________________
૧૨૪
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૮ ધર્મ કરે તોપણ ભોગથી પર એવા મોક્ષ અર્થે તેઓ પ્રવૃત્તિ કરતા નથી. માટે પૂર્વમાં વર્ણન કરાયેલા સામાન્ય ગૃહસ્થધર્મનું સેવન કરનારા ચરમાવર્તવર્તી જીવો હોય છે અને તેઓ લોકોત્તર ધર્મની દેશના માટે યોગ્ય છે તેમ ફલિત થાય છે.
ધર્મની પ્રાપ્તિનો કાળ ચરમાવર્ત છે તેમાં ઉપદેશપદની સાક્ષી આપે છે, તેનો અર્થ આ પ્રમાણે છે – ઘનમિથ્યાત્વનો કાળ ધર્મનો ઉપદેશ માટે અકાલ જાણવો.
તેથી એ પ્રાપ્ત થાય કે અચરમાવર્તમાં રહેલા જીવોમાં અતત્ત્વ પ્રત્યે અત્યંત રાગ હોય છે. તેથી તત્ત્વને જાણવાને પણ અભિમુખ તેઓ થતા નથી માટે ધર્મની પ્રાપ્તિનો અકાળ અચરમાવર્ત છે, તેમ કહેલ છે. વળી, ધીરપુરુષો વડે અપુનબંધકાદિ કાલ કહેવાયો છે.
તેથી એ પ્રાપ્ત થાય કે અપુનબંધક, માર્ગાભિમુખ, માર્ગપતિત જીવોમાં ગાઢ મિથ્યાત્વ નથી તેથી ઉપદેશને અનુકૂળ એવો તેઓનો કાળ છે તેમ કહેવાયું છે. આથી જીવ અપુનબંધક આદિ ભાવોને ચરમાવર્તિમાં જ પ્રાપ્ત કરે છે માટે ધર્મના ઉપદેશનો કાળ ચરમાવર્ત છે તેમ પ્રાપ્ત થાય છે. આ રીતે વ્યવહારનયથી ધર્મદેશનાનો કાળ બતાવ્યા પછી નિશ્ચયનયનથી ધર્મદેશનાનો કાળ શું છે ? તે બતાવવા અર્થે ઉપદેશપદમાં કહે છે –
નિશ્ચયનયથી ધર્મદેશનાનો કાળ ગ્રંથિભેદનો કાળ છે અર્થાત્ જે જીવોએ ગ્રંથિભેદ કરીને સમ્યક્તને પ્રાપ્ત કર્યું છે તે જીવો જ લોકોત્તર ધર્મની દેશનાને માટે યોગ્ય છે, તેમ નિશ્ચયનય કહે છે.
અહીં પ્રશ્ન થાય કે નિશ્ચયનય સમ્યગ્દષ્ટિને જ કેમ લોકોત્તર ધર્મદેશના માટે યોગ્ય કહે છે, અપુનબંધકને કેમ નહિ ? તેથી કહે છે –
સમ્યગ્દષ્ટિ જીવો દેશનાથી પ્રાપ્ત થયેલા ધર્મને સદા વિધિપૂર્વક સેવે છે. તેથી તેઓને અપાયેલ દેશનાપ વચનઔષધથી તેઓને ભાવઆરોગ્ય પ્રાપ્ત થાય છે.
ઉપદેશપદના આ બે શ્લોકોથી એ ફલિત થાય કે અપુનબંધકાદિ જીવોમાં ગાઢ મિથ્યાત્વ નથી તોપણ મિથ્યાત્વ છે, અને મિથ્યાત્વને કારણે બુદ્ધિમાં વિપર્યાસ છે તેથી તેઓને અપાયેલો ઉપદેશ ગાઢ મિથ્યાત્વ નહિ હોવાને કારણે કંઈક સમ્યફ પરિણમન પામતો હોવા છતાં મિથ્યાત્વના ઉદયથી પૂર્ણ સમ્યક્ પરિણમન પામતો નથી. આથી જ તેઓને અપાયેલી દેશનાથી તેઓને તત્ત્વના વિષયમાં ઘણો અનાભોગ–અજ્ઞાન, વર્તે છે અને થોડોક જ માર્ગાનુસારી બોધ થાય છે. માટે નિશ્ચયનય અપુનબંધકાદિ જીવોને દેશનાને યોગ્ય સ્વીકારતો નથી. આમ છતાં મંદ મિથ્યાત્વને કારણે કંઈક સમ્યફબોધ થવાથી તે અપુનબંધકાદિ જીવો ક્રમે કરીને સમ્યક્ત પામે છે તેથી વ્યવહારનય અપુનબંધક આદિ જીવોને દેશનાયોગ્ય સ્વીકારે છે. વળી સમ્યગ્દષ્ટિ જીવો તો સંસારના વાસ્તવિક સ્વરૂપને યથાર્થ જોનારા છે અને સંસારથી અતીત અવસ્થારૂપ મોક્ષ, જીવની રમ્ય અવસ્થા છે તેમ પણ જાણે છે અને તેની પ્રાપ્તિનો ઉપાય સન્શાસ્ત્રનું વચન છે તેવો સ્થિર નિર્ણય છે તેથી સમ્યગ્દષ્ટિ જીવો ધર્મદેશના સાંભળીને જે કંઈ બોધ કરે છે તે સર્વ બોધને શક્તિના પ્રકર્ષથી જીવનમાં ઉતારે છે. આથી જ અવિરતિના ઉદયવાળા પણ સમ્યગ્દષ્ટિ જીવો ઉપદેશને સાંભળીને પોતાનામાં