________________
૨૪૪
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીચ અધિકાર | શ્લોક-૨૫ શ્રાવક શૂલપ્રાણાતિપાતનું પચ્ચખાણ કરે છે અને તે પ્રાણાતિપાત બે પ્રકારનું કહેવાયું છે. ૧. સંકલ્પથી અને ૨. આરંભથી. તે બે પ્રકારના પ્રાણાતિપાતમાં શ્રાવક જાવજીવ સુધી સંકલ્પથી પ્રાણાતિપાતનું પચ્ચખ્ખાણ કરે છે. આરંભથી પચ્ચખ્ખાણ કરતો નથી.
આ પ્રકારના સાક્ષીપાઠ અનુસાર શ્રાવક જીવનવ્યવસ્થા માટે કરાતા આરંભથી થનારી હિંસાનું પ્રત્યાખ્યાન કરતા નથી તોપણ શ્રાવકે જીવનવ્યવસ્થા માટે કરાતા આરંભમાં કેવી હિંસા કરવી જોઈએ તે બતાવે છે.
૧. શ્રાવકે સંખારાને પાણીમાંથી કાઢવા માટે નિછિદ્ર દઢ વસ્ત્રથી પાણીને ગાળવું જોઈએ અને તે ગાળેલા પાણીનો જ પરિમિત ઉપયોગ કરવો જોઈએ. તેથી ગૃહકાર્ય માટે થતા આરંભમાં થતા પાણીના વપરાશમાં પણ યતનાપરાયણ રહેવું જોઈએ.
૨. વળી અગ્નિ આદિ માટે જે ઇંધનનો ઉપયોગ કરે તે પણ શુષ્ક હોય, અજીર્ણ હોય જેથી લાકડામાં અંદર જીવાત રહેવાનો સંભવ ન રહે. વળી, અશુષિર અર્થાત્ વચમાં પોલાણવાળું ન હોય તેવા કીડા રહિત લાકડાનો ઉપયોગ કરવો જોઈએ જેથી અગ્નિકાયની વિરાધનાથી પણ કોઈ ત્રસજીવની વિરાધના ન થાય તેની યતના રહે અને પરિમિત અગ્નિથી જીવનનિર્વાહ કરવો જોઈએ.
૩. વળી, ધાન્ય, પક્વાન્ન, શાક આદિ ગૃહમાં વપરાતી જે પણ વસ્તુ હોય તે સર્વમાં પણ જીવો સંક્રાતઃ ચઢેલા, ન હોય અને જીવોથી અસંસક્ત હોય=જીવો ઉત્પન્ન થયા ન હોય, તેવી ગ્રહણ કરવી જોઈએ. વળી પરિમિત અને સમ્યફશોધિત એવા જલાદિ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. જો શ્રાવક તેવી યતના ન કરે તો શ્રાવકનું હૈયું જીવરક્ષા પ્રત્યે ઉપેક્ષાવાળું બને, તેથી હૈયામાં નિર્દયતા આવે અને સમ્યક્તનાં જે શમ, સંવેગાદિ લક્ષણો છે તદ્અંતર્ગત જે અનુકંપા સભ્યત્વનું લિંગ છે તે અનુકંપા રહે નહીં. અને અનુકંપા ન હોય તો સમ્યક્ત પણ રહે નહીં. તેથી શ્રાવકનું વ્રત પણ નિષ્ફળ બને. માટે શ્રાવકે સર્વત્ર અનુકંપાપૂર્વક ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ.
શ્લોકમાં પ્રથમ અણુવ્રતનું સ્વરૂપ બતાવ્યું તેમાં હિંસાની નિવૃત્તિનાં ત્રણ વિશેષણો આપેલાં છે. ૧. સંકલ્પથી હિંસા કરીશ નહિ. ૨. અનપેક્ષાથી હિંસા કરીશ નહિ. ૩. નિરપરાધી બેઇંદ્રિયાદિ જીવોની હિંસા કરીશ નહિ. તે ત્રણ વિશેષણથી સવાવીશાથી પ્રમિત જીવદયાત્મક પ્રથમ અણુવ્રત છે, એ પ્રમાણે સૂચિત થયું. તે સવાવીશા કઈ રીતે છે ? તેમાં સાક્ષીપાઠ બતાવે છે –
જીવો સ્થૂલ અને સૂક્ષ્મના ભેદથી બે પ્રકારના છે અને તેઓની હિંસા સંકલ્પથી અને આરંભથી બે પ્રકારની થાય છે અને તેમાં સાપરાધ, નિરપરાધ, સાપેક્ષ, નિરપેક્ષના વિકલ્પથી હિંસાનું વર્જન થાય છે. તેથી સાધુને વશ વસારૂપ પૂર્ણ હિંસાનું વર્જન પ્રાપ્ત થાય છે અને શ્રાવકને સવાવસારૂપ હિંસાનું વર્જન પ્રાપ્ત થાય છે.