SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૬ ૬૫ “ક્ષેત્રને ખેડ, બળદના સમૂહનું દમન કર, ઘોડાને નપુંસક કર, શત્રુઓનો નાશ કર, યંત્રને ચલાવ, શસ્ત્રને સજ્જ કર" આ પાપોપદેશ છે. એ રીતે “વર્ષાકાળ પાસે આવે છે. વેલડીને સળગાવો, હલફલાદિને સજ્જ કરો, વાવણીનો કાળ ચાલ્યો જાય છે, ક્યારાઓ ભરાઈ ગયા છે, સાડાત્રણ દિવસમાં એનું ગ્રહણ કરો અને ધાન્યની વાવણી કરો, કન્યા ઉંમરવાળી થઈ છે શીઘ્ર વિવાહ કરો, પ્રવહણ અને પૂરણના દિવસો પાસે આવી રહ્યા છે. પ્રવહણ પ્રગુણી કરો" ઇત્યાદિ સર્વ પણ પાપોપદેશ ઉત્સર્ગથી શ્રાવકે ત્યાગ કરવો જોઈએ. અપવાદથી વળી દાક્ષિણ્યાદિના વિષયમાં થતના કરવી જોઈએ. જે કારણથી ‘યોગશાસ્ત્ર'માં કહ્યું છે “બળદોને દમન કર, ક્ષેત્રને ખેડ, ઘોડાને નપુંસક કર, દાક્ષિણ્યના અવિષયમાં આ પાપોપદેશ કલ્પતો નથી." ।।૧।। (યોગશાસ્ત્ર-૩/૭૬) અને હિંસા કરે છે તે હિંસક છે–હિંસાનાં ઉપકરણો આયુધ, અગ્નિ, વિષ આદિ છે. તેઓનું=હિંસાના ઉપકરણનું, અર્પણ=દાન, હિંસકનું અર્પણ છે. હિંસ્ર પણ શસ્ત્રાદિ ઉત્સર્ગથી દેય નથી=શ્રાવક દ્વારા કોઈને આપવા યોગ્ય નથી. વળી, અપવાદથી દાક્ષિણ્ય આદિના વિષયમાં યતના કરવી જોઈએ=અશક્ય પરિહાર હોય એટલું જ આપવું જોઈએ પરંતુ વિચાર્યા વગર હિંસાનાં સાધનો આપવાં જોઈએ નહિ. જે કારણથી યોગશાસ્ત્રમાં કહ્યું છે – – “યંત્ર, લાંગલ=ચાબખા, શસ્ત્ર, અગ્નિ, મુશલ=સાંબેલું, ઉલ્લુખલ આદિ હિંસક સાધનોને દાક્ષિણ્યના અવિષયમાં કરુણાપર શ્રાવક અર્પણ કરે નહિ.” (યોગશાસ્ત્ર-૩/૭૭) અને પ્રમાદથી આચરણ અથવા પ્રમાદનું આચરણ એ પ્રમાદાચરણ છે અને પ્રમાદ “મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચ કહેવાયાં છે.” (ઉત્તરાધ્યયન નિર્યુક્તિ, ગા.૧૮૦) પાંચ પ્રકારની તેની આચરણા પણ વર્જવી જોઈએ. આવો=પાંચ પ્રકારના પ્રમાદનો, વિસ્તાર ‘યોગશાસ્ત્ર’માં આ પ્રમાણે છે --- - “કુતૂહલથી ગીત, નૃત્ય, નાટકાદિનું નિરીક્ષણ, કામશાસ્ત્રની પ્રસક્તિ, દ્યૂતમદ્યાદિનું સેવન, જલક્રીડાનો, આંદોલન આદિનો વિનોદજલક્રીડાનો આનંદ અને હીંચકા આદિનો આનંદ, જંતુયોધન=જીવોને પરસ્પર યુદ્ધ કરાવે, શત્રુના પુત્રાદિ સાથે વેર, ભક્ત-સ્ત્રી-દેશ-રાજકથા=ભક્તાદિ ચાર કથા, રોગ અને માર્ગના શ્રમને છોડીને આખી રાત નિદ્રા કરવી એ વગેરે પ્રમાદાચરણનો બુદ્ધિમાન પુરુષ પરિહાર કરે.” ।।૧-૨-૩। (યોગશાસ્ત્ર-૩/૭૮-૭૯-૮૦) વૃત્તિ લેશ આ પ્રમાણે છે – “કૌતુકથી નિરીક્ષણતે-તે ઇંદ્રિયો દ્વારા યથાઉચિત વિષયનું કરણ, કુતૂહલનું ગ્રહણ હોવાથી જિનયાત્રાદિમાં અને પ્રાસંગિક નિરીક્ષણમાં પ્રમાદાચરણ નથી. અને વાત્સ્યાયન આદિ કૃત કામશાસ્ત્રમાં પ્રસક્તિ=ફરી ફરી શીલન, દ્યૂત કોડી આદિથી ક્રીડન છે અને મઘ પ્રસિદ્ધ છે. ‘આદિ’ શબ્દથી શિકાર આદિનું ગ્રહણ છે. તેનું સેવન=પરિશીલન, તે પ્રમાદાચરણ છે. જલક્રીડા–તળાવ, જલયંત્રાદિમાં–ફુવારા આદિમાં, મજ્જન-ઉન્મજ્જન, ભૃગિકા-છોટન=પીચકારી છોડવી આદિ રૂપ જલક્રીડા અને આંદોલન–વૃક્ષ શાખાદિમાં ખેલન, આદિ શબ્દથી પુષ્પ સંચય આદિ અને જંતુઓનું યોધન=કૂકડા આદિને પરસ્પર લડાવવા, શત્રુ સંબંધી પુત્ર-પૌત્રાદિ સાથે વેર. આ અર્થ
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy