________________
૧૫
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૪૧-૪૨ પાત થાય છે તે રીતે દેશવિરતિમાં પણ અપ્રત્યાખ્યાનકષાયના ઉદયથી અતિચાર થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે પ્રત્યાખ્યાન કષાયના ઉદયના કારણે સર્વવિરતિનો અભાવ હોય છે. અને અપ્રત્યાખ્યાન-કષાયના ક્ષયોપશમથી દેશવિરતિની પ્રાપ્તિ થાય છે. છતાં અપ્રત્યાખ્યાનકષાયનો ઉદય દેશથી થાય ત્યારે દેશવિરતિમાં અતિચાર થાય છે અને અપ્રત્યાખ્યાન કષાયનો ઉદય સર્વથી થાય ત્યારે દેશવિરતિનો નાશ થાય છે.
વળી, પૂર્વપક્ષીએ કુંથુઆનું દૃષ્ટાંત બતાવીને કહેલ કે દેશવિરતિમાં અને સમ્યક્તમાં અતિચાર થઈ શકે નહીં તે દૃષ્ટાંત અસંગત છે; કેમ કે અન્ય દૃષ્ટાંત દ્વારા તેનો બોધ થઈ શકે છે. તે આ પ્રમાણે –
હાથીના શરીર જેવાં મહાવ્રતો છે. જેમ હાથીના શરીરમાં ત્રણ અને પટ્ટબંધ આદિ થઈ શકે છે તેમ મહાવ્રતોમાં પણ ત્રણ જેવા અતિચારો અને પટ્ટબંધાદિ જેવા અતિચારોનું શોધન થઈ શકે છે, તે રીતે હાથીના શરીર કરતાં અતિ લઘુ મનુષ્યનું શરીર છે અને તેના જેવી દેશવિરતિ છે, તેથી જેમ મનુષ્યના શરીરમાં પણ ત્રણ અને પટ્ટબંધાદિ થઈ શકે છે તેમ દેશવિરતિમાં પણ અતિચારો અને અતિચારોનું શોધન થઈ શકે છે.
અહીં કોઈ કહે કે “અનંતાનુબંધી કષાયોદિ બાર કષાયો સર્વઘાતી હોવાને કારણે અનંતાનુબંધી કષાયના ઉદયથી સમ્યત્ત્વનો ભંગ થવો જોઈએ અને અપ્રત્યાખ્યાનકષાયના ઉદયથી દેશવિરતિનો ભંગ થવો જોઈએ પરંતુ અનંતાનુબંધી કષાયના ઉદયથી સમ્યક્તમાં અને અપ્રત્યાખ્યાન કષાયના ઉદયથી દેશવિરતિમાં અતિચાર થઈ શકે નહિ. તો ગ્રંથકારશ્રી કહે છે –
તે કથન અયુક્ત છે; કેમ કે અનંતાનુબંધી કષાયાદિ બાર કષાયો “શતકચૂર્ણિમાં સર્વવિરતિની અપેક્ષાએ જ સર્વઘાતી કહેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે અનંતાનુબંધી કષાયાદિ બાર કષાયો સર્વવિરતિનો સંપૂર્ણ ઘાત કરનારા છે, દેશથી નહીં માટે સર્વઘાતી છે. આમ છતાં અનંતાનુબંધી કષાય સમ્યક્તની અપેક્ષાએ દેશઘાતી પણ છે અને સર્વઘાતી પણ છે. જ્યારે અનંતાનુબંધી કષાય દેશઘાતી હોય ત્યારે સમ્યક્તમાં અતિચાર કરે છે અને જ્યારે અનંતાનુબંધી કષાય સર્વઘાતી હોય ત્યારે સમ્યક્તનો નાશ કરે છે. વળી, અપ્રત્યાખ્યાનકષાય દેશવિરતિની અપેક્ષાએ સર્વઘાતી પણ છે અને દેશઘાતી પણ છે. અપ્રત્યાખ્યાન કષાય સર્વઘાતી હોય ત્યારે દેશવિરતિનો સર્વથા નાશ કરે છે અને દેશઘાતી હોય ત્યારે દેશવિરતિમાં અતિચાર કરે છે. તેથી અનંતાનુબંધી કષાયને સમ્યક્તના અતિચાર આપાદક સ્વીકારવામાં વિરોધ નથી અને અપ્રત્યાખ્યાન કષાયને દેશવિરતિના અતિચાર આપાદક સ્વીકારવામાં વિરોધ નથી એ પ્રમાણે ફલિત થાય છે. આવા અવતરણિકા -
तदेवं सम्यक्त्वे देशविरतौ चाऽतिचारसम्भवोऽस्तीति प्रतिपत्तव्यम्, तत्र सम्यक्त्वे प्रथमं तानाह - અવતરણિતાર્થ :- .
આ રીતે પૂર્વગાથામાં કહ્યું એ રીતે, સમજ્યમાં અને દેશવિરતિમાં અતિચારનો સંભવ છે એ પ્રમાણે સ્વીકારવું જોઈએ. ત્યાં સમ્યક્તમાં પ્રથમ તેઓને=અતિચારોને, કહે છે –