________________
ધર્મસંગ્રહ ભાગ-૪ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧
૧૦૧ અહીં=ઈર્યાપથિકી સૂત્ર દ્વારા, ત્રેસઠથી અધિક પાંચસો=૫૬૩, જીવોનું આ પ્રમાણે મિથ્યાદુષ્કૃત અપાય છે. અને તેના ભેદો-૫૬૩ જીવોના ભેદો, અઢાર લાખ ચોવીસ હજાર એકસોવીસ ૧૮,૨૪,૧૨૦ થાય છે. તે આ પ્રમાણે – સાત નરકમાં થનારા જીવોના પર્યાપ્તા અને અપર્યાપ્તાના ભેદથી ૧૪ ભેદો, પૃથ્વી-જલ-અગ્નિ-વાયુ-અનંત વનસ્પતિ પર્યાપ્તા-અપર્યાપ્તા, સૂક્ષ્મ-બાબર ભેદ વડે ૨૦ ભેદ છે. અને પ્રત્યેક વનસ્પતિ, બેઇજિદ્રય, ઇન્દ્રિય, ચઉરિદ્રિયના પર્યાપ્તા અને અપર્યાપ્તા એ પ્રમાણે ૮ ભેદ, જલચર-સ્થલચર-ખેચર અને ઉરપરિસર્પ અને ભુજપરિસર્પ સંશી અસંશી પર્યાપ્તા અપર્યાપ્તાના ભેદથી ૨૦ – આ રીતે તિર્યંચના ભેદો ૪૮ થયા. કર્મભૂમિના ૧૫, અકર્મભૂમિના ૩૦, અંતરદ્વીપના ૫૬ એ પ્રમાણે ૧૦૧, આ ગર્ભજના પર્યાપ્તા-અપર્યાપ્તાપણાથી ૨૦૨, વળી, “સંમૂચ્છિકપણાથી ૩૦૩ મનુષ્યના ભેદ છે. ભવનપતિના ૧૦, વ્યંતરના ૧૬, ચર અને સ્થિરતા ભેદથી ભિન્ન જ્યોતિષ્કના ૧૦, કલ્પમાં થનાર ૧૨, રૈવેયકના ૯, અનુત્તરોપપાતિના ૫, લોકાંતિકતા ૯, કિલ્બિષિકાના ૩, ભારત-ઐરાવત વૈતાઢ્યના દશકમાં રહેલા - “૧ અન્ન ૨ પાણ ૩ સયણ ૪ વત્ય ૫ લેણ ૬ પુષ્પ ૭ ફલ ૮ પૂર્વ ૯ બહુફલ ૧૦ અનિવનિયુક્ત જન્મના દસ પ્રકારના છે.” એ પ્રમાણે જુમ્ભકા ૧૦ છે. પરમાધાર્મિક ૧૫ છે. સર્વ પર્યાપ્તા અને અપર્યાપ્તાના ભેદથી ૧૯૮ દેવના ભેદ છે. (૯૯ X ૨ = ૧૯૮.) સર્વ મિલિત ૫૬૩ જીવભેદો થયા. ‘અભિહયા ઈત્યાદિ ૧૦ પદથી ગુણિત ૫૬૩૦, રાગદ્વેષથી ગુણિત ૧૧૨૬૦ ભેદ થયા. (તેને) યોગત્રયથી ગુણતાં ૩૩,૭૮૦ ભેદ થાય. તેને કૃત-કારિતઅનુમિતિથી ગણતાં ૧,૦૧,૩૪૦ ભેદ થયા અને આને ત્રણ કાળથી ગુણતા=અતીત-અનાગતવર્તમાન ત્રણ કાળથી ગુણતાં ૩,૦૪,૦૨૦ ભેદ થયા. તે અરિહંત-સિદ્ધ-સાધુ-દેવ-ગુરુ-આત્મસાક્ષીથી ગુણતાં ૧૮,૨૪,૧૨૦ થયા. આ અર્થને કહેતારી ગાથા ‘અથા'થી બતાવે છે.
૧. ચઉદસપય=૧૪ પદકનારકના ૧૪ ભેદ ૨. અડચત્તા=૪૮ તિર્યંચના ભેદ ૩. તિગહિઅતિસયા= ત્રણથી અધિક ત્રણ સો=૩૦૩ મનુષ્યના ભેદ અને ૪. સય અડનઉ=૧૯૮ દેવના ભેદ ચારગતિના ભેદો છે. દસગુણ મિચ્છા=દસગુણમ્ ઈચ્છા=ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ ! (ઇરિયાવહિયા સૂત્રના અભિયાદિ) ૧ પદોથી ગુણિત=૧૦ વડે ગુણવાથી=૪ ગતિના કુલ ૫૬૩ ભેદોને ૧૦ વડે ગુણવાથી પણસહસા છસયતીસા ય=પાંચ હજાર છસોત્રીસ થયા. (૫૬૩ x ૧૦ = ૫૬૩૦). (૧) વેરઈયા સત્તવિહા=સાત પ્રકારના નારક પક્ઝઅપજ્જતeણ ચઉદસહા=પર્યાપ્તા અપર્યાપ્તાના ભેદથી ૧૪ પ્રકારના અડચત્તાઈસંખા=૪૮ સંખ્યા=તિરિ=તિર્યંચની વચૂ દેવાણં પણ એવં=નર, દેવોની વળી આ પ્રમાણે=નરના ૩૦૩ અને દેવોના ૧૯૮ આ પ્રમાણે (૨) ભૂદષ્ટિ વાઉબંતા વીસ–પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુઅનંતા અનંતકાય વનના વીસ ભેદ સેસતર, વિગલ અઢેવ=પ્રત્યેક વન. વિકલેન્દ્રિયના ૮ ભેદ ગર્ભેઅરપજેઅર=ગર્ભજ, ઈતર=અગર્ભજ, પર્યાપ્ત, ઈતર=અપર્યાપ્ત=ગર્ભજ સંમૂછિમ પર્યાપ્તા અપર્યાપ્તા ૧ જલચર ૨ સ્થલચર ૩ નહ=ખેચર ૪ ઉર ઉરપરિસર્પ ૫ ભુઆ=ભુજપરિસર્પના ૨૦ ભેદ=(આ પ્રમાણે તિર્યંચના કુલ ૪૮ ભેદ) (૩) પનરસ=૧૫ તીસ=૩૦ છપ્પલા=૫૬ કમ્માકમ્મા તાંતરીવા=૧૫ કર્મભૂમિના, ૩૦ અકર્મભૂમિના, ૫૬ અંતÁપના ગબભયપજ્જયપજ્જા= ગર્ભજ પર્યાપ્તા અપર્યાપ્તા મુશ્કય અપજ્જા=સંમૂચ્છિમ અપર્યાપ્તા તિસયતિતિ=૩૦૩ મનુષ્યના ૩૦૩ ભેદ (૪) ભવણા પરમા જંભય વણયર દસ પનર દસ ય સોલસગં=ભવનપતિના ૧૦, પરમાધામીના ૧૫, શંભૂકના ૧૦, વ્યંતરના ૧૬ ભેદ. ચરથિર જોઈસદસગં=ચર અને સ્થિર જ્યોતિષ્કના ૧૦ ભેદ, કિબ્લિસિતિઆ નવ ય લોગંતા=કિલ્બિષિકના