________________
૧૫૮
ધર્મસંગ્રહ ભાગ-૧ / પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ (૫) વીર્યાચાર=આત્મકલ્યાણ અર્થે અપ્રમાદભાવથી વીર્ય પ્રવર્તાવવાને અનુકૂળ વ્યાપાર.
આ સર્વ પાંચ આચારોનું કંઈક સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે –
(૧) જ્ઞાનાચાર :
પ્રથમ જ્ઞાનના આઠ આચારો બતાવે છે.
(i) કાળજ્ઞાનાચાર ઃ
જે આચારાંગાદિ શ્રુત ભણવાના છે તેને સમ્યક્ પરિણમન પમાડવા માટે જે સંયમપર્યાયનો કાળ કો છે તે કાળે આચારાંગાદિ શ્રુત ભણવા જોઈએ. પરંતુ વિપર્યયથી નહિ; કેમ કે એટલો સંયમપર્યાય પસાર કર્યા પછી સંપન્ન થયેલ યોગ્ય જીવ તે તે આચારાંગાદિને ભણીને તે શાસ્ત્રોથી આત્માને ભાવિત કરે તો આત્મકલ્યાણ થાય. અને ભગવાનની આજ્ઞા નિરપેક્ષ તેટલો સંયમપર્યાય પસાર કર્યા વગર અકાલે ભણે તો આજ્ઞાભંગ આદિ દોષોની પ્રાપ્તિ થાય.
(ii) વિનયજ્ઞાનાચાર ઃ
શ્રુતઅધ્યયન ગુરુના વિનયપૂર્વક ક૨વું જોઈએ. અર્થાત્ જે ગુરુ પાસેથી શ્રુત-અધ્યયન ક૨વાનું છે તેમના પ્રત્યે આદરની અભિવ્યક્તિ થાય તે પ્રકારે અભ્યુત્થાન, પાદધાવનાદિ સર્વઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ. જે શાસ્ત્ર ભણનાર જીવ અવિનયથી શ્રુત ગ્રહણ કરે છે તેમને કદાચ શાબ્દબોધની મર્યાદાથી બોધ થાય તોપણ શાસ્ત્ર-અધ્યયન નિર્જરાના ફળવાળું થાય નહિ; કેમ કે શ્રુત પ્રત્યેના આદરથી જ શ્રુત સમ્યક્ પરિણમન પામે છે.
(iii) બહુમાનજ્ઞાનાચાર :
શ્રુત-અધ્યયનની પ્રવૃત્તિ શ્રુત દેનાર ગુરુ પ્રત્યે બહુમાનપૂર્વક ક૨વી જોઈએ. અર્થાત્ શ્રુતદાતા ગુરુ પ્રત્યે અંતરંગ પ્રીતિ વિશેષ ધા૨ણ ક૨વી જોઈએ. જેમને ગુરુ પ્રત્યે બહુમાન છે તેઓને તે શ્રુત શીઘ્ર યથાર્થ પરિણમન પામે છે.
વિનય અને બહુમાનના ભેદનો બોધ કરાવવા અર્થે વિનય અને બહુમાનની ચતુર્વાંગી ગ્રંથકારશ્રીએ બતાવી છે.
(૧) કેટલાક ભણનારને વિનય છે, બહુમાન નથી=ગુરુ આવે ત્યારે અભ્યુત્થાનાદિ ઉચિત પ્રવૃત્તિ કરે છે. પરંતુ ગુરુ પ્રત્યે અંતરંગ પ્રીતિ વિશેષ નથી અર્થાત્ આ મહાત્મા શ્રુતને ધારણ કરનારા છે અને મારા કલ્યાણ અર્થે મને સન્માર્ગને બતાવનારા છે માટે મારા માટે અત્યંત પૂજ્ય છે એ પ્રકારનું અંતરંગ બહુમાન નથી.
(૨) અન્ય કોઈ શ્રુત-અધ્યયન કરનાર મહાત્માને અંતરંગ બહુમાન છે પરંતુ પ્રમાદી સ્વભાવને કારણે દરેક પ્રસંગે અભ્યુત્થાન, પાદધાવનાદિ ઉચિત વિનય “કરતા નથી.