________________
૨૦
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૨-૩૩-૩૪ વળી, મદ્યપાનને વશ જીવ કામના ઉન્માદને વશ થાય તો બાલિકા, યુવતી, વૃદ્ધા કે ગમે તે સ્ત્રી હોય તેની સાથે ભોગ કરે છે.
આ રીતે મદ્યપાન કરવાથી હિંસા, અસત્ય, ચોરી અને મૈથુનની પ્રાપ્તિ હોવાથી શ્રાવકનાં સર્વ વ્રતોનો લોપ થવાનો પ્રસંગ આવે. તેથી શ્રાવકે મદ્યપાનનો ત્યાગ કરવો જોઈએ.
વળી, મદ્યપાન કરવાથી આત્મામાં પ્રગટ થયેલો વિવેક, સંયમ, જ્ઞાન, સત્ય, શૌચ, દયા, ક્ષમા સર્વનાશ પામે છે માટે શ્રાવકે મદ્યપાન કરવું જોઈએ નહિ.
મદ્યપાન અનર્થકારી છે તે બતાવવા માટે સાક્ષીપાઠ બતાવે છે – શાસ્ત્રમાં સંભળાય છે કે કૃષ્ણના પુત્ર શામ્બ તે જ ભવમાં મોક્ષમાં જનાર છે. છતાં પણ મદ્યપાનને વશ તેનાથી યાદવકુળનો નાશ થયો અને પિતાની નગરી દ્વારિકાનો નાશ થયો. માટે મદ્યપાન અત્યંત અનર્થકારી છે તેથી શ્રાવકે તેનું વર્જન કરવું જોઈએ.
આ રીતે મદ્યપાનની અનર્થકારિતા બતાવ્યા પછી માંસ કેમ ત્યાજ્ય છે ? તે બતાવવા અર્થે કહે છે – કોઈ જીવને મારવામાં આવે કે તરત જ તે જીવના માંસમાં અનેક નિગોદના જીવો ઉત્પન્ન થાય છે તેથી માંસ ખાવાની પ્રવૃત્તિ નરકનો માર્ગ છે. માટે શ્રાવકે તેનું વર્જન કરવું જોઈએ.
વળી, “મનુસ્મૃતિ'ના વચનાનુસાર જીવને હણનાર ઘાતક છે, માંસને વેચનાર પણ ઘાતક છે, માંસને રાંધનાર પણ ઘાતક છે, માંસનું ભક્ષણ કરનાર પણ ઘાતક છે, માંસને ખરીદનાર પણ ઘાતક છે, માંસની અનુમોદના કરનાર પણ ઘાતક છે અને માંસને આપનારા પણ ઘાતક છે. તેથી માંસ વિષયક સર્વ પ્રકારની પ્રવૃત્તિ શ્રાવકને માટે વર્જ્ય છે.
વળી, અપેક્ષાએ ભક્ષક' જ હિંસા કરનાર છે, અન્ય નહિ. તે બતાવવા માટે કહે છે – જેઓ પોતાના દેહની પુષ્ટિ માટે અન્યનું માંસ ખાય છે તેઓ જ ઘાતક છે, અન્ય નહિ; કેમ કે માંસનું ભક્ષણ કરનાર ન હોય તો માંસના વેચનારા હિંસા કરે નહીં માટે માંસ ખાનાર મુખ્ય ઘાતક છે. તેથી શ્રાવકે માંસનું ભક્ષણ અવશ્ય વર્જવું જોઈએ. ટીકા -
मधु च माक्षिकं १ कौत्तिकं २ भ्रामरं ३ चेति त्रिधा । इदमपि बहुप्राणिविनाशसमुद्भवमिति દેય, યત – “अनेकजन्तुसङ्घातनिघातनसमुद्भवम् । जुगुप्सनीयं लालावत् कः स्वादयति माक्षिकम् ? ।।१।।" [योगशास्त्रे ३/३६] इति ३ । नवनीतमपि गोमहिष्यजाऽविसम्बन्धेन चतुर्दा, तदपि सूक्ष्मजन्तुराशिखानित्वात्त्याज्यमेव । यतः