________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ અને તે=બૌદ્ધનો મત, અયુક્ત છે; કેમ કે દીક્ષાદિ પ્રયાસનું વૈયર્થ્ય છે=મોક્ષ ન હોય અને આત્માનો નાશ થતો હોય તો આત્માના નાશ માટે સંયમાદિનો પ્રયાસ કોઈ કરે નહીં માટે વ્યર્થ છે. પ્રદીપના દૃષ્ટાંતનું પણ અસિદ્ધપણું હોવાથી, વળી એની યુક્તિનો વિસ્તાર=પ્રદીપનું દૃષ્ટાંત અસિદ્ધ છે તેનો વિસ્તાર, ગ્રંથાન્તરથી જાણવો.
૧૪૨
કે
૬. મોક્ષનો ઉપાય છે – મોક્ષનો=તિવૃત્તિનો, ઉપાય=સમ્યક્ સાધન, વિદ્યમાન છે; કેમ કે સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યક્ ચારિત્રનું મુક્તિના સાધકપણાથી ઘટમાનપણું છે. આનાથી પણ=મોક્ષનો ઉપાય છે એમ સ્વીકારવાથી પણ, મોક્ષના ઉપાયના અભાવનું પ્રતિપાદન કરનાર દુર્રયનો તિરસ્કાર કરાયો=તે દુર્રયનું નિરાકરણ કરાયું. આ, આત્માના અસ્તિત્વ આદિ સમ્યક્ત્વનાં છ સ્થાનો છે; કેમ કે આ હોતે છતે જ સમ્યક્ત્વ થાય છે એ પ્રકારનો ભાવ છે અને આમના ભેદોનું=છ સ્થાનોના ભેદોનું, યથાસંભવ જ્ઞાન, શ્રદ્ધાન અને ચરણવિધયા=જ્ઞાન-દર્શન-ચારિત્ર પ્રકારથી સમ્યક્ત્વમાં ઉપયોગીપણું છે. એ પ્રમાણે જાણવું.
E
ભાવાર્થ:
સમ્યક્ત્વના સડસઠ ભેદોના ઉદ્ધરણો આપ્યાં. તેમાં સૌ પ્રથમ ચાર સદ્દહણા બતાવેલ છે.
(૧) ચાર સદ્દહણા ઃ
ચાર સદ્દહણાનો અર્થ સ્પષ્ટ કરતાં કહે છે
(i) પરમાર્થસંસ્તવસદ્દહણા :
જીવાદિ નવ તત્ત્વો છે તે ૫૨માર્થ છે અને તેનો સંસ્તવ ક૨વો અર્થાત્ તેનો અર્થ જાણવો તે પરમાર્થ સંસ્તવરૂપ પ્રથમ સદ્દહણા છે.
તેથી એ પ્રાપ્ત થાય કે સમ્યગ્દષ્ટિ જીવ હંમેશાં પરમાર્થના પક્ષપાતી હોય છે અને જીવને માટે પરમાર્થ મોક્ષ છે. અને મોક્ષના ઉપાયભૂત જીવાદિ પદાર્થનું જ્ઞાન છે તેથી મોક્ષના અર્થી એવા સમ્યગ્દષ્ટિ જીવો જીવાદિપદાર્થનું જ્ઞાન કરીને તેનાથી આત્માને તે રીતે ભાવિત કરે છે કે જેથી તે જીવાદિ પદાર્થોનું જ્ઞાન તેઓના મોક્ષને અનુકૂળ સીર્યોલ્લાસનું કારણ બને એ ૫૨માર્થસંસ્તવરૂપ પ્રથમ સદ્દહણા છે.
(ii) સુમુણિતપરમાર્થજ્ઞાનીસેવાસદ્દહણા :
વળી, સારી રીતે જીવાદિ પદાર્થોનું સ્વરૂપ જેમણે જાણ્યું છે અને શક્તિના પ્રકર્ષથી તે બોધને અનુરૂપ સંયમમાં યત્ન કરે છે તેવા યતિજનો આચાર્યાદિ છે અને તેઓની ભક્તિ ક૨વી તે સમ્યક્ત્વનું બીજું શ્રદ્ધાન છે. અર્થાત્ સમ્યક્ત્વની બીજી સદ્દહણા છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે સમ્યગ્દષ્ટિ જીવોને મોક્ષનો પક્ષપાત છે. તેથી મોક્ષના ઉપાયભૂત જીવાદિ પદાર્થોનો પક્ષપાત છે અને જીવાદિ પદાર્થોનું યથાર્થ પાલન કરીને શક્તિના પ્રકર્ષથી આશ્રવના રોધ કરી