધાનપૂર્વક જો શક્તિ અનુસાર પંચાચાર સેવતા હોય તો અવશ્ય પોતાના સ્વીકારાયેલા વ્રતના પાલનમાં સદા ભાવસાધુના ચિત્તનું પ્રતિસંધાન હોવાથી સર્વવિરતિની પ્રાપ્તિનું કારણ બને તે રીતે પંચાચારના સેવનનો અભ્યાસ કરી શકે છે. અને તે સેવનમાં થયેલ સ્કૂલના પણ પ્રાયઃ તત્કાલ જ સ્મૃતિમાં રહે છે અને સંધ્યાકાળે પ્રતિક્રમણ વખતે પંચાચારનું સ્મરણ પ્રસ્તુત ગાથાઓથી થવાથી તે ગાથાઓ બોલ્યા પછી અલ્પકાળમાં જ શ્રાવક સુખપૂર્વક દિવસમાં થયેલા અતિચારોનું સ્મરણ કરી શકે છે. ફક્ત તે પ્રકારનો અભ્યાસ બહુલતાએ પ્રમાદી જીવો કરતા નથી. તેથી જ પ્રસ્તુત આઠ ગાથાના સ્મરણ દ્વારા શેનું સ્મરણ કરવું ? તેનું કોઈ પ્રતિસંધાન કરતા નથી માટે કલ્યાણના અર્થી જીવોએ રોષકાળમાં તે પ્રકારની કુશળતા પ્રાપ્ત કરવી જોઈએ જેથી પોતે પંચાચારના પાલનમાં સમ્યક્ યત્ન કરી શકે. અને સાધુએ પણ “સયણાસણે’ ગાથા દ્વારા નિરતિચાર ચારિત્રને અનુકૂળ શક્તિ સંચય થાય એ રીતે સંયમજીવનમાં થયેલી સ્કૂલનાઓનું સ્મરણ કરવું જોઈએ. જેથી પ્રતિદિન પ્રતિક્રમણના બળથી અતિચારોની શુદ્ધિ કરીને સંયમજીવનની વિશુદ્ધિ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે. અન્યથા મુગ્ધબુદ્ધિથી કરાયેલું પ્રતિક્રમણ તેટલા જ ફળમાં વિશ્રાંત થાય છે, વિશિષ્ટ ફળની પ્રાપ્તિનું કારણ બનતું નથી.