SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૧ ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-પર-પ૩ ૯. કેશ વાણિજ્ય :- કેશ શબ્દ કેશવાળી વસ્તુનું ઉપલક્ષક છે. તેથી દાસાદિ મનુષ્ય અને ગાયઘોડા આદિ કેશવાળા તિર્યંચોનો વિક્રય કેશવાણિજ્ય છે. જે કારણથી કહેવાયું છે – “માખણ-વસા-ક્ષૌદ્ર-મદ્ય વગેરેનો વિક્રય, બે પગવાળા અને ચાર પગવાળાનો વિક્રય રસ-કેશનું વાણિજ્ય છે.” III (યોગશાસ્ત્ર-૩/૧૦૮) વળી, અજીવ એવા કેશાદિ-રૂપ જીવોના અંગોનો વિક્રય દંતવાણિજ્ય છે. એ પ્રમાણે વિવેક છે=ભેદ છે. (તેથી જેમ દંતવાણિજ્ય, ઉત્પત્તિસ્થાનમાંથી દાંત આદિવા લેવાથી હિંસાનો દોષ હોવાથી કર્માદાન છે તેમ ઘેટા આદિના રોમ જ લોકો કાઢતા હોય તેઓ પાસેથી તેની ખરીદી કરવામાં દંતવાણિજ્યરૂપ કર્માદાનની પ્રાપ્તિ થાય પરંતુ બજારમાંથી કેશ ગ્રહણ કરીને વેપાર કરનારને કર્માદાનની પ્રાપ્તિ થતી તથી) વળી દ્વિપદ-ચતુષ્પદ આદિના વિક્રયમાં તેઓનું પરવશપણું, વધ-બંધાદિ અને સુધા-પિપાસાની પીડા એ પ્રમાણે દોષો છે. ૧૦. વિષ વાણિજ્ય :- વિષ શૃંગાદિ છે અને તે=વિષ, જીવઘાતના હેતુ એવા અસ્ત્રાદિનું ઉપલક્ષણ છે. તેથી વિષ-શસ્ત્ર-કુશી-કુહાડા આદિ – લોહહલાદિનો વિક્રય વિષ વાણિજ્ય છે. અને આમાં=વિષ વાણિજયમાં, શૃંગક-વત્સરાગાદિ-હરિતાલ-સોમલ ક્ષારાદિ વિષનું જીવિતનું નાશ કરવાપણું પ્રતીત જ છે. અને શસ્ત્રાદિનું જીવિતનું નાશ કરવાપણું પ્રતીત જ છે. અને જલથી આર્દ્ર એવા હરિતાલથી સહસા જ માખી આદિ મરતી દેખાય છે. વળી, ભક્ષિત એવા સોમલ ક્ષારાદિથી બાળકો આદિ મરતાં દેખાય છે. અને વિષાદિ વાણિજ્ય બીજાઓ-પણ અત્યદર્શનવાળા પણ, નિષેધ કરે છે. જે કારણથી કહેવાયું છે – “કન્યાનો વિક્રય કરનારા રસનો વિક્રય કરનારા, વિષનો વિક્રય કરનારા મનુષ્યો નરકગામી .” III (). ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. અરઘટ્ટાદિ યંત્રનો વિક્રય પણ યોગશાસ્ત્રમાં “વિષવાણિજય' કહેવાયો છે. જે કારણથી કહેવાયું જીવિતનો નાશ કરનાર વિષ-અસ્ત્ર-હલ-પત્ર-લોખંડ-હરિતાલાદિ વસ્તુનો વિક્રય વિષવાણિજ્ય' કહેવાય છે.” ૧૪ (યોગશાસ્ત્ર-૩/૧૦૯) વળી, બીજા ગ્રંથોમાં યંત્રપીડન કર્મમાં ગ્રહણ કરેલ છેઃઅરઘટ્ટાદિ યંત્રતા વિક્રયને યંત્રપીડનકર્મમાં ગ્રહણ કરેલ છે. ૧૧. યંત્રપીડનકર્મ - યંત્રપીડન કર્મ શિલા=ઉદ્દખલ-મુશલ-ઘરટ્ટ-અરઘટ્ટ-કંકતાદિનો વિક્રય, તલશેરડી-સરસવ-એરંડાફલ-આતસ્યાદિનું પીડન-દલન-તેલ વિધાન=તેલ કાઢવું અથવા જલયંત્ર વાહલાદિ=જલયંત્રને ચલાવવાં આદિ યંત્રપીડનકર્મ છે. જે કારણથી કહેવાયું છે –
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy