________________
ધર્મસંગ્રહ ભાગ-૧ / પ્રથમ અધિકાર | શ્લોક-૧૯
વળી, વીર્યાચાર અનંતરમાં કહેવાયેલા છત્રીસ ભેદવાળા જ્ઞાન-દર્શનાદિ આચારમાં અનિદ્ભુત બાહ્ય-આભ્યન્તર સામર્થ્યવાળા છતા પુરુષનું યથાશક્તિ પ્રતિપત્તિલક્ષણ પરાક્રમ છે. અને પ્રતિપત્તિમાં યથાબલ પાલન છે. ‘કૃતિ’ શબ્દ વીર્યાચારની સમાપ્તિ માટે છે.
૧૫૭
ભાવાર્થ:
ઉપદેશકે શ્રોતાને શાસ્ત્ર પ્રત્યે આદર થાય તે પ્રકારે ઉપદેશ આપવો જોઈએ તેમ પૂર્વમાં કહ્યું અને તે ઉપદેશને સાંભળીને યોગ્ય શ્રોતા શાસ્ત્રપ્રધાન મતિવાળા થાય ત્યારે ઉપદેશક આક્ષેપણીનો પ્રયોગ કરે અર્થાત્ આક્ષેપણી કથા કરે.
કઈ રીતે આક્ષેપણી કથા કરે ? તે બતાવતાં કહે છે
-
ભગવાનના શાસનના સંયમના આચારો અન્યદર્શન કરતાં કેવા વિશેષ પ્રકારના છે ? તેનું સ્વરૂપ સમજાવે. જેથી સૂક્ષ્મ યતનાપૂર્વકના ભગવાનના શાસનના આચારોને જાણીને શ્રોતા સંયમના ઉચિત 'આંચારો પ્રત્યે આક્ષિપ્ત થાય.
વળી, કોઈક રીતે સંયમજીવનમાં અતિચારોની પ્રાપ્તિ થાય તેની શુદ્ધિ માટેનો ઉચિત પ્રાયશ્ચિત્તરૂપ વ્યવહાર ભગવાનના શાસનમાં કઈ રીતે છે ? તેનું નિરૂપણ કરે, જેથી શ્રોતાને બોધ થાય કે સર્વજ્ઞકથિત આ આગમ છે. તેથી સંયમની શુદ્ધિ કરવાનો આવો નિપુણ વ્યવહાર ભગવાનના શાસનમાં પ્રાપ્ત થાય છે.
વળી, શ્રોતાને ભગવાનના વચનમાં કોઈક ઠેકાણે સંશય પ્રાપ્ત થાય ત્યારે મધુર વચનથી તે સંશયનું નિવા૨ણ કરે. તેથી ભગવાનના શાસનની બોધિ ક૨ાવવારૂપ પ્રજ્ઞપ્તિને જાણીને પણ તત્ત્વના અર્થી શ્રોતા ભગવાનના શાસન પ્રત્યે આક્ષિપ્ત થાય.
વળી, શ્રોતાની બુદ્ધિની અપેક્ષાએ સૂક્ષ્મજીવાદિ પદાર્થો બતાવવારૂપ દૃષ્ટિવાદ બતાવે. જેથી શ્રોતાને બોધ થાય કે સંસારના પદાર્થની વ્યવસ્થા ભગવાનના શાસનમાં અનુભવ અને યુક્તિને અનુરૂપ છે અને આ વ્યવસ્થાને આ રીતે સ્વીકા૨વાથી જ પરલોક અને મોક્ષની વાત સંગત થાય છે. આ પ્રકારે આક્ષેપણી કથાનો પ્રયોગ કરીને યોગ્ય શ્રોતાને ઉપદેશક સન્માર્ગમાં સ્થિર કરે. સન્માર્ગમાં સ્થિર થયેલ શ્રોતાએ આત્મકલ્યાણ અર્થે શું કરવું જોઈએ ? તે બોધ કરાવવા ઉપદેશકે જ્ઞાનાચારાદિ પાંચ આચારોનું સ્વરૂપ શ્રોતાની બુદ્ધિને અનુરૂપ કહેવું જોઈએ. જેથી તે પાંચ આચારોનો યથાર્થ બોધ કરીને યોગ્ય શ્રોતા આત્મકલ્યાણમાં સમ્યક્ષત્ન કરી શકે.
તે પાંચ આચારો કયા છે ? તે બતાવે છે
(૧) જ્ઞાનાચા૨શ્રુત ભણવા માટેનો ઉચિત વ્યવહાર.
(૨) દર્શનાચાર=તત્ત્વને જોવાની નિર્મળ દૃષ્ટિ સ્થિર થાય તેવો ઉચિત આચાર.
(૩) ચારિત્રાચાર=સંવરભાવ સ્થિર થાય તેવો ઉચિત આચાર.
(૪) તપાચાર=આત્મામાં લાગેલા ક્લિષ્ટ કર્મનો નાશ કરે તેવો ઉચિત આચાર,