________________
૧૯૬
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૩ ૧૮૦૦૦ શીલાંગ સ્વરૂપ જ ધર્મ પારમાર્થિક ધર્મ છે તેવી સ્થિરબુદ્ધિ કરવામાં આવે તો સમ્યક્ત અવશ્ય પ્રગટ થાય છે.
વળી, જે પુરુષ સમ્યક્ત ઉચ્ચરાવ્યા પછી દેશવિરતિ સામાયિક ઉચ્ચરાવે છે તે વ્રત ઉચ્ચરાવવાનો પાઠ આના પછી તરત જ બોલાય છે જે પાઠ અહીં ગ્રંથકારશ્રીએ આપેલ નથી. પરંતુ આગળમાં ગ્રંથકારશ્રી સ્વયં બતાવશે. અહીં “દંડ ઉચ્ચાર' રૂ૫ બારમું દ્વાર પૂરું થાય છે.
ત્યાર પછી સમ્યક્ત સામાયિક ઉચ્ચરાવ્યા પછી કે સમ્યક્ત સામાયિક દેશવિરતિ સામાયિક ઉચ્ચરાવ્યા પછી, ગુરુને વંદન કરીને શિષ્ય કહે છે – “ઇચ્છાપૂર્વક તમે મારામાં સમ્યક્ત સામાયિક, શ્રત સામાયિક અને દેશવિરતિ સામાયિકનું આરોપણ કરો.' ગુરુ કહે છે. “હું આરોપણ કરું છું.” આ પ્રકારે કહીને ગુરુ શિષ્યમાં તે સામાયિકનું આરોપણ કરે છે. (૧)
ફરી વંદન કરીને શિષ્ય કહે છે – “મને અનુજ્ઞા આપો. હું કંઈક કહેવાને ઇચ્છું છું.' ગુરુ કહે છે “વંદન કરીને કહે.” આ પ્રકારે કહેવાથી ગુરુને કંઈક કહેવાનો શિષ્યને અભિલાષ છે તે અભિલાષ પ્રગટ કરવા માટે પણ વિનયપૂર્વક અનુજ્ઞા માંગે છે. તેથી ઉચિત વિનય થાય છે અને ગુણવાનનું પાતંત્ર્ય થાય છે. પછી ગુરુ શિષ્યને કહેવાની અનુજ્ઞા આપે. (૨)
ત્યારપછી ફરી વંદન કરીને કહે છે – “તમે મારામાં સમ્યક્ત સામાયિક, શ્રુત સામાયિક, દેશવિરતિ સામાયિકનું આરોપણ કર્યું. હવે હું તમારું અનુશાસન ઇચ્છું છું.” આમ કહેવાથી શિષ્યને એ અધ્યવસાય છે કે “ગુણવાન એવા ગુરુના પારતંત્રના બળથી આ સંસારસાગર હું તરીશ માટે હું દરેક પ્રવૃત્તિ જિનવચનનાનુસાર કરું. તેના માટે ગુરુ મને સતત ઉચિત અનુશાસન આપે જેના બળથી હું જિનવચનાનુસાર પ્રવૃત્તિ કરી સંસારસાગરથી તરું.” આ પ્રકારના શિષ્યના કંઈક કથનને સાંભળીને ગુરુ કહે છે – “અમે તારામાં સમ્યક્ત સામાયિક આદિ જે ત્રણ આરોપણ કર્યા છે તે ક્ષમાશ્રમણના હાથથી આરોપણ કર્યા છે. આ પ્રકારે કહેવાથી ગુણવાન એવા ગુરુ પણ એ કહે છે કે “અમે પણ ગુણવાન એવા સુસાધુને પરતંત્ર થઈને તારામાં સમ્યક્ત સામાયિક આદિ ત્રણ સામાયિકનું આરોપણ કર્યું છે, સ્વઇચ્છાથી કર્યું નથી. માટે કલ્યાણના અર્થીએ ગુણવાન ગુરુને પરતંત્ર થઈને જ જિનવચનાનુસાર સર્વપ્રવૃત્તિ કરવી જોઈએ. આ પ્રકારે ગુરુનું વચન સાંભળીને શિષ્યને પણ ગુણવાન ગુરુ જેમ ક્ષમાશ્રમણને પરતંત્ર થયા છે તેમ મારે પણ ગુણવાન ગુરુને પરતંત્ર થવું જોઈએ તેવો અધ્યવસાય થાય છે.
ત્યારપછી ગુરુ આશીર્વચન આપતાં કહે છે તે સૂત્રથી, અર્થથી અને સૂત્ર-અર્થ ઉભયથી સમ્યકુધારણ કરજે શ્રુતજ્ઞાનનું સમ્યકુધારણ કરજે અને ગુરુગુણથી વૃદ્ધિને પામ=ગંભીરતાદિ ઘણા ગુણોથી વૃદ્ધિને પામજે. નિસ્તારગ-પારગ થજે=ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાના નિસ્તારને અને પારને કરનાર થજે. શિષ્ય કહે છે હું ઇચ્છું છું.” અર્થાત્ જે પ્રકારે ગુરુએ આશીર્વાદ આપેલ છે તે પ્રકારે કરવાને હું ઇચ્છું છું.
આનાથી એ પ્રાપ્ત થાય કે વ્રત આરોપણ કર્યા પછી ગુરુ શિષ્યના એક કલ્યાણની કામનાવાળા છે અને તે કામનારૂપે જ શિષ્યને આશીર્વચન આપે છે કે વ્રતગ્રહણ કર્યા પછી તારી શક્તિને ગોપવ્યા વગર