________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૮
૧૨૩
છે દીપ્રાદષ્ટિની વંદનની ક્રિયા દ્રવ્યવંદન છે એ પ્રકારનું કથન છે; કેમ કે તે પ્રકારની ભક્તિને કારણે=સમ્યગ્દષ્ટિને જે પ્રકારે ભક્તિ છે તેના કરતાં ચૂત પ્રકારની ભક્તિને કારણે, યત્નમેદની પ્રવૃત્તિ છે=સમ્યગ્દષ્ટિના ભાવવંદનમાં જેવો યત્ન છે તેના કરતાં અલ્પમાત્રાના ઉત્તમભાવની પ્રવૃત્તિ છે.
તિ' શબ્દ દીપ્રાદષ્ટિના કંથનની સમાપ્તિ માટે છે. પૂર્વમાં ચાર દૃષ્ટિઓનું વર્ણન કર્યું તેનો ફલિતાર્થ બતાવે છે –
પ્રથમ ગુણસ્થાનકનો પ્રકર્ષ આટલો છે=આ ચાર દૃષ્ટિ સુધી છે, એ પ્રમાણે સમયના જાણનારા કહે છે. અને આ રીતે શ્લોકના ઉત્તરાર્ધનું ઉત્થાન કર્યા પછી કહ્યું કે યોગદષ્ટિના પ્રાદુર્ભાવને કારણે પ્રથમ ગુણસ્થાનક અત્યદર્શનવાળા યોગીઓને પણ હોય છે. માટે તેઓ દેશનાયોગ્ય છે અને ત્યાર પછી “ ભાવ:'થી માંડીને અત્યાર સુધી ચાર દૃષ્ટિઓનું વર્ણન કર્યું એ રીતે, કહેવાયેલા યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથના અર્થના અનુસારથી મિથ્યાદૃષ્ટિઓને પણ માધ્યથ્યાદિ ગુણમૂલક મિત્રાદિ દૃષ્ટિના યોગને કારણે તેને ગુણસ્થાનકત્વની સિદ્ધિ હોવાથી–મિથ્યાદષ્ટિને ગુણસ્થાનકત્વની સિદ્ધિ હોવાથી, તે પ્રકારની પ્રવૃત્તિને કારણે=પોતાના આત્માનું હિત થાય તે પ્રકારે ઉચિત પ્રવૃત્તિને કારણે, અનાભિગ્રહિકનો સંભવ હોવાથી=અનાભિગ્રહિક મિથ્યાત્વનો સંભવ હોવાથી, અનાભિગ્રહિકપણું જ તેના દેશનાયોગ્યપણામાં સુંદર કારણ છે, એ પ્રમાણે પ્રાપ્ત થયું.
અને આ રીતે પૂર્વમાં કહ્યું કે અત્યદર્શનના મિથ્યાદષ્ટિ જીવોમાં પણ અનાભિગ્રહિકપણું દેશનાયોગ્યપણામાં સુંદર કારણ છે એ રીતે, અનાભોગથી પણ સદબ્ધ વ્યાયથી માર્ગગમન જ છે એ પ્રમાણે અધ્યાત્મચિંતકો કહે છે. એ પ્રકારના લલિતવિસ્તરા'ના વયમાનુસારથી જો અનાભોગવાળા મિથ્યાદૃષ્ટિ પણ મિથ્યાત્વની મંદતાથી ઉદ્ભૂત માધ્યમથ્યના કારણે તત્વજિજ્ઞાસાદિ ગુણના યોગથી માર્ગને જ અનુસરે છે. તો તેના વિશેષ ગુણના યોગને કારણે અનાભિગ્રહિક મિથ્યાદષ્ટિ જીવના વિશેષ ગુણના યોગને કારણે, અનાભિગ્રહિક મિથ્યાષ્ટિમાં તો અત્યંત ધર્મદેશનાયોગ્યત્વ છે એ પ્રકારનો ભાવ છે. આ પ્રમાણે=પ્રસ્તુત શ્લોકમાં વર્ણન કરાયું એ પ્રમાણે, ધમદેશતાને યોગ્ય પુરુષ કહેવાયો. ૧૮. ભાવાર્થ -
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ ગૃહસ્થના સામાન્ય ધર્મો બતાવ્યા. તેવા ગૃહસ્થ ધર્મને સેવનારા જીવો મધ્યસ્થ હોય છે=પ્રકૃતિથી ગૃહસ્થ અવસ્થામાં આલોક અને પરલોકમાં હિત થાય તેવી ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે. અને તેવા જીવોને લોકોત્તરધર્મની દેશના માટે ભગવાને યોગ્ય કહ્યા છે; કેમ કે ઉચિત પ્રવૃત્તિ કરવાની તેઓની પ્રકૃતિ હોવાથી લોકોત્તરધર્મ સાંભળીને વિશેષ પ્રકારની ઉચિત પ્રવૃત્તિ કરીને પરલોકનું હિત સાધે તેવી યોગ્યતાવાળા છે. વળી, આવી ઉચિત પ્રવૃત્તિ કરનારા જીવોનો કાળ ચરમાવર્તકાળ છે. જે ગ્રંથકારશ્રીએ પૂર્વમાં કહ્યું નથી છતાં અર્થથી જાણવું; કેમ કે ચરમાવર્ત પૂર્વના જીવોમાં ભોગનો રાગ અત્યંત હોય છે. તેથી પ્રાયઃ કરીને પરલોકપ્રધાન થઈને પ્રવૃત્તિ કરતા નથી. ક્વચિત્ પરલોકના પણ ઉત્તમ ભોગસુખની આશંસાથી