________________
૧૩૪
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર / બ્લોક-૨૨ અરિહંત, સિદ્ધ, ચૈત્ય, ઋત, ધર્મ, સાધુવર્ગ, આચાર્ય, ઉપાધ્યાય, પ્રવચન, દર્શન વિષયક વિનય. પા. ભક્તિ, પૂજા, વર્ણવાદનું જનન, અવર્ણવાદનું વર્જન, આશાતનાનો પરિહાર સંક્ષેપથી દર્શનવિનય છે.” બ્રા ત્રણ શુદ્ધિ બતાવે છે –
જિનને છોડીને, જિનમતને છોડીને, જિનમતમાં રહેલા સુસાધુ આદિને છોડીને ચિતવન કરાતું શેષ જગત સંસારમાં કચરા તુલ્ય છે.” liા
પાંચ ગતદોષ બતાવે છે – “શંકા, કાંક્ષા, વિવિગચ્છા, પ્રશંસા અને કુલિગીનો સંસ્તવ. સમ્યક્તના અતિચારો પ્રયત્નથી પરિહાર કરવા જોઈએ” II૮
આઠ પ્રભાવક બતાવે છે – “પ્રવચનિક, ધર્મકથી, વાદી, નૈમિત્તિક, તપસ્વી, વિદ્યા=વિદ્યાવાળા, સિદ્ધ, કવિ આઠ પ્રભાવકો કહ્યા છે.” TIટા
ભૂષણ બતાવે છે – “જિનશાસનમાં કુશલતા, પ્રભાવના, તીર્થસેવના, સ્થિરતા, ભક્તિ પાંચ ગુણો ઉત્તમ સમ્યક્તની દીપના છે.” II૧૦.
લક્ષણના પાંચ પ્રકારથી યુક્ત સમ્યગ્દર્શન છે એથી લક્ષણો કહેવાયાં જ છે=મૂળ શ્લોકમાં લક્ષણો કહેવાયાં જ છે. અહીં=લક્ષણના વિષયમાં, ગાથા પણ છે=ઉદ્ધરણની ગાથા પણ છે – “સંવેગ, ઉપશમ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એ પાંચ લક્ષણો સમ્યક્તમાં છે.” II૧૧ાા છ પ્રકારની જયણા બતાવે છે –
અન્ય તીથિકોને, અન્યતીથિકદેવોને, કુતીથિક વડે ગૃહીત સ્વદેવતાને=જિનપ્રતિમાને, વંદન કરું નહીં અને નમસ્કાર કરું નહિ. I૧૨ાા
નહિ બોલાવેલા કુતીથિકોને બોલાવવા નહિ, સંલાપ કરું નહિ, તેઓને અશનાદિ આપું નહિ, (પરતીર્થિક દેવોના અને પરતીથિકથી ગૃહીત જિનપ્રતિમાના પૂજન માટે) ગંધ-પુષ્પાદિક મોકલું નહિ.” I૧૩મા
છ આગાર બતાવે છે – રાજાભિયોગ, ગણાભિયોગ, બલાભિયોગ, સુરાભિયોગ, કતારવૃત્તિ આજીવિકાવૃત્તિ અને ગુરુનો નિગ્રહ છ છિડિકાછ આગાર, જિનશાસનમાં છે. ૧૪.
છ ભાવનાથી ભાવિત સમ્યગ્દર્શન છે. તે છ ભાવનાઓ બતાવે છે – બે પ્રકારના પણ ઘર્મનું દેશવિરતિ અને સર્વવિરતિ બંને પ્રકારના ધર્મનું પણ, મૂળ=વ્રતરૂપી વૃક્ષનું મૂળ,