________________
૮૬
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૧
પૂર્વમાં=પ્રથમ, યુક્તિવાળી જ મૂળબિંબની પૂજા છે. એથી પ્રસંગથી સર્યું. સવિસ્તર પૂજાના અવસરમાં નિત્ય અને વિશેષથી પર્વ દિવસોમાં ૩-૫-૭ કુસુમાંજલિના પ્રક્ષેપાદિપૂર્વક ભગવાનનું સ્નાત્ર કરવું જોઈએ. ત્યાં આ વિધિ યોગશાસ્ત્ર વૃત્તિ અને શ્રાદ્ધવિધિની વૃત્તિમાં લખાયેલી છે.
સવારમાં પ્રથમ નિર્માલ્ય ઉત્સારણ, પ્રક્ષાલન, સંક્ષેપપૂજા, આરતી અને મંગળદીવો, ત્યાર પછી સ્નાત્રાદિ સવિસ્તર દ્વિતીય પૂજાના પ્રારંભમાં દેવની આગળ કેસર-જલથી યુક્ત કળશ સ્થાપન કરવો જોઈએ. ત્યાર પછી
“મૂક્યો છે અલંકારનો સમૂહ જેમણે એવું સૌમ્યત્વ અને કાંતિથી કમનીય સહજ નિજરૂપથી નિજિત જગત્રયવાળું જિનબિબ અમારું રક્ષણ કરો." II૧TI એ પ્રમાણે કહીને અલંકારો ઉતારવા જોઈએ. .
“દૂર કરાયેલા કુસુમના સમૂહવાળું પ્રકૃતિથી પ્રતિષ્ઠિત મનોહર છાયાવાળું જિનબિંબ મજ્જનપીઠ પર સ્થાપિત અમને શિવને આપો.” ગરા એ પ્રમાણે કહીને નિર્માલ્ય ઉતારવું જોઈએ.
ત્યાર પછી પૂર્વમાં કહેલા કળશોનું ઢાલન=કળશોથી ભગવાનનો અભિષેક અને પૂજા, હવે સ્વચ્છ ધૂપિત કળશોમાં સ્નાત્ર યોગ્ય સુગંધી જલનો ક્ષેપ કરવો, શ્રેણીથી તેઓનું વ્યવસ્થાપનશ્રેણીથી કળશોનું સ્થાપન, અને સુંદર વસ્ત્રોથી આચ્છાદન=કળશોનું આચ્છાદન, ત્યાર પછી પોતાના પોતાના ચંદન-ધૂપાદિથી કરાયેલા તિલક હસ્તકંકણવાળા હસ્તથી ધૂપનાદિ કૃત્યવાળા શ્રેણીમાં રહેલા શ્રાવકો કુસુમાંજલિના પાઠોને બોલે છે. ત્યાં
“શતપત્ર, કુંદ, માલતી, બહુવિધ કુસુમારિરૂપ પંચવર્ણાદિ સ્વરૂપ કુસુમાંજલિને હર્ષિત થયેલા દેવો જિનનાથના ન્ડવણકાલમાં આપે છે." [૧] એ પ્રમાણે કહીને દેવતા=જિનપ્રતિમાના મસ્તક ઉપર પુષ્પોનું આરોપણ કરવું.
ગંધથી આવજિત ભમરાઓના મનોહર ઝંકારના શબ્દથી સંગીતવાળા જિનેશ્વરોનાં ચરણો ઉપર મૂકાયેલી કુસુમાંજલિ તમારા દુરિતને દૂર કરો." I૧TI.
ઈત્યાદિ પાઠોથી પ્રતિ ગાથાદિ પાઠને કરીને જિતના ચરણની ઉપર એક શ્રાવકે કુસુમાંજલિનાં પુષ્પો મૂકવાં જોઈએ. અને સર્વ કુસુમાંજલિના પાઠોમાં તિલક, પુષ્પ, પત્ર, ધૂપાદિનો વિસ્તાર જાણવો. ત્યાર પછી ઉદાર મધુર સ્વરથી અધિકૃત જિનજન્મના અભિષેકના કળશનો પાઠ કરવો જોઈએ. ત્યાર પછી ઘી-અક્ષરસ-દૂધ-દહીં-સુગંધીજલવાળા પંચામૃત વડે સ્નાત્ર કરવું જોઈએ=પંચામૃત વડે ભગવાનનો પ્રક્ષાલ કરવો જોઈએ. અને ભગવાનના પ્રક્ષાલના અંતરાલોમાં ધૂપ કરવો જોઈએ. સ્વાત્રકાલમાં પણ જિનતા મસ્તક પર પુષ્પો વડે અશૂન્ય કરવું જોઈએ=ઘણાં પુષ્પો મૂકવાં જોઈએ. જેને વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ કહે છે – - “સ્નાત્રની પરિસમાપ્તિ સુધી ભગવાનના મસ્તક ઉપર અશૂન્ય સતત, ઉત્તમ પુષ્પોથી આંતરા સહિત પાણીની ધારાના પાકને કરવો જોઈએ.” (અહંદુ અભિષેક પર્વ-૩, શ્લોક-૪).
અને સ્નાત્ર કરાયે છતે સતત ચામર-સંગીત-વાજિત્ર આદિનો આડંબર સર્વ શક્તિથી કરવો