SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭ ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧ જોઈએ. બધા વડે સ્નાત્ર=પ્રક્ષાલ, કરાયે છતે ફરી સ્નાત્ર નહિ કરવા માટે ફરી પ્રક્ષાલ નહિ કરવા માટે, શુદ્ધ જલ વડે ધારા કરવી જોઈએ. તેનો પાઠ આ છે. “ધ્યાનમંડળના અગ્ર એવા પુરુષની ધારાની જેમ ભગવાનને કરાતા અભિષેકના પાણીની ધારા અત્યંત પણ ભાવરૂપ ભવનની ભીંતોના ભાગોને તોડનારી થાઓ.” (અહંદ્રઅભિષેક પર્વ-૩, શ્લોક-૧૨) ત્યાર પછી અંગભૂંછણા-વિલેપનાદિ પૂજા પૂર્વની પૂજાથી અધિક કરવી જોઈએ. સર્વ પ્રકારે ધાન્ય, પક્વાન્ન, શાક, વિગઈ, ફલાદિ વડે બલિનું અર્પણ કરવું જોઈએ. જ્ઞાનાદિરત્નત્રયથી યુક્ત એવા શ્રાવકે લોકત્રયના અધિપતિ એવા ભગવાનની આગળ ત્રણ પંજ કરવા ઉચિત છે=ધાવ્યાદિના ત્રણ પંજો કરવા ઉચિત છે. પ્રથમ, શ્રાવકે વૃદ્ધ અને નાનાની વ્યવસ્થાથી, ત્યાર પછી શ્રાવિકાઓએ સ્નાત્ર પૂજાદિ કરવી જોઈએ. અને જિજન્મમહોત્સવમાં પણ સ્વપરિવારથી યુક્ત અય્યત ઈન્દ્ર પૂર્વમાં સ્નાત્રપૂજાદિ કરે છે. ત્યાર પછી યથાક્રમ અન્ય ઈન્દ્રો સ્નાત્રાદિ કરે છે. અને સ્નાત્રજલનું પણ શેષની જેમ મસ્તકાદિ પર ક્ષેપ કરાયે છતે પણ દોષની સંભાવના કરવી જોઈએ નહિ. જે કારણથી હૈમશ્રીવીર ચરિત્રમાં કહેવાયું છે – સુર-અસુર-નાગદેવો વારંવાર વંદન કરતા હતા અને વળી તે અભિષેક જલને પોતાના સર્વ અંગ પર નાખતા હતા.” ji૧TI શ્રી પદ્મચરિત્રમાં પણ ઓગણત્રીશ (૨૯) ઉદેશમાં અષાઢ સુદ અષ્ટમીથી આરંભીને દશરથરાજા વડે કરાયેલા અષ્ટાહ્નિકા ચૈત્યના સ્નાત્રના મહાધિકારમાં કહેવાયું છે – - “તે હવણ સંબંધી જલ રાજા વડે પોતાની રાણીઓને મોકલાવાયું અને તરુણ એવી સ્ત્રીઓએ ગ્રહણ કરીને મસ્તક ઉપર છાંટ્યું જ.” |૧| “કંચુકીના હાથથી ગ્રહણ કરાયેલું ગંધોદક સ્નાત્રજલ, જ્યારે ચિરકાળે આવે છે ત્યારે પટ્ટરાણી શોક અને ક્રોધને પામી.” પરા ઈત્યાદિ “ “ક્રોધ પામેલી તે પટ્ટરાણી તે શાંતિજલ વડે કંચુકીથી અભિસિચન કરાઈ ત્યાર પછી શાંત થયેલા માનસ અગ્નિવાળી પ્રસન્ન હૃદયવાળી થઈ.” lia બૃહત્ શાંતિસ્તવમાં પણ ‘શાંતિનું પાણી મસ્તકે રાખવું જોઈએ.’ એ પ્રમાણે કહેવાયું છે. સંભળાય પણ છે – જરાસંધથી મૂકાયેલ જશના ઉપદ્રવવાળા સ્વસૈન્યને શ્રી તેમનાથ ભગવાનની વાણીથી કૃષ્ણ દ્વારા આરાધના કરાયેલ નાગેન્દ્રથી પાતાલમાં રહેલ શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાને શંખેશ્વરપુરમાં લાવીને તેના સ્વપનના પાણી વડે જિનપ્રતિમાના સ્નાનના પાણી વડે, પટ્ટ કર્યું પોતાના સૈન્યને પટુ કર્યું. જિનદેશનાના સમવસરણમાં રાજાદિ વડે પ્રક્ષિપ્ત દૂર રૂપવાળા બલિને અર્ધપતિત દેવો ગ્રહણ કરે છે. તેનો અર્થનો અર્ધ ભાગ રાજા ગ્રહણ કરે છે. વળી શેષ, લોકો ગ્રહણ કરે છે. મસ્તક ઉપર નંખાયેલા તેના સિંચનથી પણ=સ્નાત્રજલના સિંચનથી પણ, વ્યાધિ ઉપશાંત
SR No.022042
Book TitleDharm Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy