________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | શ્લોક-૪ છે. અને ત્યાં=બે પ્રકારના ઘર્મમાં, ગૃહીધર્મનેeગૃહસ્થતા ઘર્મને; વિશેષથી કહે છે=વિભાગથી કહે છે. ગૃહસ્થધર્મ પણ આEસાક્ષાત્ જ હદયમાં વર્તમાનપણાથી પ્રત્યક્ષ એવો આ ઉક્ત લક્ષણવાળો ગૃહસ્થધર્મ પણ, બે પ્રકારનો છે=બે ભેદવાળો છે. તેના બે ભેદને બતાવે છે –
સામાન્યથી અને વિશેષથી બે પ્રકારનો છે, એમ અવય છે. ત્યાં બે પ્રકારના ગૃહસ્થ ધર્મમાં, સર્વવિશિષ્ટજન સાધારણ અનુષ્ઠાનરૂપ સામાન્યથી ગૃહીંધર્મ છે અને સમ્યગ્દર્શન અણુવ્રતાદિના સ્વીકારરૂપ વિશેષથી ગૃહીધર્મ છે. વાર=સામાન્ય અને વિશેષમાં રહેલો 'કાર, ઉક્ત સમુચ્ચય માટે છે=ગૃહસ્થ ધર્મના બે ભેદના સમુચ્ચય માટે છે.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. વૃદિપડપતિ'= કૃષિડ'િમાં રહેલ ‘' શબ્દથી શું પ્રાપ્ત થાય ? તે સ્પષ્ટ કરે છે – વળી સામાન્યધર્મનું શું કહેવું ? ગૃહસ્થ ધર્મ પણ બે ભેદવાળો છે=સામાન્યધર્મ તો ગૃહી અને વ્રતીના વિભાગથી બે ભેદવાળો છે, પરંતુ ગૃહીધર્મ પણ સામાન્ય અને વિશેષથી બે ભેદવાળો છે, એ પ્રકારનો ‘પિ’ શબ્દનો અર્થ છે. ભાવાર્થ :
ગ્રંથકારશ્રીએ શ્લોક-૩માં ધર્મનું લક્ષણ બતાવ્યું. તે ધર્મને સેવનારા એવા ગૃહસ્થ અને વ્રતીના વિભાગથી તે ધર્મ બે પ્રકારનો છે ઃ ૧. ગૃહસ્થ ધર્મ, ૨. યતિધર્મ.
ગૃહસ્થધર્મ શું છે ? તે સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – નિત્ય અને નૈમિત્તિક અનુષ્ઠાનરૂપ ગૃહસ્થ ધર્મ છે. તેથી એ ફલિત થાય કે ગૃહસ્થને કેટલાંક કૃત્યો નિત્ય કરવાના હોય છે તે નિત્ય અનુષ્ઠાનરૂપ છે. જેમ જિનપૂજાદિ નિત્ય અનુષ્ઠાનો છે અને કેટલાંક અનુષ્ઠાનો નૈમિત્તિક હોય છે. જેમ કે કોઈ નિમિત્તને પામીને ગૃહસ્થ તીર્થયાત્રા કરે છે. યતિધર્મ પાંચ મહાવ્રતરૂપ છે અને તેની આચરણા ચરણસિત્તરી-કરણસિત્તરારૂપ છે. વળી જેમ સામાન્ય ધર્મ બે પ્રકારનો છે તેમ ગૃહસ્થધર્મ પણ બે પ્રકારનો છે. તે બે પ્રકાર સ્પષ્ટ કરતાં કહે છે – સામાન્યથી ગૃહસ્થ ધર્મ અને વિશેષથી ગૃહસ્વધર્મ. સર્વ વિશિષ્ટજન સાધારણ અનુષ્ઠાનરૂપ જે ધર્મ છે તે સામાન્યથી ગૃહસ્થ ધર્મ છે અને સમ્યગ્દર્શન અણુવ્રતાદિના સ્વીકારરૂપ જે ગૃહસ્થ ધર્મ છે તે વિશેષથી ગૃહસ્થ ધર્મ છે. તેથી એ ફલિત થાય કે પ્રારંભિક ભૂમિકાના જીવોને અને વ્રતધારી શ્રાવકને જે આચરણા કરવી આવશ્યક છે એવી ઉચિત આચરણા તે સામાન્યથી ગૃહસ્થ ધર્મ છે અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થયા પછી અણુવ્રતાદિનો સ્વીકાર કરે છે તે વિશેષથી ગૃહસ્થધર્મ છે. જો