SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-પર-પ૩ તલ-શેરડી-સરસવ-એરંડો-જલયંત્રાદિનું પીડન અને દલૌલની કૃતિ=ાલ રૂપ દલ પીલવા આપી તલના તેલનું ગ્રહણ કરવું યંત્ર પીડા કહેવાય છે.” ૧II (યોગશાસ્ત્ર-૩/૧૧૦). અહીં યંત્ર શબ્દ પ્રત્યેક સાથે સંબંધ કરાય છે. ત્યાં તિલયંત્રકતલપીડનનું ઉપકરણ, ઈસુયંત્ર કોલ્ફકાદિ, સરસવ એરંડાનાં યંત્ર તેના પીડાનાં ઉપકરણો, જલયંત્ર અરઘટ્ટાદિ, દલતિલ જેમાં દલ એવા તલાદિ અપાય છે અને તેલ ગ્રહણ કરાય છે તે દલતલ તેની કૃતિeતેનું વિધાન, વળી અહીં યંત્રપીડન કર્મમાં, તિલાદિનો ક્ષોદ હોવાથીeતલાદિનું પીડન હોવાથી અને તર્ગત ત્રસજીવોનો ઘાત હોવાથી દોષ છે. લૌકિકો=અન્ય દર્શનવાળા, પણ કહે છે – દશ કતલખાના જેવું ચક્ર છે. (મનુસ્મૃતિ-૪/૮૫) તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. ૧૨. તિલાંછન કર્મ - અત્યંત લાંછન=અંગ-અવયવોનો છેદ. તેનાથી કર્મઃજીવિકા, નિલકતકર્મ છે. ગાય આદિના કાન-કમ્બલ-શીંગડાં-પૂંછડાનો છેદ, નાસાનો વેધ-અંકનકડામ આપીને ચિત કરે, પંડન=નપુસંક કરે-ત્વમ્ દાહાદિ=ચામડીને બોળે આદિ, અને ઊંટના પૃષ્ઠનું ગાલનાદિ. જે કારણથી કહેવાયું છે – “નાસાવેધ, અંકન=ચિહ્નકરણ, મુશ્કનું છેદન=બળદના અંડનું છેદન, પૃષ્ઠનું ગાલન=પીઠનું ગાલન, ગાયના કાનકમ્બલનો છેદ નિલાંછન કહેવાયું છે.” III (યોગશાસ્ત્ર-૩/૧૧૧) ત્યાં વિલંછન કર્મમાં, અંકન=ગાય-અસાદિનું ચિતકરણ છે. મુશ્ક=અંડ, તેનું છેદન છે=વદ્ધિતકીકરણ છે=નપુસંક કરાય છે. આમાં=અંકાદિમાં, જીવબાધા વ્યક્ત જ છે. ૧૩. દવનું દાન :- દવ=દવ-અગ્નિ, તેનું દાનઃવિતરણ, દવદાન છે. ઘણો દાહ કરાયે છતે ભીલ આદિ સુખથી ફરે છે અથવા જીર્ણ તૃણદાહ કરાયે છતે, નવા તૃણના અંકુરાના ઉદ્દભેદના કારણે ગવાદિ ચરે છે. અથવા દગ્ધ ક્ષેત્રે હોતે છતે ધાવ્યની પ્રાપ્તિની વૃદ્ધિ થાય ઈત્યાદિ બુદ્ધિથી અથવા કૌતુકથી અથવા મારા શ્રેય માટે મરણકાલમાં આટલા ધર્મદીવાના ઉત્સવો કરવા એ પ્રકારની પુણ્યબુદ્ધિથી જંગલમાં અગ્નિનું પ્રવાલન. જે કારણથી કહેવાયું છે – “વ્યસનથી આદતથી, અથવા પુણ્યબુદ્ધિથી દવનું દાન બે પ્રકારે થાય છે.” (યોગશાસ્ત્ર-૩/૧૧૩). રૂતિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. ત્યાં=દવના દાનમાં, વ્યસનથી=ફલનિરપેક્ષ તાત્પર્યથી અને તે રીતે=વ્યસનથી જે રીતે અગ્નિ પ્રગટ કરાવે છે એ રીતે જ, વનમાં ફરનારા નિરપેક્ષ અગ્નિને બાળે છે. અથવા પુણ્યબુદ્ધિથી અને તે પુણ્યબુદ્ધિથી અગ્નિનું બાળવું તે, ઉક્તરીતિથી=પૂર્વમાં કહ્યું કે મરણકાલમાં આટલા ધર્મદીપોત્સવો કરવા, એ રીતે જાણવું અને અહીં વ્યસનથી કે પયબુદ્ધિથી, કરોડો જીવોના વધ રૂપ દોષ સ્પષ્ટ જ છે.
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy