________________
૧૮૬
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૩
દિફશુદ્ધિ પૂર્વ અને ઉત્તરમાં રહેલા જિન, જિનચૈત્યાદિ અધિષ્ઠિત દિશાના આશ્રયણ સ્વરૂપ છે. વળી, આકારશુદ્ધિ રાજાભિયોગાદિ પ્રત્યાખ્યાનના અપવાદની મુલ્કલીકરણાત્મિકા છે=અપવાદને છોડીને, પચ્ચકખાણના ગ્રહણરૂપ છે. અને યોગ્યની દેવ, ગુરુ, સાધર્મિક, સ્વજન, દીન, અનાથ આદિની, ઉચિત ઉપચર્યા અને ધૂપ, પુષ્પ, વસ્ત્ર, વિલેપન આસનદાનાદિ ગૌરવાત્મિકા એ પ્રકારની વિધિ છે. અને તે=પૂર્વમાં કહી તે વિધિ, ક્યાં થાય છે? એથી કહે છે – “માવતિ' અણુવ્રત, મુખમાં=આદિમાં, છે જેઓને તે અણુવ્રતમુખાદિ=સાધુની અને શ્રાવકની વિશેષ ધર્મ-આચરણાઓ, તેઓના ગ્રહણમાં=સ્વીકારમાં, થાય છે, એ સદ્ધર્મગ્રહણવિધિ છે. ભાવાર્થ :
અણુવ્રતાદિના ગ્રહણમાં શું વિધિ છે ? તે પ્રસ્તુત ગાથામાં બતાવે છે – તેમાં યોગાદિ પાંચ શુદ્ધિ તે વિધિનું અંગ છે. તે યોગશુદ્ધિ જે વ્રતો સ્વીકારવાનાં હોય તેને અનુરૂપ મનવચન-કાયાની શુદ્ધિ વર્તતી હોય તો “યોગશુદ્ધિ” કહેવાય. જેમ અણુવ્રતગ્રહણ કરવા માટે તત્પર થયેલા શ્રાવકની કાયાનો વ્યાપાર યતનાપૂર્વક ગમનરૂપ હોય તો જીવરક્ષાને અનુકૂલ યતનાવાળો તેનો કાયયોગ છે, માટે કાયયોગની શુદ્ધિ છે. વળી, દેશવિરતિને અનુરૂપ નિરવદ્ય ભાષણ જે પુરુષ કરે છે તેથી એ પ્રાપ્ત થાય કે પ્રયોજન વગરની સાવદ્ય ભાષાનો જે પરિહાર કરે છે અને જે વ્રતો ગ્રહણ કરવાના છે તેને અનુરૂપ બોલવાની જેની પ્રકૃતિ છે તે પુરુષના વચનયોગની શુદ્ધિ વર્તે છે. વળી, જે દેશવિરતિ સ્વીકારવી છે તેને અનુરૂપ જેનું સુંદર ચિંતન ચાલે છે અને તેથી દેશવિરતિને પુષ્ટિ કરે તેવું જ ચિંતવન, મનન, વાંચનાદિ જે શ્રાવક પ્રવૃત્તિરૂપે કરે છે તેની વ્રતગ્રહણને અનુકૂળ મનની શુદ્ધિ છે. તેથી તેવા યોગશુદ્ધિવાળા શ્રાવક વ્રતગ્રહણના અધિકારી બને છે. વળી, વ્રતગ્રહણ કરવા માટે તત્પર થયેલ શ્રાવક ક્રિયાકાળમાં અમ્બલિંત નમુત્થણ આદિ સૂત્રનું ઉચ્ચારણ કરતો હોય અને સંભ્રમ વગર કાયોત્સર્ગાદિ ક્રિયા કરતો હોય તો વ્રતગ્રહણના વિષયમાં વંદનની શુદ્ધિ પ્રાપ્ત થાય, તેથી વ્રતગ્રહણ કરવા માટે તત્પર થયેલા શ્રાવકે વ્રતગ્રહણ પૂર્વે “નમુત્થણ' આદિ સૂત્રોનો એ રીતે સૂત્ર-અર્થના પ્રતિસંધાનપૂર્વક અખ્ખલિત પાઠ કરવાનો અભ્યાસ કરવો જોઈએ. અને જે-જે કાયોત્સર્ગાદિ ક્રિયાઓ કરે છે તે-તે કાયોત્સર્ગાદિ ક્રિયાઓ કયા પ્રકારના પ્રતિસંધાનપૂર્વક કરવાની છે તેનો બોધ કરીને તે પ્રકારે અસંભ્રાન્ત કાયોત્સર્ગ કરવાનો અભ્યાસ કરવો જોઈએ. જેથી વ્રતગ્રહણના ક્રિયાકાળમાં વંદનશુદ્ધિની પ્રાપ્તિ થાય. જેમ ચૈત્યવંદનમાં “અરિહંત ચેઇઆણં' સૂત્ર દ્વારા અરિહંત પ્રતિમાનાં વંદન, પૂજન, સત્કાર, સન્માનના ફળના પ્રયોજનથી વધતી જતી શ્રદ્ધા, મેધા આદિપૂર્વક કાયોત્સર્ગ કરવાનું પ્રતિસંધાન કરાય છે. તે પ્રકારે અસંભ્રાન્ત પ્રતિસંધાન કરીને સર્વકાયોત્સર્ગાદિ કૃત્યો કરવાનો અભ્યાસ કરવો જોઈએ.
તેથી વ્રતગ્રહણકાળમાં જે વંદનની ક્રિયા કરવામાં આવે તે ક્રિયાકાળમાં બોલાતા પ્રણિપાતાદિ દંડક સૂત્રોનો અસ્મલિત ઉચ્ચારણ પોતે કરી શકે. જે કાયોત્સર્ગાદિ કરાય છે તે કાયોત્સર્ગાદિ અસંભ્રાન્તપણે પોતે કરી શકે. તેના કારણે ઉલ્લસિત થયેલ શુભભાવ સ્વીકારાતા વ્રતને સમ્યક્ પરિણમન પમાડવામાં કારણ બને છે.