SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ . ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૧ રીતે અપ્રતિહતવરજ્ઞાનદર્શનપણું હોવાથી અને વ્યાવૃત છદ્મપણું હોવાથી સ્તોતવ્યસંપદાની જ સકારણ સ્વરૂપસંપદ છે. અને આ=ભગવાન, કલ્પિત અવિઘાવાદીઓ દ્વારા પરમાર્થથી અજિનાદિ જ ઇચ્છાય છે=અવિદ્યારૂપ રાગાદિ કલ્પિત છે તેથી પરમાર્થથી રાગાદિને જીતનારા કોઈ નથી માટે અજિનાદિ ઇચ્છાય છે; કેમ કે ભ્રાંતિમાત્ર અસવિદ્યા છે. એ પ્રકારનું વચન છે. એના વ્યપોહ માટે=એ મતના નિવારણ માટે કહે છે. જિણાણું જાવયાણં : જિન અને જાપક એવા ભગવાનને નમસ્કાર થાઓ એમ અન્વય છે. રાગાદિ જેતૃપણું હોવાથી જિન છે. અને રાગાદિનું અસત્ત્વ નથી; કેમ કે પ્રતિ પ્રાણીમાં અનુભવસિદ્ધપણું છે. અને અનુભવ પણ ભ્રાંત નથી; કેમ કે સુખ-દુઃખાદિ અનુભવમાં પણ ભ્રાંતિનો પ્રસંગ છે. અને આ રીતે જેય એવા રાગાદિનો સંભવ હોવાથી જિનત્વ અવિરુદ્ધ છે, એ રીતે રાગાદિને જ સદુપદેશાદિથી જિતાવે છે. એથી જાપક છે=ભગવાન જાપક છે. તેઓને નમસ્કાર થાઓ એમ અન્વય છે. તિન્નાણં તારયાણં : આ પણ=ભગવાન પણ, કાલકારણવાદી એવા અનંતશિષ્યો દ્વારા ભાવથી અતીર્ણ આદિ જ ઇચ્છાય છે; કેમ કે કાલ જ કૃત્સન જગતનું આવર્તન કરે છે=સંપૂર્ણ જગતનું આવર્તન કરે છે એ પ્રકારનું વચન છે. એના નિરાસ માટે=કાલકારણવાદીના મતના નિરાકરણ માટે કહે છે. તીર્ણ અને તારક એવા ભગવાનને નમસ્કાર થાઓ એમ અન્વય છે. સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રરૂપી નાવથી ભવરૂપી સમુદ્રને તર્યા છે. માટે તીર્ણ છે અને તીર્ણ પારગત એવા આમને આવર્ત સંભવતો નથી; કેમ કે તેના ભાવમાં=ફરી આવર્તના ભાવમાં મુક્તિની અસિદ્ધિ છે. અને આ રીતે મુક્ત ફરી ભવમાં થતા નથી એથી તીર્ણપણાની સિદ્ધિ છે. આ રીતે અન્યજીવોને પણ તારે છે. એથી તારક છે=ભગવાન તારક છે. તેઓને નમસ્કાર થાઓ એમ અન્વય છે. બુદ્ધાણં બોહયાણં : આ પણ=ભગવાન પણ, પરોક્ષજ્ઞાનવાદી એવા મીમાંસકોના ભેદ વડે અબુદ્ધ આદિ ઇચ્છાય છે; કેમ કે ‘અપ્રત્યક્ષ અમારી બુદ્ધિ છે. પ્રત્યક્ષ અર્થ છે.’ એ પ્રમાણે શાબરભાષ્યમાં મીમાંસકોનું વચન છે. આવા વ્યવચ્છેદ માટે=મીમાંસકના મતના નિરાકરણ માટે કહે છે. બુદ્ધ અને બોધક એવા ભગવાનને નમસ્કાર થાઓ એમ અન્વય છે. અજ્ઞાનનિદ્રાથી પ્રસુપ્ત એવા જગતમાં અપરોપદેશથી જીવાજીવાદિ રૂપ તત્ત્વના સ્વસંવેદિત જ્ઞાનથી બોધવાળા બુદ્ધ છે=ભગવાન બુદ્ધ છે. અને અસ્વસંવેદિતજ્ઞાનથી અર્થજ્ઞાન સંભવતું નથી. અદૃષ્ટ પ્રદીપ બાહ્ય અર્થને પ્રત્યક્ષ કરતો નથી જ. અને ઇન્દ્રિયોની જેમ અસંવેદિત પણ જ્ઞાનનું અર્થપ્રત્યક્ષીકરણ છે એમ ન કહેવું; કેમ કે
SR No.022042
Book TitleDharm Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy