________________
૮૪
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૭ છું ભૂતકાળમાં કરેલા સાવદ્યયોગોવાળા આત્માને હું વોસિરાવું છું." ‘ત્તિ' શબ્દ સામાયિક સૂત્રની સમાપ્તિ માટે છે. આનો=સામાયિક સૂત્રનો, અર્થ બતાવે છે – કરું છું=સ્વીકારું છું સ્વીકાર કરું છું. ભંતે ! એ ગુરુને આમંત્રણ છેeગુરુને સંબોધન છે. તેનો અર્થ સ્પષ્ટ કરે છે. હે ભદત્ત !
ભદત્ત' શબ્દનો અર્થ સ્પષ્ટ કરે છે –
ભદત્ત=સુખવાસ અને કલ્યાણવાન છે; કેમ કે ભદુડુ સુખકલ્યાણમાં છે. (ધા.પા. ૭૨૨) આનોકભદુરૂ શબ્દનો ઔણાદિક અત્તવાળા પ્રત્યયાત્તના નિપાતનમાં રૂપ છે=ભદત્ત શબ્દ છે અને આમંત્રણ પ્રત્યક્ષ એવા ગુરુને છે. તેના અભાવમાંeગુરુના અભાવમાં પરોક્ષ પણ બુદ્ધિથી પ્રત્યક્ષીકૃત ગુરુને છે. અને ગુરુના અભિમુખીકરણથી સર્વધર્મ ગુરુના પાદમૂલમાં તેના અભાવમાંeગુરુના અભાવમાં, સ્થાપના સમક્ષ કરાયેલ ફલવાન છે=સર્વ ધર્મ કુલવાન છે, એ પ્રમાણે બતાવાયેલ છે. જે કારણથી કહેવાયું
“જ્ઞાનનો ભાગી થાય છે. સ્થિરતર દર્શન અને ચારિત્રમાં થાય છે. ધન્યપુરુષો યાવકાળ ગુરુકુલવાસને મૂકતા નથી.” (વિશેષાવશ્યક ભાષ-૩૪૫૯)
અથવા=ભંતે'શબ્દનો અથવાથી બીજો અર્થ કરે છે. ‘ભવાન' એ ભત્ત છે. “ભન્ત' એ આર્ષપણું હોવાથી મધ્યવ્યંજનતા લોપમાં બન્ને એ પ્રમાણે રૂપ છે. આથી “પુસિ માધ્યમ્' એ પ્રમાણે શ્રી સિદ્ધહેમસૂત્ર(૮-૪-૨૮૭)થી “એ' કાર છે; કેમ કે આર્ષનું અર્ધમાગધીપણું છે. સામાયિક પૂર્વમાં કહેલા સ્વરૂપવાનું છે. આત્માને સમભાવ પરિણત કરે છે.
કેવી રીતે આત્માને સમભાવ પરિણત કરે છે ? એથી કહે છે –
સાવધ અવધ સહિત, એવો યોગ=વ્યાપાર, તેનું પચ્ચખાણ કરું છું. ‘સવિ' શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે. અવધ સહિત યોજન કરે એ યોગ સાવધ એવો યોગ સાવધયોગ તેનું હું પ્રત્યાખ્યાન કરું છું. પ્રત્યાખ્યાન કરું છું એ શબ્દમાં પ્રતિ શબ્દ છે એ પ્રતિષેધ છે. “આફે શબ્દ અભિમુખ અર્થમાં છે.
ધ્યા' શબ્દ પ્રકથન અર્થમાં (હ.ધા.પા. ૧૦૭૧) છે અને તેથી="પ્રત્યાખ્યાન કરું છું.” એ શબ્દમાં પ્રતિ, આ અને ખ્યા શબ્દનો અર્થ કર્યો તેનાથી પાછા પગે અભિમુખ સાવઘયોગોનું ખ્યાપન કરું છું એ પ્રકારે પ્રત્યાખ્યામિ શબ્દનો અર્થ છે. અથવા પચ્ચકખામિ એ પ્રત્યાચક્ષ અર્થમાં છે; કેમ કે “ક્ષ વ્યક્તિમાં અને વાણીમાં છે. (હેમધાતુપાઠ-૨/૬૪) એથી આનું વા' ધાતુનું પ્રતિ અને આફ પૂર્વકનું રૂપ છે= પચ્ચખાણનું એ પ્રકારનું રૂપ છે. તેનાથી શું અર્થ પ્રાપ્ત થાય એ સ્પષ્ટ કરે છે, પ્રતિષેધનું આદરથી કથન કરું છું એ પ્રમાણે પચ્ચકખાણ' શબ્દનો અર્થ છે. જ્યાં સુધી સાધુની ઉપાસના કરું છું. તેમાં વાવત શબ્દ પરિમાણની મર્યાદાના અવધારણનું વચન છે=સામાયિકના કાળમાનરૂપ પરિમાણની મર્યાદા તેના નિર્ણયના કથનરૂપ છે. ત્યાં પરિમાણમાં જ્યાં સુધી સાધુની