SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૧ તો સર્વ ઋદ્ધિથી, સર્વ વિભૂતિથી, સર્વ બલથી અને સર્વ પુરુષાર્થથી ઇત્યાદિ વચન હોવાથી પ્રભાવના નિમિત્તે મહાઋદ્ધિથી દેવગૃહમાં જાય છે અને જો સામાન્ય વૈભવ હોય તો ઔદ્ધત્યના પરિહારથી પોતાની શક્તિ અનુરૂપ આડંબરને ધારણ કરતો મિત્ર-પુત્રાદિથી પરિવૃત દેવગૃહમાં જાય છે. અને ત્યાં ગયેલો પુષ્પ, તાંબૂલ આદિ સચિત્ત દ્રવ્યોના પરિહારથી, મુગટ છોડીને શેષ આભરણાદિ અચિત્ત દ્રવ્યોના પરિહારથી, કર્યું છે એક પૃથુલ વસ્ત્રનું ઉત્તરાસંગ જેણે એવો અને આ પુરુષને આશ્રયીને જાણવું=ઉત્તરાસંગ કરવાની વિધિ પુરુષને આશ્રયીને જાણવી. સ્ત્રી વળી સવિશેષ ઢાંકેલા અંગવાળી વિનયથી નમેલા શરીરવાળી જાય છે. અને જિનેન્દ્રને જોઈને અંજલિબંધને મસ્તક ઉપર આરોપણ કરતી ‘નમો જિણાણં' એ પ્રમાણે બોલે છે અને નમસ્કાર કરે છે. અને [આ પણ=ભગવાનને જોઈને મસ્તકે અંજલિબંધ હાથનું આરોપણ કરવું એ પણ સંઘાચારવૃત્તિમાં સ્ત્રીઓને નિષિદ્ધ છે. અને તે પ્રમાણે પાઠ છે. એક સાટિકાવાળું ઉત્તરાસંગ કરવું અને જિનનું દર્શન થયે છતે મસ્તક પર અંજલિબદ્ધ કરવું એ બંને કથન પુરુષને આશ્રયીને કહેવાયાં છે. વળી સ્ત્રી સવિશેષ ઢાંકેલા અંગવાળી વિનયથી નમેલા શરીરવાળી હોય છે. અને તે પ્રમાણે આગમ છે – “વિનયથી ઉપનત ગાત્ર યષ્ટિ વડે” આટલાથી=આટલા પાઠથી, શક્રસ્તવાદિમાં પણ આમને=સ્ત્રીઓને, મસ્તક પર અંજલિન્યાસ ઘટતો નથી; કેમ કે તે પ્રકારે કરવામાં હૃદય આદિના દર્શનની પ્રસકિત છે. જે વળી, ‘રૈવતં ખાવ દુ' એ પ્રમાણે બોલે છે એમ દ્રૌપદીના પ્રસ્તાવમાં કહેવાયું. તે ભક્તિ માટે ચુંચ્છનાદિની જેમ અંજલિમાત્રના ભ્રમણને સૂચનપર છે=સૂચન કરનાર છે. પરંતુ પુરુષોની સાથે સર્વ સામ્ય માટે નથી. અથવા તે પ્રકારે રહેલી જ દ્રૌપદી=ઊંચા હાથ કરીને રહેલી જ દ્રૌપદી, સૂત્ર ઉચ્ચારણમાં તત્પર છે એમ ન કહેવું; કેમ કે અન્યપણ નૃપાદિ વિજ્ઞપનાદિ આદિમાં તે પ્રમાણે કથન છે=સ્ત્રીઓએ ઊંચા હાથ કરીને કરવું જોઈએ નહિ તે પ્રમાણે કથન છે ઇત્યાદિ ઉક્તપ્રાય આગમાદિના અવિરોધથી પરિભાવન કરવું જોઈએ.] અને મનને એકાગ્ર કરતો શ્રાવક પાંચ પ્રકારના અધિગમથી વૈષધિકીપૂર્વક પ્રવેશ કરે છે. જેને કહે છે - “સચિત્ત દ્રવ્યના ત્યાગથી, અચિત્ત દ્રવ્યના અત્યાગથી, એકસાટિકાવાળા ઉત્તરાસંગથી, ચક્ષુના દર્શનમાં અંજલિના પ્રગહથી, મનના એકાગ્રકરણથી જિનાલયમાં પ્રવેશ કરવો જોઈએ એમ અન્વય છે.” (ભગવતીસૂત્ર ૨-૫, જ્ઞાતાધર્મકથા અધ્યયન ૧ સૂ. ૨૨, ૫. ૪૬એ) વળી રાજાદિ ચૈત્યમાં પ્રવેશ કરતાં તત્કાલ રાજચિહ્નોનો ત્યાગ કરે છે જે કારણથી કહેવાયું છે “રાજચિહ્નોને છોડીને જિનાલયમાં પ્રવેશ કરે એમ અન્વય છે. રાજચિહ્નો ક્યાં છે તે કહે છે. ૫ શ્રેષ્ઠ રાજચિહ્નો છે. ૧. ખડ્ગ, ૨. છત્ર, ૩. પગરખાં, ૪. મુગટ અને ૫. ચામર.” (વિચારસાર ગા. ૬૬૫, શ્રાદ્ધદિનકૃત્ય ગા. ૫૦)
SR No.022042
Book TitleDharm Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy