SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬. ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર / શ્લોક-૪૮-૪૯ ધન-ધાન્યાદિનો અતિચાર બંધનને કારણે થાય છે. ક્ષેત્ર-વાસ્તુનો અતિચાર યોજનને કારણે થાય છે. કેટલાક કાળ સુધી અધિક રૂપ્ય-સુવર્ણ બીજાની પાસે સ્થાપન કરવા રૂપ દાનથી રૂખ-સુવર્ણનો અતિચાર થાય છે. ગાય-મનુષ્ય આદિનો અતિચાર ગર્ભને કારણે થાય છે અને કુષ્યનો અતિચાર પર્યાન્તર કરવા રૂપ ભાવથી થાય છે તેથી આ પાંચ પ્રકારના અતિચારોમાં વાસ્તવિક રીતે વ્રતનું ઉલ્લંઘન છે તોપણ સ્વબુદ્ધિથી કંઈક વતરક્ષણ કરવા માટેનો યત્ન છે તેટલા અંશથી વ્રત પ્રત્યે સાપેક્ષભાવ છે. માટે અતિચાર છે. ટીકાના અંતે કહ્યું કે “પાંચ' એ શબ્દ ઉપલક્ષણ છે. તેથી અનાભોગ-સહસાત્કાર અને અતિક્રમ આદિનું ગ્રહણ છે અને તે અતિચાર પૂર્વની ગાથાના ભાવાર્થમાં અમે સ્પષ્ટ કરેલ છે અને તે અતિચારમાં જેઓને અનાભોગથી અતિચાર થયા છે, તેઓ વાસ્તવિક રીતે વ્રતના રક્ષણના પરિણામવાળા હોય અને સ્મૃતિભ્રંશ માત્રથી અનાભોગ થયેલો હોય તો વ્રતરક્ષણનો પરિણામ ઘણો છે. તોપણ વ્રતના સ્મરણ પ્રત્યે ઉપેક્ષા છે તેટલા અંશથી વ્રત મલિન બને છે. વળી, જે શ્રાવકને વ્રતનું સ્મરણ પણ છે તો પણ કોઈક પ્રવૃત્તિકાળમાં સહસા વિપરીત પ્રવૃત્તિ થાય છે તે શ્રાવક પણ તે વ્રતના અતિક્રમનું તત્કાળ નિવર્તન કરે તો સહસા પ્રવૃત્તિ કરવા સ્વરૂપ અલ્પદોષ છે અને જેઓને વ્રતના અતિચાર પ્રત્યે ઉપેક્ષા છે. અને સહસાત્કારથી ઉલ્લંઘન થાય છે તેઓને વ્રતનો પરિણામ નથી છતાં સહસા ઉલ્લંઘન થયેલ છે, વાસ્તવિક ઉલ્લંઘન કરવાની વૃત્તિ નથી તેટલો શુભભાવ છે. તેથી વ્રતને સુરક્ષિત રાખવાના અર્થી શ્રાવકે નિત્ય વ્રતની મર્યાદાનું સ્મરણ કરીને અનાભોગથી પણ વ્રતની મર્યાદાનું ઉલ્લંઘન ન થાય તેવો દૃઢ યત્ન કરવો જોઈએ અને વારંવાર ભાવન કરવું જોઈએ કે સમુદ્રમાં તરવા માટે યત્ન કરનારો પુરુષ ઘણા પરિગ્રહથી લદાયેલો હોય તો, તરવામાં સમર્થ હોય તોપણ પરિગ્રહના ભારથી ડૂબી જાય છે તેમ સંસારસમુદ્રને તરવામાં જીવને પરિગ્રહ બંધનરૂપ છે. તેથી શક્તિ અનુસાર પરિગ્રહ પ્રત્યેના પ્રતિબંધને દૂર કરીને નિષ્પરિગ્રહ પરિણામવાળા થવા યત્ન કરવો જોઈએ. અને વારંવાર વિચારવું જોઈએ કે સર્વથા પરિગ્રહ વગરના સુસાધુઓ મમત્વના બંધન વગરના હોવાથી સુખપૂર્વક સંસારસાગરથી પાર પામે છે તેમ મારે પણ તુચ્છ એવા બાહ્ય પદાર્થો પ્રત્યે મમત્વનો ત્યાગ કરવો જોઈએ જેથી લોભાદિને વશ અતિચારોની પ્રાપ્તિ થાય નહિ. I૪૮. અવતરણિકા - उक्ता अणुव्रतानां प्रत्येकं पञ्च पञ्चातिचाराः, अथ गुणवतानामतिचाराभिधानावसरः, तत्रापि प्रथमं प्रथमगुणव्रतस्य दिग्विरमणलक्षणस्यातिचारानाह - અવતરણિકાર્ય : પ્રત્યેક અણુવ્રતોના પાંચ અતિચારો કહેવાયા. હવે ગુણવ્રતોના અતિચારતા કથનનો અવસર છે. ત્યાં પણ ગુણવ્રતના અતિચારના કથનના અવસરમાં પણ, દિવિરમણરૂપ પ્રથમ ગુણવ્રતના અતિચારોને કહે છે –
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy