________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
૧૭૭
ક્રિયા કરનારા જીવોને તેના માહાભ્યથી જ=ક્રિયાના માહાભ્યથી જ, તેના ગ્રહણ અનન્તર=વ્રતગ્રહણ પછી, થાય છે અને થયો છતો=વિરતિનો પરિણામ થયો હતો, વૃદ્ધિ પામે છે. પરંતુ પ્રતિપાતશીલ થતો નથી.
આથી જ=વિશુદ્ધ ક્રિયાથી વિરતિનો પરિણામ થાય છે આથી જ, અમારા આદિની બાહ્ય ઔદયિક-ક્રિયાથી આકૃષ્ટ ક્ષાયોપથમિક એવાં ગુણસ્થાનકો આવતા નથી એ પ્રકારની બુદ્ધિથી સમ્યફ ક્રિયામાં ઉદાસીન થવું જોઈએ નહિ; કેમ કે પ્રયત્નથી તેઓનું પણ=ક્ષાયોપથમિક ગુણસ્થાનકોનું પણ, સુલભપણું છે. અને ઉપેયનું પ્રાપ્તવ્ય એવા ગુણસ્થાનકનું, ઉપાયને આધીનપણું છે અને આત્રક્રિયાઓ કરવાથી ગુણસ્થાનકની પ્રાપ્તિ છે એ, સ્વવિચારોથી વિભૂમિમત નથી. જે કારણથી પંચાશક પ્રકરણમાં સમ્યક્ત અને વ્રતના પરિણામના સ્વૈર્ય માટે વિધેયગત ઉપદેશના પ્રસ્તાવમાં શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કહે છે –
ગ્રહણ પછી પ્રયત્નથી અવિદ્યમાન પણ વિરતિનો પરિણામ થાય છે. અકુશલ કર્મના ઉદયથી પડે છે–પ્રયત્ન વગર વિરતિનો પરિણામ પાત પામે છે. અહીં=વિરતિના પરિણામના પાતમાં, અવર્ણાદિ લિગો છે.
'તે કારણથી નિત્ય સ્મૃતિથી=સદા વ્રતોના સ્મરણથી, અને અધિકૃત ગુણમાં બહુમાનથી, પ્રતિપક્ષની જુગુપ્સાથી=વ્રતોથી વિરુદ્ધ પ્રવૃત્તિની જુગુપ્સાથી અને પરિણતિના આલોચનથી=વિપરીત પ્રવૃત્તિના અને સમ્યફ પ્રવૃત્તિના ફલના આલોચનથી, તીર્થકરની ભક્તિથી અને સુસાધુની પર્યાપાસનાથી, ઉત્તરગુણની શ્રદ્ધાથી અહીં=સ્વીકારાયેલા વ્રતમાં, સદા યત્ન કરવો જોઈએ.
એ રીતે અવિદ્યમાન પણ આવરતિનો પરિણામ, થાય છે. થયેલો પણ=આત્મામાં પ્રગટ થયેલો વિરતિનો પરિણામ પણ ક્યારેય પણ પડતો નથી. ‘તા' તે કારણથી, અહીં ઉપરમાં બતાવેલા ઉપાયોમાં (શ્લોક-૨/૩માં બતાવાયેલા ઉપાયોમાં) બુદ્ધિમાને અપ્રમાદ કરવો જોઈએ.” (પંચાશક ૧/૩૫-૮)
આની વ્યાખ્યા=શ્લોકોની વ્યાખ્યા આ પ્રમાણે છે – “ગ્રહણથી= ગુરુ પાસે શ્રતધર્મ' ઈત્યાદિ વિધિથી સમ્યક્વના અને વ્રતના ગ્રહણથી, ઉપરમાંઉત્તરકાલમાં, પ્રયત્નથી=ઉદ્યમ વિશેષરૂપ હેતુથી, થાય છે=વિરતિનો પરિણામ થાય છે. અવિદ્યમાન પણ કર્મના દોષથી અવિદ્યમાન પણ, છતો જ વિરતિનો પરિણામ=પ્રાણાતિપાતાદિ રિવર્તનનો પારમાર્થિક અધ્યવસાય થાય છે એમ અવય છે. ઉપલક્ષણપણું હોવાથી વિરતિના પરિણામનું ઉપલક્ષણપણું હોવાથી, સમ્યક્તનું ગ્રહણ છે. વિરતિ આદિ આવારકકર્મોનું સોપક્રમપણું હોવાથી અને તથાવિધ પ્રયત્નનું વિરતિને અનુકૂળ કે સમ્યક્તને અનુકૂળ પ્રયત્નનું, તદ્ ઉપક્રમણ સ્વભાવપણું હોવાથી–ઉપક્રમ સ્વભાવવાળા કર્મને ઉપક્રમણ કરે તેવું સ્વભાવપણું હોવાથી, વિરતિનો પરિણામ થાય છે, એમ અન્વય છે. હવે ઉક્તથી વિપર્યયને કહે છે=જેમ વિરતિનો પરિણામ થાય છે તેમ પૂર્વમાં કહ્યું તેનાથી વિપર્યયને કહે છે, અકુશલકર્મના ઉદયથી=અશુભ એવા કષાયાદિ કર્મના અનુભાવથી=વિપાકથી, પડે છે=વિદ્યમાન પણ વિરતિનો પરિણામ વ્રતગ્રહણના ઉપરમાં પ્રયત્ન વગર અપનયન થાય છે=દૂર થાય છે. વિરતિનો પરિણામ એ પ્રકૃતિ છે. એથી શ્લોકના ઉત્તરાર્ધ સાથે ફરી તેનું યોજન છે તે બતાવવા માટે ‘વિરતિપરિણામ તિ પ્રવૃતમ્' એમ કહેલ છે. અને તેનો=વિરતિના પરિણામનો, પ્રતિપાત લિંગથી જણાય છે. તેને જ=લિગોને કહે છે, વ્રતોનો, વ્રતદેશકોનો અને વ્રતવાળાઓનો અવર્ણ અશ્લાઘા અથવા અવજ્ઞા અનાદર આદિ છે