SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧૧ ચારગતિઓનો અંત છે જેનાથી તે ચતુરન્ત. ચક્રના જેવું ચક્ર; કેમ કે રૌદ્ર-મિથ્યાત્વ આદિ ભાવશત્રુનું લવન કરનાર છેઃછેદ કરનાર છે. તેનાથી-ચક્રથી વર્તે છે. એવા સ્વભાવવાળા ધર્મવરચતુરન્ત ચક્રવર્તી છે. “ચાતુરંત’ એમાં સમૃદ્ધિ આદિપણું હોવાથી=વ્યાકરણનો નિયમ હોવાથી આત્વ છે. ધર્મદત્વાદિથી સ્તોતવ્યસંપદાની જ વિશેષ ઉપયોગસંપદા કહેવાઈ. હવે “સર્વ જુઓ કે ન જુઓ ઈષ્ટતત્વને જુઓ. કીટક સંખ્યાનું પરિજ્ઞાન તેનો-કીટકની સંખ્યાના જ્ઞાનનો, અમને ક્યાં ઉપયોગ છે?–અમને કોઈ ઉપયોગ નથી.” (પ્રમાણવાર્તિક ૧-૩૩) એ પ્રકારના સર્વદર્શનના પ્રતિક્ષેપથી ઈષ્ટ તત્ત્વદર્શનવાદી સૌગતોનો પ્રતિક્ષેપ કરે છેઃનિરાકરણ કરે છે. અપ્પડિહયવરતાણ દંસણધરાણ વિયટ્સછઉમાણુ અપ્રતિહત વરજ્ઞાનદર્શનને ધારણ કરનારા વ્યાવૃત છદ્મવાળા એવા ભગવાનને નમસ્કાર થાઓ એમ અવય છે. ‘અપ્રતિહત'=સર્વત્ર અપ્રતિમ્મલિત, વરકક્ષાયિકપણું હોવાથી પ્રધાન એવા જ્ઞાન-દર્શનને=વિશેષ સામાન્ય અવબોધરૂપ જ્ઞાન-દર્શનને ધારણ કરે છે એથી અપ્રતિહત વરજ્ઞાનદર્શનધર ભગવાન છે. તેઓને નમસ્કાર થાઓ એમ અવય છે. અને અપ્રતિહત વરજ્ઞાનદર્શનધરપણું નિરાવરણપણાને કારણે અને સર્વજ્ઞાનદર્શનસ્વભાવપણાને કારણે છે. અને જ્ઞાનનું ગ્રહણ આદિમાં સર્વલબ્ધિઓ સાકારઉપયોગ યુક્તને થાય છે. એ જ્ઞાપન માટે છે. અને આ=ભગવાન, તત્વથી અવ્યાવૃત છદ્મસ્થ જ્ઞાનવાળા જ છે એ પ્રમાણે કેટલાક ઇચ્છે છે. જેને કહે છે – “જ્ઞાની ધર્મતીર્થના કર્તા પરમપદમાં જઈને તીર્થનો નાશ થતો હોવાથી ફરી પણ ભવમાં આવે છે.” [૧] અને “દગ્ધઇંધનવાળોઃકર્મરૂપી ઇંધન બળી ગયું છે એવો પુરુષ, ભવનું પ્રમાર્થન કરીને=ભવનો નાશ કરીને, ફરી પ્રાપ્ત કરે છે–ફરી ભવ પ્રાપ્ત કરે છે, નિર્વાણ પણ અનવધારિતભીરુ નિષ્ઠ છે. મુક્ત અને સ્વયં કૃતભવવાળા પરાર્થશૂર છે. તમારા શાસનથી પ્રતિહત એવા તેઓમાં અહીં મોહનું રાજ્ય છે.” III (સિદ્ધસેન દ્વત્રિશિંકા-૨/૧૮) ‘ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. તેની નિવૃત્તિ માટે કહે છે. વ્યાવૃત છદ્મવાળા ભગવાનને નમસ્કાર થાઓ એમ અવય છે. છાદન કરે તે છધ, જ્ઞાનાવરણ આદિ ઘાતકર્મ અને તેના બંધની યોગ્યતા લક્ષણ ભવનો અધિકાર વ્યાવૃત થયો છેઃનિવૃત થયો છે જેમના વડે તે તેવા પ્રકારના છે=વ્યાવૃત છઘવાળા છે. અફીણ સંસારમાં અપવર્ગ-મોક્ષ, નથી. ક્ષીણમાં=ક્ષીણ સંસારમાં, જન્મપરિગ્રહ નથી=જન્મનું ગ્રહણ નથી, એથી અસત્ છે=પૂર્વપક્ષીનું કથન અસત્ છે; કેમ કે હેતુનો અભાવ છે ફરી જન્મના હેતુનો અભાવ છે. તીર્થના નાશ કરનારાના જન્મનો પરાભવ હેતુ છેઃફરી જન્મતો હેતુ છે, એમ ન કહેવું; કેમ કે તેઓએ=મોક્ષમાં ગયેલાઓને, મોહનો અભાવ છે. અથવા મોહમાં અપવર્ગ છે એ પ્રલાપ માત્ર છે. આ
SR No.022042
Book TitleDharm Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy