SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૩૯ શ્રાવક પ્રતિક્રમણસૂત્ર ચૂણિમાં પણ કહેવાયું છે – “જો દેશથી આહારપૌષધવાળો છે તો ભક્તપાનનું ગુરુસાક્ષીએ પારીને=ભક્તપાનનું પચ્ચખાણ ગુરુસાક્ષીએ પારીને, એ નિમિત્તે “આવસ્સિઅ' કરીને-અવશ્ય કાર્ય કરવા જાઉં છું. તેમ ‘આવસ્સિઅ' બોલીને ઇર્યાસમિતિથી જઈને ઘરે ‘ઇરિયાવહિયાનું પ્રતિક્રમણ કરે પછી આગમનની આલોચના કરે=ગમણાગમણે આલોવે. ચૈત્યવંદન કરે ત્યારપછી સંડાસા પ્રમાજીને પાઉંછણમાં કટાસણાદિ ઉપર, બેસે. ભાજન=વાસણનું પ્રમાર્જન કરે અને યથોચિત ભોજન પીરસાયે છતે નવકારનું ઉચ્ચારણ કરે, પચ્ચષ્માણનું સ્મરણ કરે પછી વદનને મુખને, પ્રમાર્જન કરીને આહાર વાપરે.” કઈ રીતે આહાર વાપરે ? તે બતાવે છે – “અસરસર=ન્સરસર અવાજ વગર, અચવચવ=ચપચપ અવાજ વગર, અદ્રત ત્વરા વગર, અવિલંબિત વિલંબન વગર, અપરિસાડિ=ભોજન બહાર ઢોળાય નહીં તેમ, સાધુની જેમ ઉપયુક્ત મન-વચન-કાયાથી ગુપ્ત એવો શ્રાવક ભોજન કરે.” (શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર ચૂણિ) “ભોજન પૂર્ણ થયે છતે પ્રાસુકજલથી મુખશુદ્ધિ કરીને નવકારના સ્મરણથી ઊભો થાય. દેવને વંદન કરે, વંદન કરીને, સંવરણ કરીને= પચ્ચખ્ખાણ કરીને, ફરી પણ પૌષધશાળામાં જઈને સ્વાધ્યાયથી રહે છે." ). ‘ત્તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. આથી દેશપૌષધમાં સામાયિકનો સદ્ભાવ હોવા છતાં ઉપરમાં કહેલ વિધિથી ભોજનનું આગમ અનુમત જ દેખાય છે. ભાવાર્થ : શ્રાવક સર્વવિરતિની શિક્ષા અર્થે સ્વશક્તિ અનુસાર ચાર પર્વોમાં પૌષધવ્રતને કરે છે=આઠમ, ચૌદશ, પૂનમ અને અમાસ એમ ચાર પર્વમાં પૌષધ કરે છે અર્થાત્ બે આઠમ, બે ચૌદશ પૂનમ અને અમાસ રૂપ એ છ દિવસ પર્વદિવસો છે તેથી આ પર્વદિવસોમાં વિશેષ આરાધના કરીને સર્વવિરતિના શક્તિના સંચય અર્થે શ્રાવક પૌષધ કરે છે. પૌષધ' સબ્દનો અર્થ ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે – જે ધર્મની પુષ્ટિ કરે તે પૌષધ. આ પ્રકારની “પૌષધ' શબ્દની વ્યુત્પત્તિ છે. અને શાસ્ત્રમાં શ્રાવક પૌષધોપવાસ કરે છે તેવો પ્રયોગ કરવામાં આવે છે. તેથી ઉપવાસનો અર્થ સ્પષ્ટ કરતાં કહે છે – આહારનો ત્યાગ માત્ર ઉપવાસ નથી પરંતુ દોષોના ત્યાગપૂર્વક ગુણોની સાથે વસવું તે ‘ઉપવાસ” છે. તેથી એ પ્રાપ્ત થાય કે શ્રાવક સાધુની જેમ સંપૂર્ણ ગુણોને અનુકૂળ વ્યાપાર કરવા સમર્થ નથી તોપણ સર્વવિરતિની શક્તિના સંચયનો અત્યંત અર્થી છે તેથી પૌષધવ્રત ગ્રહણ કરીને પૂર્વના જે ભોગવિલાસરૂપ દોષો છે તેનાથી આત્માને સંવૃત કરીને આહારાદિના ત્યાગપૂર્વક ગુણોની સાથે વાસ કરે છે અર્થાતુ પોતાની સંજ્ઞાઓને તિરોધાન કરીને ગુણવૃદ્ધિને અનુકૂળ વ્યાપારવાળો થાય છે. આથી પર્વદિવસોમાં પોતાની શક્તિ
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy