SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૭ ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર / બ્લોક-૫૪ અને અહીંકન્દર્પના પરિવારના વિષયમાં, આ સામાચારી છે=આ આચાર છે. શ્રાવકે તેવું બોલવું જોઈએ નહીં કે જેનાથી પોતાને કે પરને મોહનો ઉદ્રક થાય. અટ્ટહાસ્ય પણ કરવું કલ્પ નહિ. જો ક્યારેક હસવું પડે તો અલ્પ જ હસે. એ પ્રકારનો=કામનો ઉક કરે તેવો વાફપ્રયોગ કરે એ પ્રકારનો, પ્રથમ અતિચાર છે. ૨. કૌત્કચ્ય:- “ગુ' શબ્દ કુત્સામાં નિપાત છે; કેમ કે નિપાતોનો આતત્ત્વ છે. કુતુ-કુત્સિત કુચભૂ-નયનઔષ્ઠ નાસા-કર-ચરણ અને મુખના વિકારો વડે સંકોચ કરે છે. એ કુત્સિત કુચ કુત્યુચ, તેનો ભાવ કૌત્કચ્ય છે. અનેક પ્રકારની ભંડાદિની વિડંબનાની ક્રિયા છે. અથવા કોકુચ્ય એ પ્રમાણે પાઠ છે ત્યાં કુત્સિત કુચ સંકોચાદિ ક્રિયાને કરનાર તેનો ભાવ કૌથ્ય છે. અને અહીં કીત્યુચ્યતા વિષયમાં, શ્રાવકને તેવા પ્રકારનું બોલવા માટે કે ચેષ્ટા કરવા માટે કલ્પતું નથી. જેનાથી બીજા હસે અને આત્માનો લાઘવ થાય. અને પ્રમાદથી તેવા પ્રકારની આચરણામાં અતિચાર છે. આ પ્રમાણે બીજો અતિચાર છે. આ બંને પણ=કંદર્પ અને કૌત્કચ્ય એ બંને પણ, પ્રમાદ આચરિત વ્રતના અતિચારો છે=પ્રમાદની આચરણાના વિરમણવ્રતના અતિચારો છે; કેમ કે આ બંનેનું પ્રમાદરૂપપણું છે. • ૩. અને ભોગનું ઉપલક્ષણપણું હોવાથી અને ઉક્ત નિર્વચનવાળા ઉપભોગનું સ્નાન-પાનભોજન-ચંદન-કુંકુમ=કેસર, કસ્તૂરિકા-વસ્ત્ર-આભરણાદિની ભૂરિતા=સ્વ અને સ્વીય કુટુંબ વ્યાપારની અપેક્ષાએ અધિકપણું, આ પણ=ભોગોપભોગનું અધિકપણું પણ, પ્રમાદ આચરિતનો અતિચાર છે; કેમ કે આનું-ભોગ-ઉપભોગના અતિશયતું, વિષયાત્મકપણું છે=વિષયસેવન સ્વરૂપ છે. અહીં પણ=ભોગપભોગની પરિમિતતાના વિષયમાં પણ, આવશ્યકચૂણિ આદિમાં આ સામાચારી કહેવાઈ છે – જો ઉપભોગો તેલ-આંબળાદિ બહુ ગ્રહણ કરે તેના લૌલ્યથી ઘણા સ્નાન કરવા માટે તળાવાદિમાં જાય છે અને તેનાથી પોરાદિનો વધ અધિક થાય છે. આ પ્રમાણે તાંબૂલાદિમાં પણ વિભાષા છે=અધિક પ્રમાણમાં તાંબૂલાદિ ખાય તો અધિક આરંભ કરે એ પ્રકારની વિભાષા છે અને આ રીતે શ્રાવકને કલ્પતુ નથી. ત્યાં ઉપભોગમાં શું વિધિ છે ? તેથી કહે છે – સ્નાનઈચ્છક શ્રાવકે ઘરમાં જ સ્નાન કરવું જોઈએ. જો ત્યાં સામગ્રી ન હોય તો તેલ-આંબળા વડે મસ્તકને ઘસીને અને તે સર્વને શાટન કરીનેeખંખેરીને, તળાવાદિના તટમાં બેઠેલો અંજલિથી સ્નાન કરે અને જે પુષ્પાદિમાં કુંથવા આદિ સંભવે તેનો પરિહાર કરે, એ રીતે સર્વત્ર કહેવું=સર્વ પ્રવૃત્તિઓમાં, એ રીતે યતના કરવી જોઈએ. આ ભોગપભોગની અતિશયતા રૂપ ત્રીજો અતિચાર છે. ૪. સંયુક્ત અધિકરણત્વ - અને આના વડે આત્મા દુર્ગતિનો અધિકારી થાય એ અધિકરણ છે. શું અધિકરણ છે ? તે સ્પષ્ટ કરે છે –
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy