________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૩
૧૨૯ વ્યાધિ બાધા કરતી નથી ને ? કોઈ ઔષધ આદિનું પ્રયોજન નથી ? કોઈ પથ્યાદિથી પ્રયોજન તથી ? ઈત્યાદિ શેષકૃત્યોની પૃચ્છા કરવી જોઈએ એમ અવય છે. અને આ પ્રકારનો પ્રશ્ન મહાનિર્જરાનો હેતુ છે. જે કારણથી કહેવાયું છે.
“અભિગમન, વંદન, નમસ્કારથી સાધુની પ્રતિકૃચ્છાથી ચિરસંચિત કર્મ ક્ષણથી વિરલપણાને પામે છે=નાશ પામે છે.”
અને પૂર્વના વંદનના અવસરમાં સામાન્યથી સુખરાત્રિ, સખતપ, શરીર નિરાબાધ ઇત્યાદિ પ્રશ્નના કરણમાં પણ વિશેષથી અહીં ઉપદેશ સાંભળ્યા પછી અહીં, પ્રશ્ન સમ્યક સ્વરૂપ પરિજ્ઞાન માટે છે અને તેના ઉપાયના કરણ માટે છે. એથી પ્રશ્નપૂર્વક નિમંત્રણ યુક્તિવાળું જ છે.
વળી હમણાં આ નિમંત્રણ ગુરુને બૃહદ્ વંદન કર્યા પછી શ્રાવકો કરે છે. અને જેના વડે ગુરુની સાથે પ્રતિક્રમણ કરાયું હોય તે સૂર્યોદય પછી જ્યારે સ્વગૃહાદિમાં જાય છે ત્યારે તે=નિમંત્રણ કરે છે અને જેના વડે પ્રતિક્રમણ તથા બૃહદ્ વંદન એ ઉભય પણ કરાયું નથી તેના વડે પણ=તે શ્રાવક વડે પણ, વંદન આદિ અવસરમાં આ પ્રમાણે નિમંત્રણ કરાય છે. અને ત્યાર પછી યથાવિધિ સાધુ આદિ ચતુર્વિધ સંઘને વંદન કરે છે એ પ્રમાણે શ્રાવકદિનકૃત્યમાં કહેવાયું છે અને તે પ્રમાણે શ્રાવક ચતુર્વિધ સંઘને વંદન કરે છે, તેનો ગ્રંથ છે.
“સાધુ-સાધ્વી આદિને યથાઉચિત કરીને શ્રમણોપાસક આદિને વંદન કરે=હું વંદન કરું છું. વંદન કરું છું એ પ્રમાણે બોલે=સર્વ શ્રાવક-શ્રાવિકા આદિને નમસ્કાર કરું છું એ પ્રમાણે બોલે.” (શ્રાદ્ધદિનકૃત્ય ૨-૮૫) .
વૃત્તિ :- જે પ્રમાણે સાધુ-સાધ્વી આદિને અને “આદિ' શબ્દથી અવમશ્નોને; કેમ કે વિશ્રાકૃત ચૈત્યમાં તેમનો પણ ભાવ છે=અવમશ્નોનો પણ સદ્ભાવ છે, યથોચિત= યથાયોગ્ય વંદન, છોભનંદન, વાન્ નમસ્કાર આદિ કરીને શ્રમણોપાસકને વંદે એમ અવય છે. અહીં ‘આદિ શબ્દથી અવમ3=વિશ્રાકૃત ચૈત્યમાં રહેલા શિથિલસાધુ, તેમને કેમ નમસ્કાર કર્યો ? એથી કહે છે. જે કારણથી અવમગ્ન સાધુને પણ કારણથી સૂત્રમાં નમસ્કાર આદિનું ઉક્તપણું છે અને જે કારણથી ચોદકપ્રશ્નપૂર્વક યતિને આશ્રયીને આર્ષ છે.
“જો લિગ અપ્રમાણ છે તો શ્રમણલિંગને જોઈને નિશ્ચયથી ક્યો ભાવ છે તે જણાતો નથી આ સાધુમાં ભાવસાધુપણું છે કે નહિ તે ભાવ જણાતો નથી. વળી સાધુ વડે શું કરવું જોઈએ ?” (આવશ્યકનિર્યુક્તિ
૧૧૨૪)
વ્યાખ્યા :- જો લિંગદ્રવ્યલિંગ, અપ્રમાણ=વંદન પ્રવૃત્તિમાં, અકારણ છે આ રીતે તો નિશ્ચયથી નિર્ણય થતો નથી પરમાર્થથી છઘસ્થજીવ વડે નિશ્ચય થતો નથી. શું નિશ્ચય થતો નથી ? તેથી કહે છે. કોનો ક્યો ભાવ છે? તેનો નિર્ણય થતો નથી. જે કારણથી અસંયત પણ=ભાવસાધુપણા વિના પણ, લબ્ધિ આદિ નિમિત્ત સંયત, સાધુની જેમ ચેષ્ટા કરે છે અને સંયત સાધુ પણ કારણથી=અપવાદ કારણથી અસંયતની જેમ ચેષ્ટા કરે છે. તે કારણથી આ રીતે વ્યવસ્થિત હોતે છતે અસંયત પણ