SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-પલ અને સોપાનવાળા સેંકડો રત્નમય તોરણથી અલંકૃત, વિશાલશાલા બલાડકવાળા, પૂતળીઓના વિભાગથી ભૂષિત સ્તસ્માદિ પ્રદેશવાળા, દૌમાન કપૂર-કસ્તુરિકા-અગરુ વગેરે ધૂપથી ઊછળતા ધૂમપટલના સમૂહથી થયેલા વાદળની શંકાથી નૃત્ય કરતા કોયલના કંઠના કોલાહલવાળા, ચાર પ્રકારના વાજિંત્રોના અવાજથી ગાજતા, દેવાંગ વગેરે વિચિત્ર વસ્ત્રના ચંદરવાથી યુક્ત મોતીઓની શ્રેણીથી અલંકૃત, હર્ષની અભિવ્યક્તિથી ગાતા નૃત્ય કરતા સિંહનાદાદિથી મહિમાને કરતા અનુમોદન અને પ્રમોદ કરતા મનુષ્યવાળા, વિચિત્ર ચિત્રોથી સકલલોકને આશ્ચર્ય પમાડે તેવા, ચામર-ધ્વજછત્રાદિ અલંકારથી વિભૂષિત, શિખર ઉપર આરોપિત વિજય-વૈજયંતીથી નિબદ્ધ ઘૂઘરીઓના રણકારથી મુખરિત બધી દિશાઓ છે જેને તેવું કૌતુકથી આક્ષિપ્ત સુર-અસુર-કિન્નરીના સમૂહ વડે અહઅહેમિકાથી પ્રારબ્ધ સંગીતવાળા, ગંધર્વગીતના ધ્વનિને તિરસ્કૃત કર્યું છે એવા તુંબરુના મહિમાવાળા, નિરંતર તાલ-રાસક-હલ્લીસક વગેરે પ્રબંધના જુદા જુદા અભિનયવાળી કુલાંગનાથી ચમત્કારિત ભવ્યલોકવાળા, અભિનય કરાતા કોટિનાટકના રસથી આક્ષિપ્ત રસિક લોકવાળા, જિનભવનનું નિર્માણ કરવું જોઈએ. ઊંચાં ગિરિશિખરોમાં, જિનેશ્વરોના જન્મ-દીક્ષા-કેવલજ્ઞાન-નિર્વાણ સ્થાનોમાં જિનાલયો નિર્માણ કરવાં જોઈએ. અને સંપ્રતિરાજાની જેમ દરેક નગરમાં, દરેક ગામમાં, પદે પદે= સ્થાને-સ્થાને, જિનાલય નિર્માણ કરવાં જોઈએ અને વળી વૈભવ નહિ હોતે છતે તૃણ-કુઢ્યાદિ રૂપ પણ જિનાલયનું નિર્માણ કરવું જોઈએ. જેને કહે છે – “જે તૃણમય કુટીને કરે છે–ઘાસની દીવાલવાળું પણ જિનાલય કરે છે અને એક પુષ્પ પણ ભક્તિથી પરમગુરુને” અર્પણ કરે છે. તેના પુણ્યનું ઉન્માન ક્યાંથી થઈ શકે ? અર્થાત્ તેને ઘણા પુણ્યનું અર્જન થાય છે.” III શું વળી ઉપચિત દઢ ઘનશિલાના સમુઘાતથી ઘટિત એવા જિનભવનને જેઓ કરાવે છે શુભમતિને કરનારા તેઓ મહાધન્ય છે.” રા વળી જિનભવન કરનારા રાજાદિનું પ્રચુરતા ભાંડાગાર-ગામ-નગર-મંડલ-ગોકુલાદિનું પ્રદાન જિન ભવનમાં વપત છે. અને જીર્ણશીર્ણ એવાં ચૈત્યોનું સમારકામ કરવું અને નષ્ટ-ભ્રષ્ટ જિતભવતનું સમુદ્ધરણ કરવું તે જિનભવનમાં ધનનું વ૫ત છે. નગુ'થી અહીં કોઈ શંકા કરે છે. નિરવ એવા જિનધર્મનું આચરનારા બુદ્ધિમાનોને જિનગૃહ, જિનબિંબ અને પૂજાદિકરણ અનુચિત છે; કેમ કે તેનું જિનગૃહ, જિનબિંબ અને પૂજાદિકરણ, શજીવનિકાયની વિરાધનાનું હેતુપણું છે. એ પ્રમાણે પૂર્વપક્ષી કહે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે એમ ન કહેવું; કેમ કે – દેહાદિ નિમિત્ત પણ છકાયના વધમાં જેઓ પ્રવર્તે છે તેઓનું જિનપૂજાના નિમિત્ત કાયવધમાં અપ્રવર્તન મોહ છે.” (પંચાશક પ્ર. ૪/૪૫) એ પ્રકારનું વચન છે. જે આરંભ પરિગ્રહમાં પ્રસક્ત છે. તેના કુટુંબ પરિપાલનાદિ નિમિત્ત ધનવ્યય જનિત પાપવિશુદ્ધિ અર્થે જિનભવનાદિમાં ધનવ્યયનું શ્રેયસ્કરપણું છે. વળી જે પ્રતિમા પ્રતિપાદિ શ્રાવક પોતાના કુટુંબ
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy