________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૩
૧૯૭
ભગવાના વચનના સૂત્રને, અર્થને અને સૂત્ર-અર્થ ઉભયને તુ સમ્યક્ ધારણ કરજે. તું નવું-નવું ભણજે. જેથી સ્વીકારેલું સમ્યક્ત્વ શ્રુતની વૃદ્ધિ દ્વારા નિર્મળ થાય છે અને સ્વીકારેલ દેશવિરતિ પણ શ્રુતની વૃદ્ધિ દ્વારા નિર્મળ થાય. વળી, ગુરુએ કહેલ કે ઘણા ગુણોથી વૃદ્ધિ પામજે, તેથી તે વચનને ધારણ કરીને શિષ્ય હંમેશાં જેમ શ્રુતઅધ્યયનમાં ઉદ્યમ કરે છે તેમ સ્વીકારાયેલાં વ્રતોના પાલનથી પોતાનામાં સર્વવિરતિને અનુકૂળ ગુણોની વૃદ્ધિ થાય તે પ્રકારે ઉચિત યત્ન કરે છે. માત્ર દેશવિરતિનાં વ્રતોની બાહ્યક્રિયા કરીને સંતોષ પામતો નથી અને આ પ્રકા૨ના પરિણામ થવામાં ગુણવાન ગુરુનો અપાયેલો આશીર્વાદ સદા નિમિત્ત બને છે. વળી, ગુરુએ કહેલ કે સ્વીકારાયેલા વ્રતના નિસ્તા૨ને ક૨ના૨ અને પા૨ને પામનાર થજે, તેથી એ પ્રાપ્ત થાય કે પોતે જે વ્રતો ગ્રહણ કર્યાં છે તે વ્રતોને સ્ખલના વગર મારે પાળવાં જોઈએ જેથી સ્વીકારાયેલાં વ્રતોના નિસ્તા૨ને ક૨ના૨ો હું થાઉં તેવો અધ્યવસાય થાય છે. તે વ્રતોની ઉત્તરોત્તર વૃદ્ધિ કરીને તે વ્રતોના બળથી હું સંસારસાગરના પા૨ને પ્રાપ્ત કરનાર થાઉં એવો અધ્યવસાય શિષ્યને ઉત્પન્ન થાય છે અને તે અધ્યવસાય અનુસાર ઉચિત યત્ન કરીને શિષ્ય પણ વ્રતનું ઉચિત પાલન કરનાર બને છે અને ક્રમે ક૨ીને સંસારસાગરથી પાર ઊતરે છે. (૩)
-
ત્યાર પછી વંદન કરીને શિષ્ય કહે છે, ‘તમને મેં પ્રવેદિત કર્યું, આજ્ઞા આપો. સાધુઓને હું પ્રવેદન કરું.’ ગુરુ કહે છે – ‘પ્રવેદન કર.’ આ પ્રકારે કહેવાથી એ અધ્યવસાય થાય છે કે શિષ્યએ ગુરુના અનુશાસન માટે પોતાની ઇચ્છાનું પ્રવેદન કર્યું અને ગુરુએ આશીર્વાદ આપ્યા તેમ અન્ય સાધુઓના પણ ઉચિત અનુશાસન માટે પ્રવેદન કરવાની અનુજ્ઞા શિષ્ય માંગે છે અને ગુરુની અનુજ્ઞા માંગ્યા પછી અન્ય સાધુઓને પણ અનુશાસન આપવાની ઇચ્છારૂપ તે શિષ્ય પ્રવેદન કરે છે. તે પ્રમાણે ઉચિત અભિલાપપૂર્વક અન્ય સાધુઓ પણ તેને આશીર્વચન આપે છે જે આશીર્વચનના બળથી તે વ્રત ગ્રહણ કરનારને વ્રતની વૃદ્ધિ અર્થે શ્રુત અધ્યયનમાં, વ્રત પરિણમન પમાડવામાં ઉત્સાહ વધે છે; કેમ કે મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત અન્ય સાધુઓ પણ યોગ્ય એવા તે જીવને સા૨ણાદિ દ્વારા અનુશાસન આપે એવી ઇચ્છા વ્રતગ્રહણ કરનારને થાય છે. (૪)
ત્યારપછી વંદન કરીને એક નવકા૨ને બોલતો સમવસરણ અને ગુરુને પ્રદક્ષિણા આપે છે. આ પ્રમાણે ત્રણ વખત કરે છે. ત્યારપછી ગુરુ નિષદ્યામાં બેસે છે. આનાથી એ પ્રાપ્ત થાય કે અન્ય સાધુઓને પોતાની ઇચ્છાનું પ્રવેદન કર્યા પછી પોતે સ્વીકારેલા વ્રતને સ્થિર ક૨વાર્થે ગુરુને વંદન કરે છે અને ત્રણ વખત એકએક નવકા૨ બોલીને ગુરુને અને સમવસરણને પ્રદક્ષિણા આપે છે જે ઉચિત વિનય સ્વરૂપ છે. અને આ રીતે શિષ્ય ત્રણ પ્રદક્ષિણા કરી લે પછી ગુરુ પોતાના આસન પરે બેસે છે. (૫)
ખમાસમણપૂર્વક શિષ્ય ગુરુને કહે છે – “તમને મેં પ્રવેદન કર્યુંતમને મેં અનુશાસનની ઇચ્છા વ્યક્ત કરી અને તમે આશીર્વચન આપ્યું. સાધુઓને મેં પ્રવેદન કર્યું અને તેઓએ પણ આશીર્વાદ આપ્યા. તમે મને અનુજ્ઞા આપો હું કાઉસગ્ગ કરું.” ગુરુ કાઉસગ્ગની અનુજ્ઞા આપે છે. આ પ્રકારે કરવાથી આગળમાં જે કાઉસગ્ગ ક૨વાનો છે તે પણ ગુરુની અનુજ્ઞાપૂર્વક કરવાનો અધ્યવસાય થાય છે તેથી ઉચિત વિનય થાય છે. (૬)