________________
૧૦૭
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ અર્થ આ પ્રમાણે છે તો પણ કોઈ અન્ય સમ્યકૂવક્તા મળે અને તેમને સમજાવે કે આ શાસ્ત્રવચનનો આ અર્થ નથી તો તે સમ્યફવક્તાને વચનથી તેઓનો અભિનિવેશ નિવર્તન પામે છે. માટે સમ્યગ્દષ્ટિ જીવોને દુરભિનિવેશ નથી અને જેઓનો ભગવાનના વચનથી વિપરીતબોધ સમ્યફવકતાના વચનથી અનિવર્તનીય છે તેવા જીવોમાં અભિનિવેશ નથી પરંતુ દુરભિનિવેશ છે અને દુરભિનિવેશ બુદ્ધિવાળા તેઓ હોવાથી મિથ્યાદૃષ્ટિ છે.
વળી, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, સિદ્ધસેન દિવાકરસૂરિ આદિ પ્રવચનના પ્રભાવક પુરુષો હતા. ઘણા શાસ્ત્રના પરમાર્થને જાણનારા હતા. આમ છતાં તેઓના પરસ્પર વિપરીત સ્વીકારરૂપ બે પક્ષો શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. તે બે પક્ષમાંથી કોઈ એક પક્ષ શાસ્ત્રથી બાધિત છે. કયો પક્ષ શાસ્ત્રબાધિત છે ? તે સર્વજ્ઞ જ જાણી શકે; આમ છતાં તે બંને પક્ષની માન્યતા પરસ્પર વિરોધી હોવાથી તે બેમાંથી કોઈ એક પક્ષ શાસ્ત્રથી બાધિત છે તેમ નક્કી થાય છે. આમ છતાં તે બંને પક્ષને સ્થાપનાર જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ અને સિદ્ધસેન દિવાકરસૂરિ આદિમાં આભિનિવેશિક મિથ્યાત્વનું લક્ષણ નથી તે બતાવવા માટે આભિનિવેશિક મિથ્યાત્વના લક્ષણમાં નાનતોડપિ' વિશેષણ આપેલ છે અને નાનતોડજિ' વિશેષણથી એ ફલિત થાય કે પોતે જ્યાં આગ્રહ રાખે છે ત્યાં શાસ્ત્રતાત્પર્યનો બાધ છે એ પ્રકારનું પ્રતિસંધાન હોવા છતાં જેઓને પોતાના પક્ષનો રાગ છે તેઓને આભિનિવેશિક મિથ્યાત્વ છે. જ્યારે જિનભદ્રગણિક્ષમાશ્રમણ અને સિદ્ધસેન દિવાકરસૂરિ આદિ પોતે જે સ્વીકારે છે તેમાં તેઓ શાસ્ત્રતાત્પર્યનો બાધ છે તે પ્રકારનું પ્રતિસંધાન કરીને પોતાના પક્ષ પ્રત્યે પક્ષપાતવાળા ન હતા. પરંતુ અવિચ્છિન્ન પ્રવચનની પરંપરાથી શાસ્ત્રનું તાત્પર્ય જ પોતાના સ્વીકારાયેલા પદાર્થને અનુકૂળ છે તેવું પ્રતિસંધાન કરીને તેઓ પોતાના પક્ષમાં આગ્રહવાળા હતા તેથી તે બંનેમાં મિથ્યાત્વનો પ્રસંગ ન
વળી, ગોષ્ઠામાહિલાદિ પોતાના પક્ષમાં શાસ્ત્રના તાત્પર્યનો બાધ છે તેવું જાણવા છતાં પોતાનાથી સ્થાપન કરાયેલા પક્ષ પ્રત્યેની રૂચિને કારણે વિપરીત શ્રદ્ધા કરતા હતા માટે તેઓમાં આભિનિવેશિક મિથ્યાત્વ સ્વીકારવામાં કોઈ દોષ નથી.
વળી, આ અભિનિવેશિક મિથ્યાત્વ પણ મતિભેદના અભિનિવેશાદિ મૂલભેદથી અનેક પ્રકારનું છે. આથી જ જમાલી-ગોષ્ઠામાહિલાદિના જુદા જુદા પ્રકારના અભિનિવેશને કારણે જુદા જુદા પ્રકારનું આભિનિવેશિક મિથ્યાત્વ છે તે પ્રકારે વ્યવહાર ભાષ્ય'માં કહેલ છે.
વ્યવહારભાષ્યની ગાથાનો અર્થ આ પ્રમાણે છે – જમાલીને સંથારો પાથરવાના પ્રસંગે મતિભેદ થયો. અને તે મતિભેદને કારણે આભિનિવેશિક મિથ્યાત્વની પ્રાપ્તિ થઈ; કેમ કે સંથારા પાથરવાના પ્રસંગમાં અભિનિવેશ થયા પછી આ પોતાનું વચન શાસ્ત્રથી બાધિત છે તેવું જાણવા છતાં પણ સ્વવચનના આગ્રહથી જમાલી આભિનિવેશિક મિથ્યાત્વ પામે છે. વળી ગોવિંદ વાચક પૂર્વમાં વ્યર્ડ્સાહિત છે, તેથી તેઓને જૈનદર્શન સમ્યફ નથી પરંતુ બૌદ્ધદર્શન જ સમ્યક છે, તેવો વિપરીત બોધ હતો તેથી ત્યારે તેમનામાં આભિનિવેશિક મિથ્યાત્વ હતું. સંસર્ગથી ભિક્ષને આભિનિવેશિક