SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૩૭ પર્થપાસના કરું ત્યાં સુધી મારું પ્રત્યાખ્યાન છે. મર્યાદામાં સાધુતી પર્યાપાસનાથી પૂર્વે અવધારણમાં=જ્યાં સુધી સાધુ પર્યપાસના છે ત્યાં સુધી જ મારું પચ્ચકખાણ છે. તેનાથી પરથી નથી=સાધુ પર્થપાસના પછી પચ્ચકખાણ નથી એ પ્રકારનો અર્થ છે. દુવિધ-ત્રિવિધ'થી બે પ્રકાર છે જેને તે દ્વિવિધ સાવરયોગ, અને તે=બે પ્રકારના ભેદવાળો સાવધયોગ પ્રત્યાખ્યયપણું હોવાને કારણે કર્મ પ્રાપ્ત થાય છે=પ્રત્યાખ્યાનની ક્રિયાનો વિષય થાય છે. આથી તે દ્વિવિધ કારણ-કારણલક્ષણ યોગ છે; કેમ કે અનુમતિના પ્રતિષેધનું ગૃહસ્થથી કરવું અશક્યપણું છે. કેમ ગૃહસ્થથી અશક્યપણું છે ? એથી કહે છે – પુત્ર, લોકર આદિથી કરાયેલા વ્યાપારનું સ્વયં અકરણમાં પણ અનુમોદન છે. “ત્રિવિધથી' એ પ્રમાણે કરણ અર્થમાં તૃતીયા છે. “મમિત્યાદ્ધિ' સૂત્રમાં કહેલા ત્રિવિધતું વિવરણ છે. મતથી, વચનથી અને કાયાથી એ પ્રકારના ત્રિવિધ કરણથી હું સાવધયોગનું પચ્ચકખાણ કરું છું એમ અવય છે. હું કરતો નથી હું કરાવતો નથી એ, સૂત્રમાં કહેલા જ કરેમિ ભંતે' સૂત્રમાં કહેલા જ, દ્વિવિધ એ પ્રકારના આનું શબ્દનું, વિવરણ છે. અહીં–કરેમિ ભંતે સૂત્રમાં, ઉદ્દેશક્રમને ઉલ્લંઘીને વ્યત્યયથી નિર્દેશ વળી યોગની કરણઆધીનતા દેખાડવા માટે છે. કરણના ભાવમાં=મન-વચન-કાયા રૂપ કરણના સદ્ભાવમાં યોગનો સદ્ભાવ હોવાથી અને તેના અભાવમાં કરણના અભાવમાં યોગોની કરણઆધીનતા છે. તેનુ અહીંeતસ્ય શબ્દમાં, અધિકૃત એવા યોગનો સંબંધ કરાય છે. અવયવ-અવયવીભાવ લક્ષણ સંબંધમાં આ ષષ્ઠી છે. યોગ ત્રિકાલ વિષયવાળો છે. તેના અતીત અવયવનું હું પ્રતિક્રમણ કરું છું વિવર્તન કરું છું પાછા પગલે ફરું છું, નિંદા કરું છું જુગુપ્સા કરું છું, ગઈ કરું છું તે જ અર્થ છે=લિંદાનો જ અર્થ છે. ફક્ત કેવલ આત્મસાક્ષીએ લિંદા છે. પરસાક્ષી ગઈ છે. અંતે એ પ્રમાણે ફરી ગુરુને આમંત્રણ છે. ભક્તિના અતિશયને બતાવવા માટે ફરી આમંત્રણ હોવાથી અપુનરુક્તિ છેઃપુનરુક્ત દોષ નથી. અથવા સામાયિકની ક્રિયાના પ્રત્યર્પણ માટે ફરી ગુરુને સંબંધોન છે. અને આનાથીeગુરુને ફરી સંબોધન કરીને સામાયિકની ક્રિયાનું પ્રત્યર્પણ કર્યું એનાથી, આ જ્ઞાપિત છે – સર્વક્રિયાના અવસાનમાં અંતમાં, ગુરુને પ્રત્યર્પણ કરવું જોઈએ અને ભાષ્યકાર વડે કહેવાયું છે – “અથવા આ ભદન્ત શબ્દ પણ=સામાયિક સૂત્રમાં અંતે આવેલો ભદન્ત શબ્દ પણ, સામાયિકના પ્રત્યર્પણના વચનવાળો છે=પોતે સામાયિક પૂર્ણ વિધિ અનુસાર કરી છે તેનું ગુરુને નિવેદન કરનાર આ વચન છે. આના , દ્વારા સામાયિકમાં પ્રત્યર્પણના વચન દ્વારા, સર્વ ક્રિયાના અવસાનમાં પ્રત્યર્પણ કહેવાયું છે–પ્રત્યર્પણ કરવું જોઈએ એ પ્રમાણે કહેવાયું છે." If૧i (વિશેષાવશ્યક ભાષ્ય-૩૫૭૧). અપ્પાખં' એ શબ્દ આત્માને બતાવે છે અને અતીતકાલ સાવધયોગકારી એવા આત્માને હું વોસિરાવું છું. “વિ' શબ્દ=વોસિરાવું છું તેમાં રહેલો વિ' શબ્દ, વિવિધ અર્થવાળો છે અથવા વિશેષ અર્થવાળો છે. તેનાથી શું પ્રાપ્ત થાય ? તે સ્પષ્ટ કરે છે –
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy