________________
૨પ૬
ધર્મસંગ્રહ ભાગ- ૨ | દ્વિતીય અધિકાર | બ્લોક-૨૬
૩. અર્થાન્તરરૂપ -
કોઈ ગાયને અશ્વ કહે તે રીતે જે વસ્તુ જેવી નથી તે વસ્તુને અન્ય સ્વરૂપે કહે તે અર્થાન્તર છે. ૪. ગહરૂપ :
ગહરૂપ મૃષાવાદ ત્રણ પ્રકારનો છે. (i) સાવધ વ્યાપારરૂપ ગર્તા -
જેમ કોઈ કહે “ખેતીને કર’ તે સાવદ્ય વ્યાપારરૂપ હોવાથી મૃષાવાદ છે. (ii) અપ્રિયવાક્યરૂપ ગહ -
કોઈ કાણાને કાણો કહે તે અપ્રિય વચન હોવાથી મૃષાવાદ છે. (ii) આક્રોશરૂપ ગહ -
જેમ કોઈ કહે કે આ ઘાતકી છે તે આક્રોશરૂપ મૃષાવાદ છે. સ્થૂલ મૃષાવાદવિરમણવ્રતના પાલનથી આલોકમાં શું ફળ પ્રાપ્ત થાય છે ? તે બતાવે છે – લોકોમાં વિશ્વાસ પેદા થાય છે, સત્યવાદી છે તે પ્રકારે યશ થાય છે, સ્વાર્થની સિદ્ધિ થાય છે; કેમ કે મૃષા નહીં બોલનાર પ્રત્યે લોકો વિશ્વાસ રાખે છે. તેથી ધન-અર્જન આદિ સ્વાર્થની સિદ્ધિ થાય છે, લોકોમાં પ્રિય બને છે, આદેય બને છે=લોકો તેની વાત સ્વીકારે છે. અમોઘવચનવાળો થાય છે=નિષ્ફળ ન જાય તેવા વચનવાળો થાય છે, કેમ કે તેના વચનનો બધા વિશ્વાસ કરે છે.
વળી, સ્થૂલ મૃષાવાદવિરમણવ્રતના ફલને બતાવવા માટે સાક્ષીપાઠ આપે છે –
સર્વ મંત્રના યોગો સિદ્ધ થાય છે, ધર્મ-અર્થ-કામ સિદ્ધ થાય છે. સત્યથી પરિગૃહીત જીવના રોગ-શોક નાશ પામે છે. આ સર્વ ફળો સત્ય વચન બોલવાને કારણે પ્રગટ થયેલા પુણ્યના ઉદયથી પ્રાપ્ત થાય છે. વળી, સત્ય યશનું મૂળ છે. સત્ય વિશ્વાસનું પરમ કારણ છે. તે કથન આલોકમાં પ્રત્યક્ષ છે. વળી, સત્ય સ્વર્ગનું દ્વાર છે; કેમ કે સત્ય બોલનારને પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે તેથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. વળી સત્ય મોક્ષનું સોપાન છે; કેમ કે સત્યભાષી શ્રાવક ઉત્તરોત્તર ગુણવૃદ્ધિ દ્વારા મોક્ષને પ્રાપ્ત કરે છે.
વળી, જેઓ બીજા વ્રતને ગ્રહણ કર્યા પછી તેમાં અતિચારો લગાડે છે કે વ્રત ગ્રહણ કરતા નથી, તેઓને શું-શું અનર્થો પ્રાપ્ત થાય છે તે બતાવે છે –
અસત્ય બોલનાર જે-જે પ્રકારનાં વચન બોલે છે તે-તે પ્રકારની ખરાબ જાતિમાં જાય છે. તે સુખને પ્રાપ્ત કરતો નથી. સુંદર શબ્દો સાંભળતો નથી. અને બધે ઠેકાણે તેને ન સાંભળવાયોગ્ય શબ્દ સાંભળવા મળે છે; કેમ કે પૂર્વભવમાં અસત્ય બોલીને તે પ્રકારનું પાપ કર્યું છે કે જેથી સર્વત્ર તેને દુઃખોની જ પ્રાપ્તિ થાય છે. વળી, અસત્ય બોલનાર જીવોને દુર્ગંધવાળું શરીર, દુર્ગધવાળું મુખ, અનિષ્ટ વચનવાળો=જેનાં વચન લોકને ન ગમે તેવા વચનવાળો, કઠોર વચનવાળો થાય છે. વળી, મૃષાવાદ બોલનાર જડ પ્રકૃતિવાળો, બકરાની