________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯
૨૨૧ સંસારી જીવને પીડા થતી નથી પરંતુ પોતાના દેહ સાથે પોતાનો કથંચિત્ અભેદ છે. તેથી પોતાના દેહનો કોઈ નાશ કરે તો પોતાને પીડા થાય છે. વળી, પોતાના દેહથી પોતાનો કથંચિત્ ભેદ પણ છે. જો સર્વથા અભેદ હોય તો દેહના નાશથી આત્માનો નાશ થાય અથવા જેમ આત્મા પોતાના ગુણોથી અભિન્ન છે, તેમ દેહનો આત્માથી અભેદ હોય તો આત્મા અન્યભવમાં જાય ત્યારે જેમ તેના જ્ઞાનાદિગુણ અન્યભવમાં સાથે જાય છે તેમ તેનો દેહ પણ તેની સાથે જવો જોઈએ. પરંતુ મૃત્યુ સમયે દેહ સાથે જતો નથી માટે આત્મા દેહથી ભિન્ન છે. આ રીતે દેહથી આત્મા ભિન્નભિન્ન છે માટે હિંસાદિ ભાવો ઘટે છે.
વળી, આત્મા પૂર્વમાં હિંસાના પરિણામવાળો ન હોય અને પાછળથી હિંસાના પરિણામવાળો થાય છે તેથી આત્મા પરિણામી છે તેમ નક્કી થાય છે. જો આત્મા પરિણામી ન હોય તો પૂર્વમાં હિંસાના ભાવવાળો નહિ એવો આત્મા પાછળથી હિંસાના ભાવવાળો થાય નહિ. આ રીતે યુક્તિ-અનુભવથી ઉપદેશક યોગ્ય શ્રોતાને સમજાવે તો શ્રોતાને સ્થિર નિર્ણય થાય કે મારા દેહથી મારો કોઈક અપેક્ષાએ ભેદ છે અને કોઈક અપેક્ષાએ અભેદ છે. મારો આત્મા પરિણામી છે તેથી મારા આત્મામાં હિંસાદિ ભાવો ઘટે છે અને યત્ન કરવાથી હિંસાદિની નિવૃત્તિ થાય છે અને અહિંસાદિ ભાવોની પ્રાપ્તિ થાય છે. હિંસાદિ ભાવોથી કર્મનો બંધ થાય છે અને અહિંસાદિ ભાવોથી ક્રમે કરીને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ પ્રકારના અનુભવને અનુરૂપ શ્રોતાને બોધ થવાથી તે શ્રોતા ઉત્સાહિત થઈને હિંસાદિના સ્વરૂપને અને અહિંસાદિના સ્વરૂપને જાણવા યત્ન કરશે. હિંસા-અહિંસાદિના પરમાર્થને જાણીને હિંસાદિ ભાવોની નિવૃત્તિ કરશે અને અહિંસાદિ ભાવોમાં યત્ન કરશે. જેથી તેને સર્વ કલ્યાણની પ્રાપ્તિ થશે.
વળી, આત્માને પરિણામી ન સ્વીકારીએ તો આત્મા અપર્ચ્યુત, અનુત્પન્ન, સ્થિર એક સ્વભાવવાળો છે તેવો અર્થ પ્રાપ્ત થાય. અને પર્યાયાસ્તિકનયના અવલંબનથી- અનિત્યરૂપે નથી તેમ પ્રાપ્ત થાય. આત્મા ક્યારેય પણ અવસ્થાનાંતર પામતો નથી, પરંતુ સદા એક સ્વભાવવાળો રહે છે તેમ માનીએ તો પૂર્વના સ્વભાવથી તેમાં કોઈ ફેરફાર થતો નથી, તેમ પ્રાપ્ત થાય. આમ સ્વીકારીએ તો આત્મામાં હિંસાનું અઘટન છે; કેમ કે વિવલિત જીવની હિંસા એ જીવના કોઈક વિવક્ષિત પર્યાયના વિનાશાદિ સ્વભાવવાળી શાસ્ત્રમાં કહેવાઈ છે અને આત્મામાં કોઈ પરિવર્તન ન હોય તો તેનો વિનાશ સંભવે નહિ. શાસ્ત્રમાં હિંસાનું લક્ષણ બતાવેલ છે તેનું ઉદ્ધરણ આપતાં કહે છે –
કોઈ જીવ જે ભાવમાં હોય તેના તે ભવનો વિનાશ કરાય તે હિંસા છે અથવા કોઈ જીવમાં દુ:ખ ઉત્પન્ન કરાય તે હિંસા છે અથવા કોઈ જીવને સંક્લેશ ઉત્પન્ન કરાય તે હિંસા છે. આ પ્રમાણે ભગવાને ત્રણ પ્રકારની હિંસા કહી છે. તે હિંસાનો પ્રયત્નથી ત્યાગ કરવો જોઈએ.
પૂર્વમાં સ્થાપન કર્યું કે આત્મા પરિણામી ન સ્વીકારવામાં આવે અને એકાંત નિત્ય સ્વીકારવામાં આવે તો હિંસાદિ ઘટે નહિ. હવે આત્માને પરિણામ ન માનવામાં આવે અને એકાંતે અનિત્ય માનવામાં આવે તો હિંસાદિ ઘટે નહિ તે બતાવે છે – , જો આત્મા એકાંતે અનિત્ય હોય તો ઉત્પત્તિની બીજી ક્ષણમાં તેનો સ્વતઃ જ નાશ થાય છે. તેથી