________________
૧૪૩
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ સંવરમાં યત્ન કરવાનો પક્ષપાત છે. પોતાનામાં તેવી શક્તિ નહીં હોવાથી જે આચાર્યાદિ આશ્રવના રોધથી સંવરમાં યત્ન કરે છે તેમની સેવા કરીને સંયમની શક્તિનો સંચય કરે છે તે સમ્યત્ત્વની બીજી સદુહણા છે. i-iv) વ્યાપન્નદર્શનવર્જનસહણા અને કુદર્શનવર્જનસાણા -
વળી, જેઓ ચારિત્રને ગ્રહણ કરીને પણ જિનવચનથી વિપરીત રુચિવાળા થયા છે તેવા વ્યાપન્ન દર્શનવાળા નિર્નવાદિ છે અને કુદર્શનવાળા શાક્યાદિ છે=બૌદ્ધભિક્ષુકાદિ છે. તેઓના પરિચયનો ત્યાગ કરવો તે સમ્યક્તની ત્રીજી અને ચોથી સદુહણા છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે સમ્યગ્દષ્ટિ જીવો ઉપાય તરીકે જિનવચનાનુસાર ચાલનારા સુસાધુની ઉપાસના કરે છે અને જે સાધુઓ જિનવચનથી વિપરીત પ્રરૂપણા કરનારા છે અને જિનવચનથી વિપરીત રુચિવાળા છે તેથી સ્વઇચ્છાનુસાર ચારિત્ર પાળનારા છે તેઓને શિથિલ જાણીને સમ્યગ્દષ્ટિ જીવો તેઓથી દૂર રહે છે અને અન્ય દર્શનના સંન્યાસીઓ તત્ત્વને જાણનારા નથી, તેથી તેઓથી પણ દૂર રહે છે. જેના કારણે શિથિલ સાધુના કે અન્યદર્શનના સંન્યાસીઓના બાહ્ય ત્યાગથી ઉપાસ્યપણા રૂપે તેઓમાં ગુરુપણાની બુદ્ધિ થાય નહીં અને તેઓના પરિચયથી પોતાનામાં પણ જિનવચનથી વિપરીત રુચિ થાય નહીં તે માટે તેઓનો ત્યાગ કરે છે. એ સમ્યત્વની ત્રીજી અને ચોથી સદ્દતણા છે.
અહીં પ્રશ્ન થાય કે અંગારમદકાદિ આચાર્યો જિનશાસનમાં મિથ્યાદૃષ્ટિ આચાર્ય તરીકે પ્રસિદ્ધ છે. તેઓ પણ શાસ્ત્ર જાણતા હતા તેથી “પરમાર્થસંસ્તવ” નામની સદ્દતણા તેઓમાં પ્રાપ્ત થાય. વળી, શાસ્ત્રના પરમાર્થને જાણનારા હતા તેથી શિષ્યોને શાસ્ત્રાભ્યાસ કરાવતા હતા તેથી સુમુણિતપરમાર્થવાળા યતિજન છે તેમ પ્રાપ્ત થાય. માટે મિથ્યાષ્ટિમાં પણ સમ્પર્વની સદ્દતણાઓ પ્રાપ્ત થાય છે તેવી વ્યભિચારની શંકા કરવી નહિ; કેમ કે તાત્ત્વિક જ સદુહણાઓ સમ્યક્તનો આચાર છે.
આશય એ છે કે જે જીવો સંસારથી ભય પામ્યા છે અને સંસારથી પર અવસ્થાના અર્થી છે અને તેના કારણે જીવાદિ પરમાર્થને જાણવા માટે ઉદ્યમ કરે છે તે જીવોમાં પરમાર્થ સંસ્તવાદિ તાત્ત્વિક સદુહણાઓ છે. જ્યારે અંગારમર્દક આચાર્યને જીવ વિષયક જ શ્રદ્ધા ન હતી. તેથી કોઈક નિમિત્તથી સંયમ ગ્રહણ કરીને અને શાસ્ત્રો ભણીને શાસ્ત્રનો વિશદ બોધ હોવા છતાં પણ જિનવચનાનુસાર સંવરભાવમાં ઉદ્યમ કરીને સંસારનો ઉચ્છેદ કરવો છે તેવો આશય નહીં હોવાથી તેઓની શાસ્ત્રાધ્યયનની પ્રવૃત્તિ તાત્ત્વિક પરમાર્થ સંસ્તવરૂપ ન હતી, માટે આ સદ્દતણા મિથ્યાષ્ટિમાં પણ પ્રાપ્ત થાય છે એ પ્રકારની વ્યભિચારિતાની શંકા કરવી નહિ. (૨) ત્રણ લિંગ :
સમ્યક્તની ચાર સદુહણા બતાવ્યા પછી સમ્યક્તના ત્રણ લિંગોનું સ્વરૂપ બતાવે છે – (i) શુશ્રુષાલિંગ :
ત્રણ લિંગમાં પ્રથમ લિંગ શુશ્રુષા છે. જે શુશ્રુષા સમ્યફ બોધનું અવંધ્ય કારણ બને તે રીતે ધર્મશાસ્ત્રના શ્રવણની ઇચ્છારૂપ છે.