________________
ધર્મસંગ્રહ ભાગ-૧ / પ્રથમ અધિકાર | શ્લોક-૧૯
૧૯૭ અતત્ત્વવેદિનો સાક્ષાત્ જ વસ્તુતત્ત્વના અજ્ઞાત સ્વભાવવાળા પુરુષવિશેષનો–છપ્રસ્થનો, વાદ–વસ્તુનું પ્રણયન, અતત્ત્વદિવાદ છે. અને તે અતત્ત્વદિવાદ સમ્યફવાદ નથી જ યથાવસ્થિત અર્થવાદ નથી જ યથાવસ્થિત કથન નથી જ.
અતત્ત્વવેદિનો વાદ સમ્યવાદ કેમ નથી ? તે સ્પષ્ટ કરે છે –
દિ જે કારણથી, સાક્ષાત્ નહિ જોનારા એવા પ્રમાત્રા વડે કહેવાયેલું શાસ્ત્ર યથાવસ્થિતરૂપના વિસંવાદથી અસમંજસ જ થાય. તેમાં દાંત બતાવે છે. જાતિથી અંધ ચિત્રને કરનારા એવા પુરુષથી આલેખન કરાયેલ ચિત્રકર્મની જેમ અસમંજસ જ શાસ્ત્ર થાય એમ અવય છે. એથી તેનાથી બોલાયેલી વસ્તુની અવિપરીતરૂપતાને સ્વીકારવા માટે કેવી રીતે ઉત્સાહ થાય ? અર્થાત્ ઉત્સાહ થાય નહિ. સમ્યવાદતાના જ ઉપાયને કહે છે – બંધ-મોક્ષની ઉપપત્તિથી તેની શુદ્ધિ છે વસ્તુના કથનની નિર્મળતા છે. (સૂ. ૧૦૩) - તેનો અર્થ સ્પષ્ટ કરે છે –
અગ્નિ અને લોખંડના પિંડની જેમ અથવા ક્ષીર-વીરની જેમ, મિથ્યાત્વાદિ હેતુથી જીવનો અને કર્મયુગલોનો પરસ્પર અવિભાગ પરિણામથી અવસ્થાન બંધ છે. વળી, સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યફચારિત્રથી કર્મોનો અત્યંત ઉચ્છેદ મોક્ષ છે.
બંધ-મોક્ષનો અર્થ કર્યા પછી તેનો સમાસ સ્પષ્ટ કરે છે –
તતઃ'ઋતેનાથી=બંધ અને મોક્ષની ઉપપત્તિથી=બંધ અને મોક્ષ તે બેની ઉપપત્તિ=ઘટના, તેનાથી, શુદ્ધિ=વસ્તુવાદની નિર્મળતા, ચિતનીય છે. આ કહેવાયેલું થાય છે=પૂર્વના કથનથી આ કહેવાયેલું થાય છે – જે સિદ્ધાંતમાં બંધ-મોક્ષ યોગ્ય એવો આત્મા છે તે વિશેષણોથી નિરૂપણ કરાય છે. તે=સિદ્ધાંત, સર્વવેદી-પુરુષથી પ્રતિપાદિત છે એ પ્રમાણે બુદ્ધિમાનો વડે નિશ્ચય કરાય છે.
આ પણ બંધ-મોક્ષની ઉપપત્તિ પૂર્વમાં કહ્યું એ પણ બંધ-મોક્ષની ઉપપત્તિ, જે પ્રમાણે ઘટે છે તે પ્રમાણે કહે છે
“આ=બંધ-મોક્ષની ઉપપત્તિ, બધ્યમાનના અને બંધનના ભાવમાં=બધ્યમાન એવા આત્માના અને બંધનરૂપ કર્મના સદ્ભાવમાં છે. (સૂ. ૧૦૪).
તેનો અર્થ સ્પષ્ટ કરે છે –
આ=બંધ અને મોક્ષની ઉપપત્તિ, આગળમાં કહેવાશે એ બધ્યમાન એવા આત્માનો અને બંધનભૂત એવા કર્મનો સદ્ભાવ હોતે છતે થાય છે.
કેમ ? એથી કહે છે – - “અન્યથા=બધ્યમાન અને બંધનના અભાવમાં કલ્પના માત્ર છે.” (સૂ. ૧૦૫) તેનો અર્થ સ્પષ્ટ કરે છે –
જે કારણથી આ કલ્પના જ છે=કેવલ વિતર્થ અર્થપ્રતિભાસરૂપ કલ્પના જ છે, પરંતુ ત્યાં=કલ્પના કરાયેલ પદાર્થમાં, પ્રતિભાસમાન અર્થ પણ નથી. એથી કલ્પના માત્ર છે. •