________________
૧૩૪
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૯-૪૦ ફળ અધિક છે. આમ છતાં ચિત્તની ભૂમિકા અનુસાર જે શ્રાવક તપ-સંયમની શક્તિના સંચય અર્થે દ્રવ્યસ્તવ કરે છે તેને દ્રવ્યસ્તવથી વિપુલ નિર્જરાની પ્રાપ્તિ થાય છે. જે વ્યક્તિ સામાયિકના પરિણામને અનુકૂળ ચિત્તની ભૂમિકા નિષ્પન્ન કર્યા વગર સામાયિક ગ્રહણ કરે તો વિપુલ નિર્જરા પ્રાપ્ત કરી શકે નહીં. જે શ્રાવકના ચિત્તની ભૂમિકા સામાયિકના પરિણામને અનુકૂળ સંપન્ન થઈ છે તે શ્રાવક સામાયિક કરીને દ્રવ્યસ્તવ કરતાં પણ અધિક ફળ પ્રાપ્ત કરે છે. છતાં શ્રાવકે ઉચિતકાળે દ્રવ્યસ્તવ પણ સેવવો જોઈએ. જેથી વીતરાગની ભક્તિ દ્વારા સંયમની શક્તિનો સંચય થાય અને ઉચિત કાળે સામાયિકમાં પણ યત્ન કરવો જોઈએ. જેથી સર્વવિરતિને અનુકૂળ ચિત્ત નિર્માણ થાય. પરંતુ મૂઢતાથી દ્રવ્યસ્તવનો ત્યાગ કરી ચિત્તની ભૂમિકા વગર સામાયિક અધિક છે તેમ વિચારીને સામાયિકમાં યત્ન કરવો જોઈએ નહિ; કેમ કે વિવેકપૂર્વક ઉચિત કાળે ઉચિત ક્રિયા મહાફલવાળી બને છે. II૩૯ના
અવતરણિકા :
इति प्रतिपादितं तृतीयं शिक्षापदव्रतम्, अथ चतुर्थं तदाह
અવતરણિકાર્ય :
--
એ પ્રમાણેપૂર્વ ગાથામાં વર્ણન કર્યું એ પ્રમાણે, ત્રીજું શિક્ષાપદવ્રત પ્રતિપાદન કરાયું, હવે ચોથા એવા તેને શિક્ષાપદવ્રતને, કહે છે -
=
શ્લોક ઃ
आहारवस्त्रपात्रादेः, प्रदानमतिथेर्मुदा ।
उदीरितं तदतिथिसंविभागव्रतं जिनैः । ।४० ॥
અન્વયાર્થ:
અતિથેઃ=અતિથિને, મુવા=પ્રીતિપૂર્વક, આહારવસ્ત્રપાત્રાવે:=આહાર, વસ્ત્ર, પાત્રાદિનું, પ્રવાન=પ્રદાન ત ્—તે, અતિથસંવિમા વ્રતં=અતિથિસંવિભાગ વ્રત, ખિનેઃ=જિનો વડે, ીતિં=કહેવાયું છે. ।।૪૦।। શ્લોકાર્થ :
અતિથિને પ્રીતિપૂર્વક આહાર, વસ્ત્ર, પાત્રાદિનું પ્રદાન, તે અતિથિસંવિભાગવત જિનો વડે કહેવાયું છે. II૪૦]]
ટીકા ઃ
अतिथिः-तिथिपर्वादिलौकिकव्यवहारपरिवर्जको भोजनकालोपस्थायी भिक्षुविशेषः, उक्तं च“તિથિપોત્સાઃ સર્વે, ત્યા યેન મહાત્મના I
અતિથિ તં વિજ્ઞાનીયાત્, શેષમમ્યાયતં વિવું: ।।।।” કૃતિ ।