________________
૧૭૮
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ જેને તે અવર્ણાદિ અથવા અવજ્ઞાદિ અને ‘આદિ’ શબ્દથી તેના—વ્રતના, રક્ષણના ઉપાયની અપ્રવૃત્તિ આદિ, અહીં=વ્રત પરિણામના પરિપાતમાં, લિંગ છે—લક્ષણ છે. ‘રૂતિ' શબ્દ શ્લોકસ્પર્શી ટીકાની સમાપ્તિ માટે છે. અને વિરતિના પરિણામના અભાવમાં કેવી રીતે વ્રતનું ગ્રહણ છે ? એમ ન કહેવું; કેમ કે ઉપરોધાદિથી=કોઈકના આગ્રહ આદિથી, તેનો=વ્રતગ્રહણનો, સંભવ છે. =િજે કારણથી, દ્રવ્યથી શ્રમણપણાના અને શ્રાવકપણાના અનંતા ગ્રહણો સંભળાય છે. એ પ્રમાણે પ્રથમ ગાથાનો અર્થ છે.
પ્રસ્તાવિતના=પ્રથમ ગાથામાં પ્રસ્તાવિતના ઉપદેશને જ કહે છે. તે કારણથી=જે કારણથી આ વિદ્યમાન પણ વિરતિનો પરિણામ પ્રયત્નથી થાય છે અને પ્રયત્ન વગર અકુશલકર્મના ઉદયથી વિદ્યમાન પણ વિરતિનો પરિણામ પ્રતિપાતને પામે છે તે કારણથી, નિત્ય સ્મૃત્યાદિથી=સાર્વદિક, સ્મરણથી=સદા સ્મરણથી, થાય છે એ પ્રમાણે ગાથા૩માં રહેલા ‘પતિતવ્યમ્'ની સાથે સંબંધ છે. અને અધિકૃત ગુણમાં=સમ્યક્ત્વ અણુવ્રતાદિ સ્વીકારાયેલા ગુણોમાં, બહુમાનથી=ભાવપ્રતિબંધથી=વિરતિ પ્રત્યેના રાગના પરિણામથી, વિરતિનો પરિણામ થાય છે એમ અન્વય છે. ‘T’ શબ્દ સમુચ્ચયમાં છે. અને આ પદ=‘અધિકૃત ગુણોમાં' એ પદ, પૂર્વપદોથી અને ઉત્તરપદથી પ્રત્યેકની સાથે યોજવું, તેથી અધિકૃતગુણમાં નિત્ય સ્મૃતિ, અધિકૃતગુણમાં નિત્ય બહુમાન આદિનું યોજન છે. અને પ્રતિપક્ષ જુગુપ્સાથી=મિથ્યાત્વ, પ્રાણીવધાદિમાં ઉદ્વેગથી અને પરિણતિના આલોચનથી=અધિકૃતગુણના વિપક્ષભૂત મિથ્યાત્વ પ્રાણતિપાતાદિ દારુણફલવાળા અથવા સમ્યક્ત્વ અણુવ્રતાદિ અધિકૃત ગુણો પરમાર્થના હેતુ જ છે, એ પ્રકારના વિપાકના પર્યાલોચનથી, વિરતિનો પરિણામ થાય છે એમ અન્વય છે. ‘વ' શબ્દ સમુચ્ચયમાં જ છે. અને તીર્થકરની ભક્તિથી=પરમગુરુના વિનયથી, અને સુસાધુજનની પર્વપાસનાથી=ભાવસાધુની સેવાથી, ‘વ' શબ્દ સમુચ્ચયમાં જ છે. અને ઉત્તરગુણની શ્રદ્ધાથી=પ્રધાનતર ગુણના અભિલાષથી=સમ્યક્ત્વ થયે છતે અણુવ્રતના અભિલાષથી, અણુવ્રત હોતે છતે મહાવ્રતના અભિલાષથી એ પ્રકારનો ભાવ છે. ‘વ્’ શબ્દ સમુચ્ચયમાં જ છે, અહીં=સમ્યક્ત્વ અણુવ્રતાદિના વ્યતિકરમાં, તેના સ્વીકારના ઉત્તરકાલમાં સદા=સર્વકાલ, ઉદ્યમ કર્તવ્ય થાય છે. આ પ્રમાણે ત્રણ ગાથાનો અર્થ છે.
આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, વ્રતગ્રહણકાળમાં અવિદ્યમાન પણ આવ્રતનો પરિણામ, થાય છે. વ્રતગ્રહણકાલમાં થયેલો પણ વિરતિનો પરિણામ ક્યારે પણ પડતો નથી. તે કારણથી આમાં=વ્રતગ્રહણાદિ વિધિમાં, અપ્રમાદ કરવો જોઈએ. એ પ્રમાણે ચોથી ગાથાનો અર્થ છે.”
અને આ રીતે=અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, વિરતિના અભ્યાસથી અવિરતિ જીતાય છે. ‘દ્દિ'=જે કારણથી, અભ્યાસથી જ સર્વક્રિયામાં કુશલપણું પ્રગટ થાય છે. અને લેખન-પઠન-ગણનગાન-નૃત્યાદિ સર્વકલા વિજ્ઞાનમાં સર્વ જીવોને આ=અભ્યાસથી થતું કુશલપણું, અનુભવસિદ્ધ છે. કહેવાયું પણ છે
“અભ્યાસથી સર્વ ક્રિયાઓ થાય છે. અભ્યાસથી સર્વ કલાઓ થાય છે. અભ્યાસથી ધ્યાન-મૌનાદિ થાય છે. અભ્યાસને દુષ્કર શું છે ? અર્થાત્ કંઈ દુષ્કર નથી.” ।।૧।।
અને નિરંતર વિરતિના પરિણામના અભ્યાસમાં જન્માન્તરમાં પણ તેની અનુવૃત્તિ છે=જન્માન્તરમાં પણ વિરતિના પરિણામોના સંસ્કારો સાથે જાય છે.
જે કારણથી કહેવાયું છે