SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૩૬ છે – જેની સાથે કોઈક રીતે આયાત વેર છે=પ્રાપ્ત થયેલું વેર છે. તેને જે પરિહાર કરવા માટે સમર્થ નથી, તેના પણ પુત્ર-પૌત્રાદિ સાથે જે વેર છે તે પ્રમાદ આચરણ છે. ભક્તકથા જે આ પ્રમાણે છે. અને આ આ માંસ્પાક, અડદ, મોદક, લાડવા આદિ સાધુ ભોજ્ય છે સુંદર ભોજન છે. આના વડે સુંદર ખવાય છે ઘણું ખવાય છે. હું પણ ખાઈશ ઈત્યાદિરૂપ ભોજનકથા છે. સ્ત્રીકથા જે આ પ્રમાણે છે– સ્ત્રીઓના નેપથ્ય, અંગહાર, હાવભાવાદિ વર્ણનરૂપ સ્ત્રીકથા છે. અથવા “કટીની સ્ત્રીઓ કામના ઉપચારમાં ચતુર હોય છે. લાટની સ્ત્રીઓ વિદગ્ધ=વિચક્ષણ, હોય છે.” ઈત્યાદિ રૂપ સ્ત્રીકથા છે. અને દેશકથા આ પ્રમાણે છે – દક્ષિણાપથ પ્રચુર અન્નપાન, સ્ત્રીસંભોગપ્રધાન છે. પૂર્વનો દેશ વિચિત્ર વસ્તુ ગોળ, ખાંડ, ચોખા મદ્યાદિપ્રધાન છે. ઉત્તરાપથમાં પુરુષો શૂરવીર હોય છે. ઘોડાઓ ગતિવાળા હોય છે. ઘઉં પ્રધાન ધાન્ય હોય છે. કુંકુમ=કેસર, સુલભ હોય છે. દ્રાક્ષ, દાડમ, કપિત્થ=કોઠા, મધુર હોય છે. પશ્ચિમ દેશમાં સુખાકારી સ્પર્શવાળાં વસ્ત્રો, શેરડી સુલભ અને પાણી ઠંડું હોય છે. રાજકથા : જે આ પ્રમાણે છે – અમારો રાજા શૂરવીર છે. ચેડા દેશનો રાજા બહુ ધનવાન છે. ગૌડદેશનો રાજા બહુ હાથીવાળો છે. તુર્કસ્તાનનો રાજા અશ્વપતિ છે=ઘણા અશ્વવાળો છે. ઈત્યાદિ રાજકથા છે. આ રીતે પ્રતિકૂલ પણ ભક્તાદિ કથા જાણવી=પૂર્વમાં જેમ પ્રશંસાદિ રૂપે ભક્તકથાદિ બતાવી તે રીતે નિદાદિરૂપ ભક્તાદિકથા જાણવી.” (તુલા યોગશાસ્ત્ર ટીકા, ૫. ૪૭૩-૪) આ પ્રમાણે મધાદિ પાંચ પ્રકારના પ્રમાદનો વિસ્તાર છે. અને ત્યાં જ પાંચ પ્રકારના પ્રમાદાચરણમાં, “જિતભવનમાં વિલાસ, હાસ્ય, ઘૂંકવું, નિંદ્રા, કલહ, દુષ્કથા, ચાર પ્રકારનો આહાર કરવો (પ્રમાદાચરણ છે.) III (યોગશાસ્ત્ર ૩-૮૧). જિનભવનની મધ્યમાં વિલાસ=કામચેષ્ટા, હાસ્યખડખડ અવાજ રૂપે હસવું, નિષ્ઠિવન=ભૂંકવું, કલહ=રાડો પાડવી, દુષ્કથા-ચોર, પરસ્ત્રી આદિની કથા, અશન-પાન-ખાદ્ય-સ્વાદ રૂપ ચાર પ્રકારના આહારનો ત્યાગ કરે એ પ્રમાણે પૂર્વથી સંબંધ કરવો.” (યોગશાસ્ત્ર ટીકા- ૫.૪૭૫) અને આળસ આદિથી ઘી, તેલ,પાણી આદિનાં વાસણોને ખુલ્લાં મૂકવાં પ્રમાદાચરણ છે. માર્ગ હોતે છતે=અન્ય માર્ગ હોતે છતે, વનસ્પતિ આદિ ઉપર ગમન અથવા અશોધિત માર્ગમાં ગમન જીવો છે કે નહીં તેને જોયા વગર માર્ગમાં જવું પ્રમાદાચરણ છે. અનાલોકિત સ્થાનમાં હસ્તક્ષેપાદિ=જોયા વગરના સ્થાનમાં હાથનું સ્થાપન કરવું કે બેસવું તે પ્રમાદાચરણ છે. વિદ્યમાન પણ સ્થાન હોતે છતે અવ્ય-સ્થાન વિદ્યમાન હોતે છતે પણ સચિત્ત ઉપર સ્થિતિ આદિ કરે અથવા વસ્ત્રાદિને મૂકે તે પ્રમાદાચરણ છે. પતક, કુંથુવાદિથી યુક્ત ભૂમિ ઉપર અવશ્રાવણ આદિનો ત્યાગ કરે પેશાબ આદિ કરે એ પ્રમાદાચરણ છે. અયતનાથી કપાટ દ્વારના અર્ગલા આપે દ્વારની સ્ટોપર ખોલે - બંધ કરે. એ પ્રમાદાચરણ છે. ફોગટ=કારણ વગર પત્ર, પુષ્પાદિને તોડવાં, માટી-ખડી-વણિકાનું મર્દન કરવું, અગ્નિને પ્રગટાવવો, ગાય આદિને ચાબખા મારવા; શસ્ત્રનો વ્યાપાર, નિષ્ફર એવું મર્મભાષણ, હાસ્ય-લિંદાનું કરણ આદિ પ્રમાદાચરણ છે. રાત્રિમાં અથવા દિવસમાં પણ અયતનાથી સ્નાન, વાળ ઓળવા, રાંધવું, ખાંડવું, દળવું, ભૂમિનું ખોદવું, માટી આદિનું મસળવું, લેપન, વસ્ત્ર ધોવા અને પાણીનું ગાળવું પ્રમાદાચરણ છે. લેખાદિના ત્યાગમાં સ્થગન આદિની અયતના પણ લેખમાં જીવો મરે નહીં તે માટે તેના ઉપર ધૂળ આદિ નાખવાના વિષયમાં અયતના પણ, પ્રમાદાચરણ છે;
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy