SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પ૮ ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | બ્લોક-૩૨-૩૩-૩૪, ૩૫ ૧૧. અબ્રા : દિવસ-રાત્રિમાં પત્ની આદિ આશ્રયીને અબ્રહ્મનું નિયમન કરે. ૧૨. દિક્પરિમાણ :| દિપરિમાણના નિયમમાં સર્વ દિશામાં જાવજીવ માટે ગમનાદિનું નિયમન કરે છે અથવા અમુક દિશામાં ગમનાદિનું જાવજીવ માટે નિયમન કરે છે. દિશાના નિયમને કારણે અવધિથી અધિક ક્ષેત્ર વિષયક ભોગોપભોગ વિષયક મર્યાદા થાય છે. દિપરિમાણવ્રતમાં પણ આ રીતે દિશાની મર્યાદા છે, પરંતુ ત્યાં મર્યાદાથી અધિક દિશામાં અગમનને કારણે આરંભ-સમારંભનો ત્યાગ થાય છે. ૧૩. સ્નાન : સ્નાન તેલ-અવૃંગાદિપૂર્વક થાય છે. દેવપૂજા માટે સ્નાન કરવામાં નિયમનો ભંગ નથી. પરંતુ લૌકિક કારણે સ્નાન દિવસમાં કેટલી વખત કરવું તે વિષયક નિયમન કરીને યાતનાથી રક્ષા કરવી જોઈએ. ૧૪. ભકત=ભોજન: રંધાયેલું ધાન્ય સુખડી આદિ સર્વ એક દિવસમાં કેટલા શેર પ્રમાણ વાપરી શ તેની મર્યાદા કરીને જાવજીવ સુધી પ્રતિજ્ઞા કરવી જોઈએ. વળી, તડબૂચ આદિનું ગ્રહણ શ્રાવક કરતો હોય તો વજનમાં ઘણા શેરની પ્રાપ્તિ છે તેને ખ્યાલમાં રાખીને વ્રતભંગ ન થાય તે રીતે ભોજનનો નિયમ કરવો જોઈએ. અહીં ભોજનનું કથન ઉપલક્ષણ છે તેથી અન્ય પણ શાક, ફલ, ધાન્ય, આહાર આદિના પ્રમાણના આરંભના નૈયત્યાદિરૂપ નિયમ શક્તિ અનુસાર કરવા જોઈએ. તેથી આહાર વાપરવાના વિષયમાં વજનથી જેમ નિયમન કર્યું તેમ ગૃહકાર્ય અર્થે શાક, ફળ, ધાન્યાદિનો આરંભ કરવાનો પ્રસંગ આવે તો તે ભોજનથી અધિક છે તે આરંભનો પણ શક્તિ અનુસાર નિયમ કરે કે આટલા શાક-ફલાદિથી વધુ આરંભ હું કરીશ નહિ. આ પ્રમાણે ચૌદ નિયમથી ભોગોપભોગનું નિયમન કરવાથી ભોગ-ઉપભોગરૂપ જે આશ્રવ છે તેમાં જેટલા અંશથી ત્યાગ કર્યો છે તેટલા અંશથી સંવરની પ્રાપ્તિ થવાથી ઘણા કર્મબંધની નિવૃત્તિ થાય છે. II૩૪ll અવતરણિકા : इत्युक्तं भोगोपभोगव्रतम्, अथ तृतीयमनर्थदण्डविरमणाख्यं गुणव्रतमाह - અવતરણિકાર્ચ - આ પ્રમાણે પૂર્વની ગાથામાં કહેવાયું એ પ્રમાણે, ભોગોપભોગવ્રત કહેવાયું. હવે, ત્રીજું અતર્થદંડવિરમણ નામનું ગુણવ્રત કહે છે –
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy