________________
૧૦૬
ધર્મસંગ્રહ ભાગ-૨ /દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ આત્મા કર્તા નથી. ૪. આત્મા ભોક્તા નથી. ૫. મોક્ષ નથી. ૭. મોક્ષના ઉપાય નથી ઇત્યાદિ વિકલ્પો વડે છે પ્રકારનું છે. . ૨ અનાભિગ્રહિક મિથ્યાત્વ :
જે જીવો મુગ્ધતાથી સર્વ દેવો વંદનીય છે, નિંદનીય નથી, એ રીતે સર્વ ગુરુઓ ભક્તિ કરવા યોગ્ય છે અને સર્વ ધર્મો સુંદર છે, એ પ્રમાણે જે માને છે તે સર્વજીવોને “અનાભિગ્રહિક મિથ્યાત્વ' છે. અર્થાત્ ધર્મની રુચિ હોવા છતાં કોઈ દર્શનના પક્ષપાત વગરની હોવા છતાં તત્ત્વ પ્રત્યેના પક્ષપાતથી વિપરીત રુચિ છે. આથી જ સર્વ દેવોને વંદનીય આદિરૂપે સ્વીકારે છે. ૩. આભિનિવેશિક મિથ્યાત્વ -
જે જીવો યથાસ્થિત જાણવા છતાં પણ પોતાના પક્ષ પ્રત્યેના દુરભિનિવેશથી વિપ્લાવિત બુદ્ધિવાળા છે તેથી જિનવચનથી વિપરીત શ્રદ્ધાન કરે છે તેવા જીવોને ગોષ્ઠામાહિલાદિની જેમ આભિનિવેશિક મિથ્યાત્વ છે.
(ગ્રંથકારશ્રીએ આભિનિવેશિક મિથ્યાત્વનું લક્ષણ કર્યું તે લક્ષણનો પરિષ્કાર કરતા ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ સાહેબ કહે છે કે જે જીવો સમ્યગ્દષ્ટિ છે તેઓને ભગવાનના વચનમાં સ્થિરરુચિ છે. આમ છતાં કોઈક સ્થાનમાં વિપરીતબોધ અનાભોગને કારણે થાય છે તેથી સમ્યગ્દષ્ટિ એવા પણ તે જીવોને તે વિપરીત બોધમાં અભિનિવેશ થાય છે અર્થાત્ આ જ તાત્પર્યમાં આ શાસ્ત્રવચન છે તેવો અભિનિવેશ થાય છે. વળી, પ્રજ્ઞાપક એવા ઉપદેશક દ્વારા કોઈક શાસ્ત્રવચનના તે પ્રકારના વિપરીત અર્થને કારણે કોઈક સમ્યગ્દષ્ટિ જીવને વિપરીત બોધ થાય છે. તેથી તે સમ્યગ્દષ્ટિ જીવોને ભગવાનના વચનથી વિપરીત અર્થમાં અભિનિવેશ= આગ્રહ હોવાને કારણે જિનવચનથી વિપરીત શ્રદ્ધાન છે તેવા સમ્યગ્દષ્ટિ જીવોમાં આભિનિવેશિક મિથ્યાત્વનું લક્ષણ ન જાય તે માટે આભિનિવેશિક મિથ્યાત્વના લક્ષણમાં “અભિનિવેશથી વિપ્લાવિત બુદ્ધિવાળા” એ પ્રકારના વચનમાં રહેલા અભિનિવેશ શબ્દનું વિશેષણ ' મૂકેલ છે. તેથી એ ફલિત થાય કે જેઓ દુરભિનિવેશવાળા છે તેઓ આભિનિવેશિક મિથ્યાષ્ટિ છે અને જેઓ દુરભિનિવેશવાળા નથી પરંતુ અનાભોગથી કે પ્રજ્ઞાપકના દોષથી ભગવાનના વચનથી વિપરીત અર્થમાં અભિનિવેશવાળા છે તેઓ પરમાર્થથી તો ભગવાનના વચન પ્રત્યેની રુચિવાળા છે માટે તેઓ સમ્યગ્દષ્ટિ છે.
દુરભિનિવેશવાળા કહેવાથી શું પ્રાપ્ત થાય ? તે સ્પષ્ટ કરે છે – સમ્યકુ વક્તાના વચનથી અનિવર્તનીયપણે તેનો અર્થ છે=દુરભિનિવેશનો અર્થ છે. તેથી એ પ્રાપ્ત થાય કે સમ્યગ્દષ્ટિ જીવોને ભગવાનના વચનમાં જ સ્થિરરુચિ હોય છે અને ભગવાને જે પ્રકારે કહ્યું છે તે પ્રકારના પરમાર્થને જાણવા માટે શાસ્ત્ર-અધ્યયન કરતા હોય છે, આમ છતાં શાસ્ત્રવચનના કોઈક સ્થાનમાં ભગવાને જે તાત્પર્યમાં કહેલું હોય તેનાથી વિપરીતબોધ બુદ્ધિની મંદતાને કારણે તેઓને થાય અથવા જે ઉપદેશક પાસેથી તેઓ શાસ્ત્રો ભણતા હોય તે ઉપદેશક શાસ્ત્રવચનનો વિપરીત અર્થ કરે તેના કારણે સમ્યગ્દષ્ટિ જીવને વિપરીત બોધ થાય અને તે વિપરીતબોધમાં તેઓને અભિનિવેશ હોય કે આ શાસ્ત્રવચનનો