________________
ॐ हीं अहँ नमः । ॐ ह्रीं श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ।
નમઃ
પૂ. ઉપાધ્યાય શ્રી માનવિજયજી કૃત સ્વોપજ્ઞ ટીકા સમન્વિત તથા લઘુહરિભદ્ર મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા કૃત ટિપ્પણી યુક્ત
ધર્મસંગ્રહ ભાગ-૨
શબ્દશઃ વિવેચન * પ્રથમ ખંડ -1k
દ્વિતીય અધિકારી છે
પ્રથમ અધિકાર સાથે બીજા અધિકારનો સંબંધ :
अथ विशेषतो गृहिधर्मव्याख्यानावसरः, स च सम्यक्त्वमूलक इति प्रथमं सम्यक्त्वं प्रस्तूय तदेव
लक्षयति -
હવે વિષયથી ગૃહધર્મના વ્યાખ્યાનનો અવસર છે. અને તે સમ્યક્નમૂલક છે. એથી પ્રથમ સમ્યક્તને પ્રસ્તુત કરીને તેને જ=વિશેષથી ગૃહીધર્મના સ્વરૂપને જ, બતાવે છે – ભાવાર્થ :
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ પાંત્રીસ પ્રકારના શિષ્ટાચારને પાળનારા યોગ્ય જીવોને કેવી ધર્મદેશના આપવી જોઈએ ? તેનું કાંઈક વિસ્તારથી સ્વરૂપ બતાવ્યું. તે સ્વરૂપ સાંભળીને જે યોગ્ય શ્રોતા ઉપદેશકના વચનથી સંસારના ઉચ્છેદનો અર્થી બન્યો છે અને મોક્ષના ઉપાયોને સેવવા માટે અત્યંત અભિમુખ બન્યો છે તેવો જીવ કેવા સ્વરૂપવાળો હોય ? તે શ્લોક-૨૦માં બતાવ્યું. તેવી યોગ્યતાને પામેલા શ્રોતાને ત્યારપછી વિશેષથી ગૃહીધર્મનું સ્વરૂપ બતાવવું જોઈએ=સમ્યના સ્વરૂપને બતાવવાપૂર્વક ગૃહીધર્મનું સ્વરૂપ બતાવવું જોઈએ અને તે ગૃહધર્મ સમ્યક્વમૂલ બારવ્રતરૂપ છે. તેથી તેવા જીવોને ધર્મ બતાવતી વખતે પ્રથમ