________________
૧૯૮
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ ક્યારે કલ્પનામાત્ર છે ? એથી કહે છે. અન્યથા મુખ્ય બધ્યમાન અને મુખ્ય બંધનના અભાવમાં અનુપચરિત બધ્યમાન અને અનુપચરિત બંધનના અભાવમાં, કલ્પનામાત્ર વર્તે છે. બધ્યમાન અને બંધનને જ કહે છે – “બધ્યમાન આત્મા છે અને બંધન વસ્તુરૂપે સત્વ=વિદ્યમાન, એવું કર્મ છે.” (સૂ. ૧૦૬) તેનો અર્થ સ્પષ્ટ કરે છે –
ત્યાં=બધ્યમાન અને બંધનમાં, બધ્યમાન=સ્વસામર્થ્યના તિરોધાનથી પારવશ્યને પ્રાપ્ત કરાતો એવો આત્મા ચૌદભૂતગ્રામના ભેદવાળો જીવ, પ્રતિપાદન કરાય છે અને મિથ્યાત્વાદિ હેતુઓ વડે આનાથી કાર્મણવર્ગણાથી, આત્મા બંધાય છે. એથી કાર્મણવર્ગણા બંધન છે.
તે બંધનને જ સ્પષ્ટ કરે છે – વસ્તુરૂપે સપરમાર્થ રૂપે, વિદ્યમાન એવું જ્ઞાનાવરણાદિકર્મ અનંતાનપરમાણુપ્રચયના સ્વભાવવાળું જ મૂર્ત પ્રકૃતિ બંધન છે એમ અવય છે. આથી જ=પરમાણુના પ્રચયના સ્વભાવવાળું બંધન છે આથી જ, મૂર્ત પ્રકૃતિવાળું છે.
અહીં=બધ્યમાન વસ્તુમાં, આત્માના ગ્રહણથી સાંખ્યમતના નિરાસને કહે છે. જે કારણથી ત્યાં=સાંખ્યમતમાં, કહેવાય છે –
“આત્મા બંધાતો નથી, કોઈપણ આત્મા સંસરણ પામતો નથી અને જુદા જુદા આશ્રયવાળી પ્રકૃતિ સંસરણ પામે ? છેબંધાય છે અને મુકાય છે.”
વસ્તુ ગ્રહણથી=વસ્તુરૂપે વિદ્યમાન એવા કર્મના ગ્રહણથી, સૌગામતના નિરાસને કહે છે. જે કારણથી ત્યાં પણ સૌગતમતમાં પણ, કહેવાય છે –
“રાગાદિ ક્વેશવાસિત ચિત્ત જ સંસાર છે. તેનાથી=રાગાદિથી, વિનિર્મુક્ત એવું તે જન્નચિત્ત જ, ભવાત્ત=ભવનો ! અંત, છે. એ પ્રમાણે કહેવાય છે.”
રાગાદિ ક્લેશવાસિત=સર્વથા ચિત્તથી અવ્યતિરિક્તઅભિન્ન એવા રાગાદિ શોથી વાસિત સંસ્કૃત, એવું ચિત્ત જ સંસાર છે, એમ અવય છે. આ રીતે=રાગાદિક્લેશવાસિત ચિત્ત જ સંસાર છે એમ કહ્યું એ રીતે, બધ્યમાનથીભિન્ન એવું વસ્તુરૂપે સત્કર્મ એ પ્રમાણે ઉપગત થતું નથી એ પ્રમાણે બૌદ્ધો વડે સ્વીકૃત થતું નથી.
ત્યાં=સાંખ્યમતનો નિરાસ કર્યો ત્યાં, પ્રકૃતિનો જ બંધ અને મોક્ષ સ્વીકાર કરાયે છતે સંસાર અને અપવર્ગ અવસ્થાનું આત્માના અભિન્ન એકસ્વભાવપણાને કારણે યોગીઓને યમ-નિયમાદિ અનુષ્ઠાન મુક્તિરૂપ ફલપણાથી જે યોગશાસ્ત્રોમાં કહેવાયું છે તે વ્યર્થ જ થાય. ચિત્તથી અવ્યતિરિક્ત કર્મવાદી એવા બૌદ્ધના પણ મતે કર્મનું અવસ્તુ સત્ત્વ જ થાય=અવસ્તુરૂપે જ સત્વ થાય. જે કારણથી જે જેનાથી અવ્યતિરિક્ત સ્વરૂપવાનું છે. તે, તે જ છે. અને લોકમાં પણ તે જ તેનાથી બંધાય છે એ પ્રકારની પ્રતીતિ નથી; કેમ કે પુરુષ બેડી આદિરૂપ ભિન્ન સ્વભાવવાળા જ બધ્યમાન અને બંધનનું લોકમાં વ્યવહિયપ્રમાણપણું છે બધ્યમાન અને બંધન તરીકેનો વ્યવહાર થાય છે. વળી, કર્મનું ચિત્તમાત્રપણું સ્વીકાર કરાયે છતે, સંસાર અને અપવર્ગનો ભેદ પ્રાપ્ત થાય નહિ; કેમ કે ચિત્તમાત્રનું ઉભયત્ર પણ સંસાર અને અપવર્ગમાં પણ, અવિશેષ છે.